ગોંડલના આં દંપતીનો પ્રેમ એટલે કહેવું પડે, સાથે જીવ્યા અને સાથે જ થયું મોત

અમુક કિસ્સા જબરા જોગાનુજોગ બનતા હોય છે. કેટલાક દિવસો પહેલાંની જ વાત છે કે ગુજરાતના બે નામી કલાકારો મહેશ અને નરેશની જોડીએ અલવિદા કહ્યું હતું. તેઓ આજીવન એક ગીત ગાતા રહ્યાં કે સાથે જીવશું સાથે મરશું અને સાચે જ માત્ર 48 કલાકનાં જ અંતરે બન્ને ભાઈનું મોત થયું હતું. ત્યારે હવે ફરી એકવાર આવો જ કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે સપ્તપદીના ફેરા વખતે યુગલ એકબીજાને જીવનની દરેક ક્ષણે એકબીજાને સાથે રહેવાનો કોલ આપે છે. અને હાલમાં એક પતિ પત્ની કે જેઓ 53-53 વર્ષથી સાથે છે અને દરેક સુખ દુ:ખમાં એકબીજાની સાથે રહેનારા એવા ગોંડલના વયોવૃદ્ધ દંપતીએ પણ એક સાથે જ દુનિયામાંથી વિદાય લીધી હતી.

image soucre

વિગવે વાત કરીએ તો આ બન્નેને કોરોનાની બીમારી લાગી હતી અને બંનેએ અનંતની વાટ પણ સાથે પકડી હતી. ગોંડલના સ્ટેશન પ્લોટમાં રહેતા અને એમ.બી.કોલેજમાં લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતા મનીષભાઇ બૂચના પરિવારના છ સભ્ય કોરોનાગ્રસ્ત થયા હતા. એક સાથે પરિવારના છ સભ્ય કોરોનાની ઝપેટે આવવાથી દરેકમાં ચિંતાના વાદળો હતા. જો કે સારી વાત એ હતી કે કોઇને ખાસ તકલીફ નહોતી. માટે હોસ્પિટલના બદલે તમામ લોકોએ હોમ ક્વોરન્ટાઇન થઇને જ સારવાર કરી હતી.

image source

મળતી માહિતી વિગતો મુજબ ગોંડલના સ્ટેશન પ્લોટમાં રહેતાં- અને એમ.બી.કોલેજમાં લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતાં મનીષભાઈ બુચનાં પિતા જ્યોતિષભાઇ અને માતા દેવયાની બહેન કોરોના પોઝિટિવ આવતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. કોરોનાની સારવાર દરમિયાન આજે વહેલી સવારે સારવાર કારગત ન નીવડતા જ્યોતિષભાઇએ દમ તોડ્યો હતો. પતિની વિદાય બાદ પત્ની દેવીયાનીબેને પણ માત્ર વીસ મિનિટનાં અંતરે અનંતની વાટ પકડી પતિને સાથ આપતાં વિદાય લીધી હતી.

image source

મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો ગત તા.25ના મનીષભાઇના 80 વર્ષના માતા દેવ્યાનીબેન બૂચનું ઓક્સિજન લેવલ નીચું જતું રહેતા તેમને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો, દેવ્યાનીબેનના પતિ જ્યોતિષચંદ્ર બૂચ કે જેઓ 81 વર્ષના હતા તે પણ કોરોનાગ્રસ્ત હતા, અને તેમની ઉંમરને ધ્યાને લઇ પતિ-પત્ની બંનેને રાજકોટની સરકારી કોવિડ હોસ્પિટલમાં તા.25ના રાત્રીના દાખલ કરવામાં આવ્યા હતા. વયોવૃદ્ધ દંપતીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, ગત રવિવારે જ્યોતિષચંદ્રનું પણ ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. કોરોના સામે વયોવૃદ્ધ દંપતી જંગ લડી રહ્યું હતું.

image source

આ જંગમા આખરે હાર થઈ અને તા.12ને શુક્રવારે સવારે 6.15 વાગ્યે જ્યોતિષચંદ્રએ અંતિમ શ્વાસ લીધા હતા. તે સમયે સામે દેવ્યાનીબેન પણ વેન્ટિલેટર પર હતા, તેમને પતિના મૃત્યુ અંગે તબીબો દ્વારા જાણ કરવામાં નહોતી આવી, પરંતુ જ્યોતિષચંદ્રના મૃત્યુની 35મી મિનિટે જ એટલે કે સવારે 6.50 વાગ્યે દેવ્યાનીબેહને પણ આ દુનિયાને અલવિદા કહી દીધું અને પરિવારમાં સોપો પડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, જ્યોતિષભાઇ ખાવા-પીવામાં ખુબ જ પરેજી રાખતા હતાં. પતિ-પત્ની ખુબજ તંદુરસ્ત હતાં. પરિવાર અનુસાર થોડાં દિવસ પહેલાં લગ્ન પ્રસંગમાં ગયા બાદ જ્યોતિષભાઇ અને દેવીયાનીબેન કોરોના પોઝિટિવ બન્યાં હતાં. કાળ બનેલાં કોરોનાએ પતિ પત્નીનો ભોગ લીધો હતો.

image source

હાલમાં ગુજરાતમાં કોરોનાની વાત કરીએ તો ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1204 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,26,508એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 12 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4160એ પહોંચ્યો છે. જ્યારે 1338 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જો કે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 92.21 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 60,423 ટેસ્ટ કરવામાં આવ્યા હતા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ