શિયાળામાં અચુક ખાઓ ડ્રેગન ફ્રુટ, આપોઆપ ઇમ્યુનિટી સિસ્ટમ બનશે સ્ટ્રોંગ અને નહિં આવો કોરોનાની ઝપેટમાં

મિત્રો, હાલ ઠંડીની ઋતુ જોરશોરથી ચાલી રહી છે ત્યારે આ સમયે શરીરને યોગ્ય પોષણ મળી રહે તેવા આહારનુ સેવન કરવુ એ અત્યંત આવશ્યક છે. આજે આ લેખમા અમે તમને એક એવા ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે તમારા શરીરમા ઈમ્યુનીટી વધારવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે તો ચાલો જાણીએ કયુ છે આ ફળ?

image source

આ ફળ છે ડ્રેગન ફ્રૂટ. આ ફળને “પિતાયા ફળ” તરીકે પણ ઓળખવામા આવે છે. તે મોટેભાગે મેક્સિકો અને મધ્ય એશિયામાં જોવા મળે છે. આ ફળ ખાવામાં તરબૂચ જેવું લાગે છે અને ખૂબ જ આકર્ષક લાગે છે. આ ફળમાં બહારની તરફ સ્પાઇક્સ હોય છે અને તેમા કાળા બીજ હોય છે.

image source

આ ફળને સુપરફ્રૂટ માનવામાં આવે છે કારણકે, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ માનવામા આવે છે. તે ડાયાબિટીસ અને હૃદયના રોગોનું જોખમ પણ ઘટાડે છે. આ ફળમા એન્ટિ-ઓક્સિડન્ટ્સ, ફાઇબર્સ અને વિટામિન-સી સમાવિષ્ટ હોય છે. તે ઘણા ગંભીર રોગોની સારવાર માટે સહાયરૂપ સાબિત થાય છે. આ ફળમા મોટા પ્રમાણમાં વિટામિન-સી હોય છે, જે તેને શરીરની રોગપ્રતિકારક શક્તિમાં મજબૂત બનાવે છે.

image source

આ ફળ પેટના રોગો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, તે કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે. આ ઉપરાંત શરીરમા આયર્નની ઉણપ હોય તો આ ફળ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.આ ફળમા બીટા કેરોટીન અને લાયકોપીન સમાવિષ્ટ હોય છે. આ કેરોટીનોઇડ સમૃદ્ધ ખોરાક લેવાથી કેન્સર અને હૃદયરોગનું જોખમ પણ ઓછું થાય છે. આ ઉપરાંત તમને આ ફળમાંથી પૂરતા પ્રમાણમા રેસા મળે છે, જે તમારા શરીરમા કોલેસ્ટ્રોલને નિયંત્રણમા રાખે છે.

image source

આ સિવાય તે પાચનતંત્રને સ્વસ્થ રાખવામા પણ ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે. આ ફળ એ એન્ટીઓકિસડન્ટોથી ભરપૂર હોય છે. આ ઉપરાંત આ ફળનુ નિયમિત સેવન એ સંધિવાની સમસ્યાને દૂર કરવામા મદદ કરી શકે છે. આ ફળનો ઉપયોગ ડેન્ગ્યુની સારવારમા પણ મદદ કરી શકે છે. આ ફળની સાથે આ ફળનુ બીજ પણ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

આ બીજના ફાયટોકેમિકલ્સમાં એન્ટીઓકિસડન્ટ અને એન્ટિવાયરલ ગુણ સમાવિષ્ટ હોય છે, જે ડેન્ગ્યુના લક્ષણોને ઘટાડવામા સહાયરૂપ સાબિત થઇ શકે છે. આ ફળનુ નિયમિત સેવન તમારા હાડકા અને દાંતને મજબૂત બનાવવામા સહાયરૂપ સાબિત થઇ શકે છે. તેનુ મુખ્ય કારણ તેમાં જોવા મળતી કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ છે. આ ફળનો નિયમિત ઉપયોગ અસ્થમા અને ઉધરસની સમસ્યાને દૂર કરવામા સહાયરૂપ સાબિત થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત