આ અભિનેત્રીઓએ એવા કપડા પહેર્યા કે જાહેરમાં જ પતિની લેવી પડી આ રીતે મદદ, જોઇ લો તસવીરોમાં

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક સુપરસ્ટાર્સ એવા છે જેમણે પોતાના અભિનય કલાની મદદથી દર્શકોનું દિલ જીતી લીધું છે. કેટલીક વાર આ સુપરસ્ટાર્સ પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફના લીધે પણ ચર્ચામાં આવી જાય છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એવા કેટલાક કપલ્સ છે જેઓ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. આજે અમે આપને જણાવીશું બોલીવુડ ઇન્ડસ્ટ્રીના એવા કપલ્સ વિષે જેમને કોઈ પાર્ટી કે પછી ઇવેન્ટ દરમિયાન સ્પોટ કરવામાં આવ્યા હોય તારે એમની ફોટોસમાં કઈક ખુબ જ ખાસ જોવા મળે છે જેના લીધે તેઓ ચર્ચામાં આવી જાય છે.

-રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ:

image source

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની ગ્લેમરસ અને ખુબસુરત અભિનેત્રી દીપિકા પાદુકોણ મુંબઈમાં યોજવામાં આવેલ આઈફા એવોર્ડ સેરેમનીમાં ડિઝાઈનર ગૌરવ ગુપ્તા દ્વારા ડીઝાઈન કરવામાં આવેલ પર્પલ ગાઉન પહેરેલ જોવા મળ્યા હતા. આ સેરેમની દરમિયાન અભિનેતા રણવીર સિંહ દીપિકા પાદુકોણની પાછળ તેમનું ગાઉન સંભાળીને ચાલતા જોવા મળ્યા હતા. આઈફા એવોર્ડ સેરેમની દરમિયાન રણવીર સિંહને દીપિકા પાદુકોણની પાછળ આવી રીતે ચાલતા જોઇને લોકોએ પોતાની પ્રતિક્રિયા આપવાની શરુ કરી દીધી હતી.

-નિક જોનાસ અને પ્રિયંકા ચોપરા:

image source

આ યાદીમાં અમેરિકન સિંગર નિક જોનાસ પણ સામેલ છે. નિક જોનાસને કેટલીક પબ્લિક પ્લેસમાં પ્રિયંકા ચોપરાને સંબંધિત બાબતોનું હંમેશા ધ્યાન રાખતા જોવા મળ્યા છે જયારે કેટલીક વાર તો નિક જોનાસ પ્રિયંકા ચોપરાના ડ્રેસને સંભાળતા અને તેને ઠીક કરતા જોવા મળી જાય છે.

-શાહિદ કપૂર અને મીરા રાજપૂત:

image source

બોલીવુડના પ્રસિદ્ધ અભિનેતા શાહિદ કપૂર ઘણા સમયથી હિંદી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. અભિનેતા શાહિદ કપૂર પોતાની ફિલ્મોમાં અભિનયની સાથે સાથે પર્સનલ લાઈફના લીધે પણ ચર્ચામાં રહેતા હોય છે. અભિનેતા શાહિદ કપૂરના લગ્ન મીરા રાજપૂતની સાથે વર્ષ ૨૦૧૫માં થયા હતા. શાહિદ કપૂરને ઘણીવાર પબ્લિક પ્લેસ કે પછી ઈવેન્ટ દરમિયાન પત્ની મીરાનો ડ્રેસ સંભાળતા સ્પોટ કરવામાં આવ્યા છે.

-શાહરૂખ ખાન અને ગૌરી ખાન:

image source

જ્યાં પત્નીને સાચવવાની કે પછી તેની કોઈ વસ્તુને સાચવવાની વાત આવે તો બોલીવુડના કિંગખાન કેવી રીતે પાછળ રહી શકે છે. આ યાદીમાં રોમાંસ કિંગ શાહરૂખ ખાનનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. શાહરૂખ ખાન ફક્ત ફિલ્મો માટે જ રોમાંસ કિંગ તરીકે જોવા મળે છે એવું નથી પણ શાહરૂખ ખાન પોતાના અંગત જીવનમાં પણ આ ટાઈટલના અધિકારી છે. શાહરૂખ ખાનને કેટલીક વાર પબ્લિક પ્લેસમાં પત્ની ગૌરી ખાન અને તેમના ડ્રેસને સંભાળતા જોવા મળ્યા છે.

-અંગદ બેદી અને નેહા ધૂપિયા:

image source

બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયાના પતિ અંગદ બેદી નેહાનું ખુબ જ ધ્યાન રાખે છે. અંગદ બેદી ઘણીવાર કોઈ પાર્ટી કે પછી ઈવેન્ટ દરમિયાન નેહા ધૂપિયાના હેવી ડ્રેસીસને સંભાળવામાં મદદ કરતા જોવા મળે છે. એકવાર નેહા ધૂપિયા અને અંગદ બેદી બંને એક પાર્ટીમાં પહોચે છે તે સમયે નેહા ધૂપિયા પોતાના ડ્રેસને લઈને મુશ્કેલી અનુભવી રહી હતી તે સમયે જ તેમના પતિ અંગદ બેદીએ નેહાની મદદ કરતા તેમના ડ્રેસને અને પલ્લુને સંભાળતા જોવા મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ