Google Chrome યુઝ કરનારા લોકો ખાસ વાંચી લો આ માહિતી, નહિં તો…

મિત્રો, હાલનો પ્રવર્તમાન સમય દિન-પ્રતિદિન આધુઈક બની રહ્યો છે અને આ આધુનિકતાની સાથે આજે વિશ્વમા એવી-એવી અદ્યતન ટેકનોલોજીઓ બહાર પડી રહી છે કે, જેની આપણે ક્યારેય કલ્પના પણ નહિ કરી હોય. આ આધુનિક ટેકનોલોજીએ આપણા રોજીંદા કાર્યોને એકદમ હળવા અને સરળ બનાવી દીધા છે. આજે આ લેખમા આપણે એક આવી જ આધુનિક ટેકનોલોજી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, ચાલો જાણીએ.

image source

જેમ-જેમાં માર્કેટમા નવી-નવી ટેક્નોલજી આવતી જાય છે, તેમ-તેમ અપગ્રેડેશનને કારણે ઘણી જૂની તકનીકો બહાર નીકળી જાય છે અને આ જ કારણોસર લોકો પાસે રહેલા જુના ડીવાઈસ આ આધુનિક ટેકનોલોજીને ભેંટ ચડી જાય છે એટલે કે તે બિનઉપયોગી બની જાય છે.

image source

હાલ, વિશ્વના સૌથી મોટા અને લોકપ્રિય ગૂગલે પોતાના બ્રાઉઝર ક્રોમ અંગે એક વિશેષ જાહેરાત કરી છે, તેમણે જણાવ્યુ છે કે, ક્રોમ બ્રાઉઝર એ ટૂંક સમયમા જ જૂના પ્રોસેસર પર કામ કરવાનુ બંધ કરી દેશે. જો તમે ખૂબ જ જુના પ્રોસેસરવાળા કમ્પ્યુટર ચલાવી રહ્યા છો તો તમારે પણ આવનાર સમયમા આ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

image source

ટેકસ્પોટના એક અહેવાલ મુજબ, જો તમારા કમ્પ્યુટરનુ સી.પી.યુ. એ ૧૫ વર્ષ કરતા પણ વધુ જૂનુ છે તો તેમના કમ્પ્યુટર ક્રોમ કામ કરવાનુ બંધ કરી દેશે. સમગ્ર વિશ્વમા સૌથી વધુ વપરાતુ બ્રાઉઝર એ ગૂગલ ક્રોમ છે. માઇક્રોસોફ્ટ એજ, બ્રેવ, વિવલ્ડી જેવા બ્રાઉઝર્સ પણ ક્રોમના ઓપન સોર્સ ક્રોમિયમ એન્જિનનો ઉપયોગ કરે છે.

image source

જોકે, ક્રોમ બંધ થયા પછી તમે તમારા જૂના કમ્પ્યુટરને છોડી શકો છો અથવા તેનો મૂળભૂત સ્થાનિક હોમ સર્વર તરીકે ઉપયોગ કરી શકો છો. જો તમે હજી પણ ઇન્ટરનેટ બ્રાઉઝ કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરવા માંગો છો તો પછી તમે મોઝિલા ફાયરફોક્સ બ્રાઉઝર ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો.

image source

તાજેતરના જ અહેવાલ મુજબ, જો તમારા કમ્પ્યુટરમા પંદર વર્ષ કરતા પણ વધુ જૂનુ સી.પી.યુ. છે તો ગૂગલ ક્રોમ તમારા કમ્પ્યુટરમા કાર્ય કરશે નહીં. જો તમે સેલેરોન એમ શ્રેણીની સી.પી.યુ. અથવા ઇન્ટેલ એટોમ પ્રોસેસરનો ઉપયોગ કરી રહ્યા છો, તો તે એસ.એસ.ઇ.-૩ ને સમર્થન આપી શકશે નહી અને તેના કારણે તમારા કમ્પ્યુટરમા ક્રોમ સપોર્ટ કરશે નહીં.

image source

માટે જો તમે હજુ પણ આગળ ક્રોમનો ઉપયોગ કરવા ઈચ્છતા હોવ તો તેના માટે તમારે તમારી સીસ્ટમને અપગ્રેડ કરવી પડશે અને જો તમે હજુ પણ તમારી જૂની સીસ્ટમ જ વાપરવા ઈચ્છતા હોવ તો તેના માટે તમારે ક્રોમને ભૂલી જવુ પડશે અને તમારે અન્ય કોઈ બ્રાઉઝરનો ઉપયોગ શરુ કરવો પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ