ગુજરાતના આ 15 ધાર્મિક સ્થળો વિશ્વભરમાં છે ફેમસ, શું તમે જોયા છે આ બધા ધાર્મિક સ્થળો? જણાવો અમને કોમેન્ટમાં તમારો જવાબ

ગુજરાત રાજ્યમાં આવેલ ૧૫ અતિમનમોહક તીર્થ સ્થાનો જે દુનિયાભરમાં પ્રસિદ્ધ થઈ ગયા છે.

ગુજરાત રાજ્ય ભારત દેશના પશ્ચિમ દિશામાં આવેલ મુખ્ય રાજ્યો માંથી એક રાજ્ય છે. ગુજરાત રાજ્યને ઘણા બધા સ્થાપત્ય ચમત્કારોનું ઘર તરીકે જાણીતું છે. જે પોતાની જીવન સંસ્કૃતિ, સમૃદ્ધ વારસો, કુદરતી દ્રશ્યો અને સ્વાદિષ્ટ ભોજનની સાથે સાથે તીર્થ સ્થાનો સહિત પ્રસિદ્ધ મંદિરો માટે પણ જાણવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં આવેલ મંદિરો ફક્ત કોઈ ધાર્મિક સ્થાન નથી, પણ વાસ્તુ કલાના અદ્દભુત ચમત્કાર છે, જે ગુજરાત રાજ્યના ભવ્ય ભૂતકાળને પ્રસ્તુત કરે છે. જો આપ આપના પરિવાર કે પછી મિત્રો સાથે ફરવા જવા માટે ગુજરાત રાજ્યમાં આવેલ ધાર્મિક સ્થાનો વિષે જાણવા ઈચ્છો છો તો આ લેખમાં અમે આપને જણાવીશું કે, ગુજરાતમાં આવેલ એવા ધાર્મિક સ્થાનો વિષે જ્યાં દર્શન કરવાની સાથે જ આ મંદિરો દેશ- વિદેશના સહેલાણીઓ માં આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે.

ગુજરાતમાં આવેલ ૧૫ અતિસુંદર ધાર્મિક સ્થાનો:

-સોમનાથ મંદિર, સોમનાથ:

image source

ગુજરાત રાજ્યના પશ્ચિમ દરિયા કિનારે સૌરાષ્ટ્રમાં આવેલ વેરાવળ બંદરગાહની નજીકમાં આવેલ પ્રભાસ પાટણમાં ગુજરાતનું વિશ્વ પ્રસિદ્ધ ભગવાન સોમનાથનું મંદિર આવેલ છે. ગુજરાતમાં આવેલ સોમનાથ મંદિર ભારત દેશમાં આવેલ ૧૨ જ્યોતિર્લિંગ માંથી પ્રથમ જ્યોતિર્લિંગ હોવાનું માનવામાં આવે છે. જેના લીધે સોમનાથ મંદિર ભારત દેશ સહિત દુનિયાભરમાં પ્રસિદ્ધિ પામ્યું છે. સોમનાથ મંદિરને સૌથી પહેલા સંપૂર્ણ સુવર્ણ માંથી બનાવવામાં આવ્યું હતું, પરંતુ સમય જતા તેની ભવ્યતા પર મહેમુદ ગઝનવી સહિત મુસ્લિમ આક્રમણકારો અને પોર્ટુગીઝ દ્વારા ઘણી વાર હુમલા કરીને તોડી પાડવામાં આવ્યું હતું.

image source

અત્યારે આપણે જે સોમનાથ મંદિર જોઈ શકીએ છીએ તેનું નિર્માણ વર્ષ ૧૯૫૦માં સરદાર વલ્લભભાઈ પટેલની નિગરાની હેઠળ ચાલુક્ય શૈલીમાં બાંધકામ કરવામાં આવ્યું હતું. અત્યારે સોમનાથ મંદિરનું સંચાલન શ્રી સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. સોમનાથ મંદિર હિંદુ વાસ્તુ કલાનો અદ્દભુત નમુનો હોવાથી તેને ગુજરાતના સૌથી ભવ્ય મંદિરો માંથી એક મંદિર માનવામાં આવે છે. સોમનાથ મંદિરે દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે.

-દ્વારકાધીશ મંદિર, દ્વારકા:

image source

દ્વારકાધીશ મંદિર ભગવાન વિષ્ણુના કૃષ્ણ અવતારને સમર્પિત કરવામાં આવ્યું છે. દ્વારકાધીશ મંદિરને જગત મંદિર અને ત્રિલોક સુંદર મંદિર તરીકે પણ જાણવામાં આવે છે. દ્વારકાધીશ મંદિરને ગુજરાત રાજ્યના પ્રાચીન મંદિરો માંથી એક મંદિર છે. અત્યારે દ્વારકામાં જે મંદિર આપણે જોઈ શકીએ છીએ તેનું નિર્માણ કાર્ય ૧૫મી અને ૧૬મી સદી દરમિયાન થયું છે. જેના લીધે દ્વારકાધીશ મંદિર ૨૫૦૦ વર્ષ કરતા પણ વધારે જુનું છે. દ્વારકાધીશ મંદિર ગોમતી નદી અને અરબ સાગરના સંગમ સ્થાન પર આવેલ છે. આ મંદિરના બાંધકામમાં બલુઆ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દ્વારકાધીશના આ મંદિરમાં ૬૦ સ્તંભની સાથે પાંચ માળનું મંદિર બનાવવામાં આવ્યું છે. દ્વારકાધીશ મંદિરના મુખ્ય દ્વારને મોક્ષ દ્વાર’ તરીકે ઓળખવામાં આવે છે જયારે દક્ષિણ દિશા તરફ આવેલ દ્વારને ‘સ્વર્ગ દ્વાર’ તરીકે ઓળખવામાં આવે છે.

image source

દ્વારકાધીશ મંદિર હિંદુ ધર્મમાં ઉલ્લેખ કરવામાં આવેલ ચારધામ યાત્રાનો મહત્વપૂર્ણ એક ધામ છે, જેના લીધે દ્વારકાધીશ મંદિરે દર્શનાર્થે દર વર્ષે લાખો ભક્તો આવે છે.

-અક્ષરધામ મંદિર, ગાંધીનગર:

image source

ગુજરાતના ગાંધીનગરમાં આવેલ અક્ષરધામ મંદિર ગુજરાતના મુખ્ય તીર્થ સ્થાનો માંથી એક છે. અહિયાં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવે છે. અક્ષરધામ મંદિર ભગવાન સ્વામિનારાયણને સમર્પિત કરવામાં આવ્યું છે, અક્ષરધામ મંદિરનું બાંધકામ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. આપને જાણીને નવાઈ લાગશે કે, અક્ષરધામ મંદિરનું બાંધકામ કરતા અંદાજીત ૧૩ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. અક્ષરધામ મંદિરના નિર્માણ કાર્યની શરુઆત તા. ૩૦ ઓક્ટોબર, ૧૯૯૨ના રોજ કરવામાં આવી હતી. આ મંદિર ૨૩ એકર જમીનમાં ફેલાયેલ છે. અક્ષરધામ મંદિરને બનાવવા માટે ૧ હજાર જેટલા કુશળ કારીગરોની મદદ લેવામાં આવી હતી અને અક્ષરધામ મંદિરને બનાવવામાં ઉપયોગ લેવામાં આવેલ પથ્થરને ખાસ રાજસ્થાનથી ૬ હજાર મેટ્રિક ટન ગુલાબી રંગના બલુઆ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

image source

આપને અક્ષરધામ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ સહિત હિંદુ ધર્મના દેવી-દેવતાઓની ૨૦૦ પ્રતિમાઓ પણ જોવા મળશે. ઉપરાંત અક્ષરધામ મંદિર પોતાની સુંદર પરંપરાગત સંરચના અને શિલ્પ કૌશલનું સૌથી પ્રસિદ્ધ ઉદાહરણો માંથી એક છે. અક્ષરધામ મંદિરમાં કરવામાં આવેલ નકશીકામ તેના સ્તંભોથી લઈને દીવાલો પરના શિલાલેખો સહિત તેની સુંદરતા અને મહત્વ માટે પ્રસિદ્ધ છે.

-દાંતા અંબાજી મંદિર:

image source

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જીલ્લામાં આવેલ ‘દાંતા અંબાજી મંદિર’ દુર્ગા માતાનું પ્રસિદ્ધ મંદિર છે. અંબાજી મંદિર ભારત દેશના પ્રાચીન મંદિરો માંથી એક મંદિર છે અંબાજી મંદિર અંદાજીત ૧૨૦૦ વર્ષ જુનું છે. અંબાજી મંદિરની ખાસિયત એ છે કે, આ મંદિરના નવીનીકરણનું કાર્યની શરુઆત વર્ષ ૧૯૭૫માં શરુ કરવામાં આવ્યું હતું જે આજ દિવસ સુધી ચાલી રહ્યું છે. ભવાની માતાના ૫૧ શક્તિપીઠો માંથી એક શક્તિપીઠ ગુજરાત રાજ્યમાં આવેલ અંબાજી મંદિર છે. જેની પર ભક્તોને અપાર શ્રદ્ધા ધરાવે છે.

image source

અંબાજી મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે, અહિયાં જયારે દેવી સતીના શરીરના ટુકડા થયા હતા ત્યારે દેવી સતીનું હ્રદય અહિયાં પડ્યું હતું આ વાતનો ઉલ્લેખ તંત્ર ચુડામાનીમાં કરવામાં આવ્યો છે. આપને જાણીને નવાઈ લાગશે કે, અંબાજી મંદિરના ગર્ભગૃહમાં કોઈ માતાની મૂર્તિ છે નહી પણ અહિયાં માતાના પવિત્ર ગણાતા શ્રીયંત્રની પૂજા કરવામાં આવે છે. અંબાજી મંદિર શક્તિના ઉપાસકો માટે ઘણું મહત્વપૂર્ણ સ્થાનો માંથી એક છે અહિયાં દર વર્ષે દેશ- વિદેશથી લાખો ભક્તો અંબાજી માતાના આશીર્વાદ લેવા માટે આવે છે.

-રુક્મિણી મંદિર, દ્વારકા:

image source

દ્વારકામાં આવેલ રુક્મિણી મંદિર ભગવાન શ્રીકૃષ્ણની પ્રથમ પત્ની દેવી રુક્મિણીને સમર્પિત કરવામાં આવ્યું છે. રુક્મિણી મંદિર ગુજરાતના મુખ્ય તીર્થ સ્થાનો માંથી એક તીર્થ સ્થાન છે. જો કે, રુક્મિણી મંદિર ઐતિહાસિક દ્રષ્ટીએ વિશાળ તો નથી તેમ છતાં રુક્મિણી મંદિર ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોમાં પોતાનું સ્થાન જાળવ્યું છે. રુક્મિણી મંદિરનું નિર્માણ કાર્ય અંદાજીત ૧૨મી સદી દરમિયાન કરવામાં આવ્યું હતું. રુક્મિણી મંદિર વાસ્તુ કલાનો અદ્દભુત નમુનો છે. આપને જાણીને નવાઈ લાગશે કે, દેશ અને દુનિયામાં જોવા મળતા તમામ શ્રીકૃષ્ણ ભગવાનના મંદિરમાં આપ શ્રીકૃષ્ણ ભગવાનને દેવી રાધા સાથે જોઈ શકશો પરંતુ રુક્મિણી મંદિર એક જ એવું મંદિર છે જ્યાં આપ ભગવાન શ્રીકૃષ્ણની સાથે દેવી રાધાને બદલે દેવી રુક્મિણી જોવા મળે છે.

-સૂર્ય મંદિર, મોઢેરા:

image source

મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો માંથી એક છે. મોઢેરામાં સૂર્ય મંદિર પુષ્પાવતી નદીના કિનારે બનાવવામાં આવ્યું છે. સૂર્ય મંદિરના નિર્માણ સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, સૂર્યોદય અને સુર્યાસ્ત સમયે સૂર્યના સીધા કિરણો મંદિરમાં સ્થાપિત સુર્યદેવની પ્રતિમા પર પડે. જેના લીધે આખું મંદિર જગમગી ઉઠે છે. મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ કાર્ય ૧૧મી સદી દરમિયાન સોલંકી વંશના રાજા ભીમદેવ દ્વારા કરાવવામાં આવ્યું હતું. મોઢેરાના સૂર્ય મંદિરને ત્રણ ભાગમાં વહેચવામાં આવ્યું છે જેમાં સૂર્ય કુંડ, સભા મંડપ અને ગુડા મંડપ સામેલ છે.

image source

મોઢેરાના સૂર્ય મંદિરને ભારતના પુરાતત્વીય વિભાગના સર્વેક્ષણ તરફથી સંરક્ષિત સ્મારક તરીકે સ્થાન મળ્યું છે. સૂર્ય મંદિરની દીવાલો પર હિંદુ ધર્મના દેવી- દેવતાઓની પ્રતિમા સહિત અન્ય આકૃત્તિઓને અને ઉત્કૃષ્ટ રીતે કોતરવામાં આવેલ સ્તંભોની મદદથી સજાવવામાં આવ્યું છે. મોઢેરાનું સૂર્ય મંદિર ભક્તો, મુસાફરો અને કલાપ્રેમી વ્યક્તિઓની પ્રથમ પસંદગી બની ગયું છે.

-કાલિકા માતા મંદિર ચાંપાનેર, પાવાગઢ:

image source

ચાંપાનેર- પાવાગઢમાં આવેલ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટની નજીકમાં આવેલ કાલી માતા મંદિર ગુજરાત રાજ્યમાં સૌથી વધારે જોવાલાયક મંદિરો માંથી એક મંદિર છે. ભારતમાં સ્થાપિત થયેલ ૫૧ શક્તિપીઠો માંથી એક કાલી માતાનું આ પર્વત પર આવેલ મંદિર હિંદુ ધર્મના દેવી કાળી માતાને સમર્પિત કરવામાં આવ્યું છે. એટલા માટે આ મંદિરને કાળી માતાના નામથી પ્રસિદ્ધ થયું છે. કાળી માતાના ભક્તો અને મુસાફરોને યાત્રા કરવા માટે ગુજરાતના પ્રખ્યાત મંદિરો માંથી એક મંદિર છે જ્યાં કાળી માતાના ભક્તો કાળી માતાના દર્શન કરવા માટે આવી શકે છે.

image source

કાળી માતાનું આ મંદિર જંગલોની વચ્ચે એક પર્વત પર આવેલ છે એટલા માટે કાળી માતાના મંદિર સુધી પહોચવા માટે દાદરા ચડીને યાત્રા પૂરી કરવાની હોય છે. આપ જેવા મંદિરમાં પ્રવેશ કરો, ત્યાં આપને સૌથી પહેલા ત્રણ મુખ્ય દેવતાઓના દર્શન કરી શકશો ત્યાર બાદ મધ્ય ભાગમાં કાળી માતાની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી છે.

-શ્રી શેત્રુંજય મંદિર, પાલીતાણા.:

image source

ગુજરાત રાજ્યમાં આવેલ પાલીતાણાના શેત્રુંજય પર આવેલ ‘શ્રી શેત્રુંજય મંદિર’ જૈન સમુદાયના સૌથી પવિત્ર સ્થળો માંથી એક સ્થળ છે. ‘શ્રી શેત્રુંજય મંદિર’ ગુજરાત રાજ્યના મુખ્ય ધાર્મિક સ્થાનમાં પણ સામેલ છે. ‘શ્રી શેત્રુંજય મંદિર’ અંદાજીત ૮૬૩ પથ્થરોથી બનાવવામાં આવેલ આ મંદિરને ભગવાન ઋષભ દેવને સમર્પિત કરવામાં આવ્યું છે.

જૈન સમાજના વ્યક્તિઓ માટે ‘શ્રી શેત્રુંજય મંદિર’ ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે, આ મંદિરને ભગવાનનું ઘર માનવામાં આવે છે. ‘શ્રી શેત્રુંજય મંદિર’ વિષે જૈન અનુયાયીઓનું એવું માનવું છે કે, ‘શ્રી શેત્રુંજય મંદિર’માં આવેલ આ મંદિરોમાં જવાથી તેમને નિર્વાણ કે પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એના કારણે જૈન ભક્તોની સાથે સાથે તમામ ધર્મોના ભક્તો પણ અહિયાં દર્શન કરવા માટે આવે છે.

-જામા મસ્જિદ, અમદાવાદ.:

image source

અમદાવાદમાં પ્રસિદ્ધ ‘જામા મસ્જિદ આવેલ છે જે મુસ્લિમ ધર્મના લોકો માટે ગુજરાત રાજ્યમાં આવેલ ધાર્મિક સ્થાનો માંથી એક છે. અમદાવાદની ‘જામા મસ્જિદ’ ભારત દેશની સૌથી મોટી મસ્જિદો માંથી એક મસ્જિદ છે જેનું નિર્માણ સમ્રાટ સુલતાન અહમદ શાહે પોતાના શાસનકાળ દરમિયાન વર્ષ ૧૪૨૪માં કરવામાં આવ્યું હતું. મુસ્લિમ ધર્મનું પાલન કરતા લોકો માટે જામા મસ્જિદ શ્રદ્ધાનું તીર્થ હોવાની સાથે સાથે જામા મસ્જિદમાં અહમદ શાહ, અહમદ શાહના દીકરા અને તેમના પૌત્રની કબરોને પણ બનાવવામાં આવી છે. જામા મસ્જિદના નિર્માણમાં આપને હિંદુ અને મુસ્લિમ વાસ્તુકલા શૈલીનું અદ્દભુત મિશ્રણ જોવા મળી જાય છે, જેના કારણે જામા મસ્જિદને જોવા માટે મુસ્લિમ યાત્રાળુઓની સાથે જ ઘણી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ અહિયાં આવે છે.

image source

જામા મસ્જિદને જોવા આવતા વ્યક્તિઓ ક્યાં ધર્મના છે તે વાતથી કોઈ ફરક પડતો નથી. પરંતુ જો આપ ગુજરાત રાજ્યમાં આવેલ પ્રસિદ્ધ તીર્થ સ્થાનોની યાત્રા કરવા ઈચ્છો છોટો આપે જામા મસ્જિદની મુલાકાત જરૂરથી લેવી જોઈએ, કેમ કે, જામા મસ્જિદ એક એવું મુસ્લિમ સ્થળ છે જ્યાં તમામ ધર્મના લોકોને પ્રવેશ કરવાની સ્વતંત્રતા છે.

-ભડકેશ્વર મહાદેવ મંદિર, દ્વારકા:

મહાદેવને સમર્પિત આ મંદિરને ‘ભડકેશ્વર મહાદેવ મંદિર’ ગુજરાત રાજ્યમાં આવેલ પ્રાચીન મંદિરો માંથી એક મંદિર છે, ‘ભડકેશ્વર મહાદેવ મંદિર’અંદાજીત ૫ હજાર વર્ષ જેટલું જુનું છે, ‘ભડકેશ્વર મહાદેવ મંદિર’ અરબ સાગરમાં મળી આવેલ એક સ્વયંભૂ શિવલિંગની ચારે તરફ બનાવવામાં આવ્યું હતું. ‘ભડકેશ્વર મહાદેવ મંદિર’ દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન દરિયાની અંદર ગરકાવ થઈ જાય છે. એના વિષે એવું કહેવામાં આવે છે કે, અહિયાં સમુદ્ર શિવલિંગનો અભિષેક કરે છે. ‘ભડકેશ્વર મહાદેવ મંદિર’માં થતી આ અસાધારણ ઘટનાના લીધે ભડકેશ્વર મહાદેવ મંદિરને આખા દેશમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે.

image source

સામાન્ય રીતે રોજ ‘ભડકેશ્વર મહાદેવ મંદિર’માં ભક્તોની ઘણી ભીડ જોવા મળે છે. પરંતુ જો આપ શિવરાત્રિના દિવસે ‘ભડકેશ્વર મહાદેવ મંદિર’માં દર્શન કરવા માટે અહિયાં આવો છો તો આપને અહિયાં શિવરાત્રિના અવસરની ભવ્યતા અને આનંદ- ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે, અહિયાં દેશના અલગ અલગ ખૂણેથઈ ભક્તો અહિયાં દર્શન કરવા માટે આવે છે.

-સાંદીપની મંદિર, પોરબંદર:

image source

‘સાંદીપની મંદિર’ ગુજરાત રાજ્યના પોરબંદર શહેરમાં આવેલ છે જ્યાં સુદામા અને શ્રીકૃષ્ણની પવિત્ર મિત્રતાને સમર્પિત કરવામાં આવ્યું છે. આ મંદિર દેશમાં ‘શ્રી હરિ મંદિર’ના નામથી જાણવામાં આવે છે. ‘શ્રી હરિ મંદિર’ દુનિયાની એવી કેટલીક જગ્યાઓ માંથી એક છે જ્યાં આજે પણ સુદામાની નિષ્ઠા અને ભક્તિને જાળવી રાખે છે. ‘શ્રી હરિ મંદિર’નું નિર્માણ વર્ષ ૧૯૦૨ અને વર્ષ ૧૯૦૭ દરમિયાન જેઠવા રાજવંશના શ્રી રામ દેવજી જેઠવા દ્વારા કરાવવામાં આવ્યું હતું. ‘શ્રી હરિ મંદિર’ના નિર્માણ કાર્યને પૂર્ણ થવામાં અંદાજીત ૧૩ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. જો આપ તીર્થ ધામોની યાત્રા કરવા ઈચ્છો છો તો આપે ગુજરાતના પ્રસિદ્ધ તીર્થ સ્થાન ‘શ્રી હરિ મંદિર’ જે પોરબંદરમાં આવેલ છે ત્યાં જરૂરથી જવું જોઈએ.

-સૂર્ય મંદિર, બોરસદ:

image source

સૂર્ય મંદિર ગુજરાત રાજ્યના બોરસદ શહેરમાં આવેલ છે, બોરસદનું સૂર્ય મંદિર મૂળરૂપે સૂર્ય દેવને સમર્પિત કરવામાં આવ્યું છે. બોરસદનું સૂર્ય મંદિર ભારતમાં સ્થાપિત સૂર્ય મંદિરો માંથી સૌથી પ્રતિષ્ઠિત સૂર્ય મંદિર માંથી એક મંદિર છે. આ સૂર્ય મંદિર વિષે લોકોનું એવું માનવું છે કે, બોરસદના સૂર્ય મંદિરમાં આવીને દર્શન કરવાથી ભક્તોના મોટામાં મોટા રોગો તેમના શરીર માંથી દુર થઈ જાય છે એટલા માટે વિશ્વભરના લોકો અને ભક્તો આ સૂર્ય મંદિરમાં ઘણા ઉત્સાહથી દર્શન કરવા આવે છે અને પોતાના જીવનમાં સુખ- સમૃદ્ધિ અને પરિવાર માટે સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરે છે. જો કે, બોરસદના સૂર્ય મંદિરનો ઈતિહાસ ઘણો અસ્પષ્ટ છે જેમાં જણાવ્યા મુજબ, બોરસદનું સૂર્ય મંદિર ભગવાન સૂર્ય દેવના કહેવાથી બનાવવામાં આવ્યું છે.

-શામળાજી મંદિર, અરાવલી:

અરાવલીમાં આવેલ શામળાજી મંદિર ગુજરાતના પવિત્ર તીર્થ સ્થાનો માંથી એક સ્થાન છે. શામળાજી મંદિર ગુજરાત રાજ્યમાં આવેલ હિંદુ ધર્મના ભક્તો માટે ખુબ જ પ્રસિદ્ધ તીર્થ સ્થાન છે. એવું કહેવામાં આવે છે કે, શામળાજી મંદિરનું નિર્માણ ૧૧મી સદીની આસપાસ કરવામાં આવ્યું હતું, શામળાજી મંદિરનું પુનઃનિર્માણ અંદાજીત ૫૦૦ વર્ષ પહેલા ચાલુક્ય શૈલીમાં નિર્માણ કરવામાં આવ્યું છે એટલા માટે શામળાજી મંદિર શામળાજીના ભક્તોની સાથે સાથે કલાપ્રેમીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

image source

અરાવલી જીલ્લામાં આવેલ મેશવો નદીના ઉત્તર- પૂર્વમાં આવેલ વૃક્ષોની કુદરતી સુંદરતાની વચ્ચે આવેલ શામળાજી મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે, શામળાજી મંદિરમાં શ્યામ વર્ણના ગદાધારી શામળાજીની ચતુર્ભુજ ધરાવતી પાંચ ફૂટની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. શામળાજી મંદિરની યાત્રા કરનાર ભક્તોના મત મુજબ, શામળાજીની યાત્રા અને ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવાથી સુખદ આધ્યાત્મિક અનુભવ પ્રાપ્ત થાય છે. જેથી ગુજરાત રાજ્યના અલગ અલગ ખૂણેથી મોટી સંખ્યામાં ભક્તો શામળાજી મંદિરમાં ભગવાન શામળાજીના દર્શન કરવા આવે છે.

-બાલા હનુમાન મંદિર, જામનગર:

ગુજરાતના જામનગર શહેરમાં આવેલ રણમલ તળાવના દક્ષિણ- પૂર્વ કિનારે આવેલ મંદિરને ભગવાન હનુમાનને સમર્પિત કરવામાં આવ્યું છે. બાલા હનુમાનના આ મંદિરમાં ભગવાન હનુમાનજીની સાથે ભગવાન રામ, ભગવાન લક્ષ્મણ અને દેવી સીતાજીની પ્રતિમાઓને સ્થાપિત કરવામાં આવી છે. તા. ૧ ઓગસ્ટ, ૧૯૬૪ના રોજ બાલા હનુમાન મંદિરમાં કરવામાં આવતી રામધુન મંત્ર ‘શ્રી રામ, જય રામ, જય જય રામ’ મંત્રનું સતત ઉચ્ચારણ થવાના કારણે બાલા હનુમાન મંદિરનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધવામાં આવ્યું છે.

image source

આપને જણાવીએ કે, બાલા હનુમાન મંદિરમાં સાંજના સમયે કરવામાં આવતી આરતી દિવસની સૌથી વધારે રાહ જોવા મળતી ઘટના છે બાલા હનુમાનની સાંજના સમયની આરતીમાં સામેલ થવા માટે મોટાભાગના ભક્તો હાજર રહેવાનો પ્રયાસ કરે છે. જો આપ ગુજરાતના પ્રસિદ્ધ ધાર્મિક સ્થાનોની મુલાકાત કરવાનું વિચારી રહ્યા છો તો આપે બાલા હનુમાન મંદિર, જામનગર જરૂરથી જવું જોઈએ અને સાંજના સમયે થતી આરતીમાં હાજર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.

-કીર્તિ મંદિર, પોરબંદર:

ગુજરાત રાજ્યના પોરબંદરમાં આવેલ કીર્તિ મંદિર હિંદુ ધર્મના કોઈ દેવી- દેવતાને સમર્પિત કરવામાં આવ્યું નથી. શું આપ જાણો છો કે, કીર્તિ મંદિર કોની યાદમાં બનાવવામાં આવ્યું છે. આપને જણાવીએ કે, પોરબંદરનું કીર્તિ મંદિર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને તેમના પત્ની કસ્તુરબાની યાદમાં બનાવવામાં આવ્યું છે. કીર્તિ મંદિરનું નિર્માણ ભારતને સ્વતંત્રતા મળે તેની પહેલા વર્ષ ૧૯૪૪માં કરવામાં આવ્યું હતું.

image source

પોરબંદરનું કીર્તિ મંદિર કોઈપણ ધર્મના દેવી- દેવતાઓને સમર્પિત ના હોવા છતાં પણ કીર્તિ મંદિર ગુજરાત રાજ્યના પ્રસિદ્ધ મંદિર તરીકે માન્યતા પ્રાપ્ત કરી લીધી છે. અહિયાં દર વર્ષે હજારો મુસાફરો કીર્તિ મંદિરમાં આવેલ છે અને અહિયાં મહાત્મા ગાંધી એટલે કે, મોહનદાસ કરમચંદ ગાંધી અને તેમના પત્ની કસ્તુરબાના સમ્માનમાં અને મહાત્મા ગાંધી સાથે સંબંધિત ઈતિહાસ વિષે વધારે જાણવા માટે આવે છે. પોરબંદરમાં કીર્તિ મંદિરની બાજુમાં જ મહાત્મા ગાંધીનું પૈતૃક ઘર આવેલ અને અહિયાં મુસાફરો મંદિર માંથી નીકળીને સીધા જ મહાત્મા ગાંધીના પૈતૃક ઘરમાં પ્રવેશ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ