ગ્રીન ટીથી વજનમાં ઘટાડો થાય છે એતો જાણો છો પણ શું તમે તેના બીજા ઉપયોગ જાણો છો?

જેમ કે આપણે જાણીએ છીએ કે આજકાલની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં પોતાના શરીરનું ધ્યાન રાખવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે. આજે દરેક પોતાનું શરીર બગડી રહ્યા છે પછી તે જંકફૂડખાયને જે પછી આળસપણાં લાવીને.

ઘણા લોકો એવા હોય છે જે જાડાપણાંથી હેરાન થઈ રહ્યા છે. પછી ભલે તેઓ દિવસમાં એક જ વાર જમતા હોય કે ચાર વાર તેઓના જાડાપણાંમાં કોઈ ફરક પડતો નથી. ખરેખર તે શરીરની વધારાની ચરબી હોય છે જે વધી જાય છે અને શરીર જાડું થઈ જાય છે. આ ચરબી ઘણી રીતે થઈ શકે છે જેમકે વધારે ચોખાવાળી વસ્તુ ખાવાથી કે પછી વધારે તેલવાળું ખાવાથી કે પછી બેમતલબનું બહારનો ખોરાક ખાવાથી જેવા કે બર્ગર, સેન્ડવીચ વગેરે. આ જાડાપણાંને કારણે લોકો ખૂબ હેરાન થાય છે પણ કંઈજ કરી શકતા નથી. એટલે તેનો એક ઈલાજ છે ગ્રીન ટી. જી હા તમે બધાએ સાંભળીયું જ હશે કે ગ્રીન ટી પીવાવાળા લોકો હંમેશાં ફિટ અને તંદુરસ્ત રહે છે.

ગ્રીન ટીના ફાયદા:

એવું એટલા માટે થાય છે કારણ કે ગ્રીન ટીમાં ખાસ પ્રકારના તત્વો રહેલા હોય છે. જે જાડાપણાંને જડમૂળથી ખતમ કરી દે છે. ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. ગ્રીન ટી ફક્ત જાડાપણાંને જ નહીં પણ ગ્રીન ટીના પત્તા હોય છે તેમાં એટલી શક્તિ હોય છે કે કોઈપણ બીમારીનો સામનો કરી શકે છે. એટલે જ જોવા મળે છે કે ગ્રીન ટી પીવાવાળા લોકો ઓછા બીમાર પડે છે. ગ્રીન ટીનો એક ખૂબ સારો ફાયદો છે તે પેટની પાચન ક્ષમતા વધારે છે.
ગ્રીન ટી પીવાનું આપને એટલા માટે કહીએ છીએ જો તમે જિંદગીમાં થોડા એક્ટિવ રહો અને ગ્રીન ટીનું સેવન રોજ કરવાથી ફરી આપને વ્યાયામ કરવાની પણ બિલકુલ જરૂર નહીં પડે. ગ્રીન ટીનો એક કપ તમારા માટે બધું જ કરી દેશે બસ આપને ફક્ત આળસપણું છોડવાની જરૂર છે. તો આ સાથે જ હવે આગળ વધીએ ગ્રીન ટી બનાવવાની વિધિ જાણીશું.
ગ્રીન ટી બે પ્રકારની આવે છે. એક આવે છે પત્તીઓ વાળી અને બીજી ટી બેગના રૂપમાં આવે છે. જેમાં એક થેલીમાં ચાય પત્તી ભરેલી હોય છે અને તેને ફક્ત પાણીમાં ડૂબડવાની હોય છે. ભારતમાં ગ્રીન ટીની ઘણી સારી સારી બ્રાન્ડસ ઉપલબ્ધ છે. જેમાની એક જાણીતી બ્રાન્ડ વિશે જણાવીશું ઓર્ગેનિક ઇન્ડિયા જે માત્ર ૨૦૦₹ સુધી આપને ટી બેગ્સ ઉપલબ્ધ કરાવે છે. આ ગ્રીન ટી બેગ્સ ઓર્ગેનિક ઇન્ડિયાવાળી બ્રાન્ડ આપને એમેજોન વગેરે પર સરળતાથી મળી જશે. તમે ઇચ્છો તો નજીકના જનરલ સ્ટોર પર પૂછતાછ કરીને ખરીદી શકો છો. આ બ્રાન્ડમાં આપને અલગ અલગ ફ્લેવર પણ મળી જશે જેવી કે જીંજર ગ્રીન ટી, લેમન ગ્રીન ટી, અને તુલસી ગ્રીન ટી વગેરે. તો આ સાથે જ આગળ વધીએ
૧. જો તમે ગ્રીન ટી પત્તીવાળી બનાવો છો તો તેમાં સૌથી પહેલા એક કપ ટી અનુસાર પાણી ઉકાળવું અને પછી અડધી ચમચી ગ્રીન ટીની પત્તી તેમાં ઉમેરવી અને સારી રીતે મિક્સ કરવી પાણીને પત્તીઓ સાથે એમ જ ૨ મિનિટ સુધી ઉકળવા દેવી. ત્યારબાદ ગ્રીન ટી ઊકળી જાય ત્યારે તેને ગરણીથી ગાળી લેવી. કપમાં લઈને તેની મજા માણી શકો છો.

૨. ગ્રીન ટી બનાવવાની બીજી રીત આ રીત ટી બેગવાળી હોવાથી ખૂબ સરળ છે. આમાં આપને ફક્ત પાણી ઉકાળવાનું છે અને કપમાં પાણી લઈને (એક કપ ચા જેટલું) તેમાં ગ્રીન ટી બેગ ડુબાડવી અને સારી રીતે મિક્સ કરવી, આમ કરવાથી ગ્રીન ટી થોડીક જ વારમાં તૈયાર થઈ જશે અને તેને પી શકો છો.

આમ તો ગ્રીન ટી પીવાવાળા ૯૦% લોકોનું જાડાપણું ખતમ થઈ જાય છે. જો તમારી સાથે આમ ન થાય તો તમારે ઉદાસ થવાની જરૂર નથી અને થોડી કસરતની સાથે ગ્રીન ટી ફરી શરૂ કરી દેવી. ગ્રીન ટીનું પરિણામ ધીરે ધીરેદેખાવા લાગશે એટલા માટે થોડી ધીરજ રાખવી જરૂરી છે. બીજી એક જરૂરી વાત તમારે ગ્રીન ટી હંમેશાં સવારે નાસ્તા પહેલાં પીવી ભૂખ્યા પેટે ગ્રીન ટી પીવી ન કે સાથે કઈ ખાયને ભૂખ્યા પેટે પીવાથી જાડાપણું જલ્દી દૂર થાય છે. આ સાથે જ તમે રાતે સૂતાં પહેલાં ગ્રીન ટી પીવાથી આનો ફાયદા ખૂબ જલ્દી દેખાય છે.
ગ્રીન ટીમાં કેફીનની માત્રા ખૂબ વધારે હોવાથી એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જરૂર કરતાં વધારે ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ નહીં. જો યોગ્ય માત્રામાં ગ્રીન ટી પીવામાં આવે તો ખૂબ ફાયદેમંદ રહે છે નહીં તો વધારે માત્રા આપને નુકસાન પહોંચાડી શકે છે. ગ્રીન ટી બાળકો માટે યોગ્ય નથી.