Shocking: ખુબ જ વિચિત્ર બીમારીનો સામનો કરી રહી છે આ છોકરી, પાણી પણ લઈ શકે છે જીવ

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈને પાણીથી જોખમ હોય, અને તે પણ એ રીતે કે તેનો જીવ જોખમમાં મુકાઈ જાય? યુનાઇટેડ સ્ટેટ્સની એક 12 વર્ષીય યુવતીને એક વિચિત્ર રોગ છે જેનાથી તેને પાણીથી ખતરો છે.

આંસુ અને પરસેવાથી પણ છે ખતરો

image source

એક વર્ષ પહેલાં, તે જાણવા મળ્યું હતું કે ડેનિયલ એક્વાજેનિક અર્ટિકેરિયા નામની દુર્લભ બીમારીથી પીડિત છે. આ એક એવો રોગ છે જેમાં શરીર પર પાણી પડવાથી શરીરમાં બળતરા થવા લાગે છે અને અંગો લાલ થઈ જાય છે, જેના કારણે એ ભાગમાં ફોલ્લીઓ થઈ જાય છે. આ બીમારીના કારણે ડેનિયલને એનાફાયલેક્ટિટક શોક પણ લાગી શકે છે, આ શરીરની એ સ્થિતિ છે જેમાં એલર્જી બહુ વધી જાય છે.

સમગ્ર વિશ્વમાં આ રોગના 100 થી ઓછા કેસ

image source

આ બીમારીના સમગ્ર વિશ્વમાં આ રોગના 100 થી ઓછા કેસ છે. આ એવો જીવલેણ રોગ છે કે આંસુઓ અને પરસેવાથી પણ વ્યક્તિને ફોલ્લીઓ થવાનું જોખમ રહેલું છે. આ રોગને કારણે ડેનિયલને એનાફિલેક્ટિક આંચકો પણ થઈ શકે છે. શરીરની આ સ્થિતિ છે જ્યારે એલર્જી ખૂબ વધી જાય છે, જે વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે.

બીમારીના કારણે સ્વિંમિંગ છોડવી પડી

image source

ડેનિયલની માતા કહે છે કે ડેનિયલ માટે આ એલર્જી સામે લડવું ખૂબ મુશ્કેલ છે. તેને ખૂબ જ પીડા સહન કરવી પડે છે અને આ જ કારણે ડેનિયલને પોતાનો શોખ સ્વીમિંગ છોડી દેવો પડ્યો. તેમણે કહ્યું કે ડેનિયલને બોટલનું પાણી, નળનું પાણી, મીઠાના પાણીની પણ એલર્જી છે. ડેનિયલની માતાએ જણાવ્યું કે તે માંદગીના કારણે નહાવાથી પણ ડરે છે. આ એલર્જીથી બચવા માટે, ડેનિયલ દરરોજ એન્ટિ હિસ્ટામાઇનનો ડોઝ લે છે, અને તેને નહાતી વખતે ખૂબ કાળજી લેવી પડે છે.

આ યુવતીને છે વાળ ખાવાની આદત

image source

બિહારના સારણ જિલ્લાની ગરખાની રહેવાસી 18 વર્ષની યુવતીને પેટમાં અસહ્ય દુખાવો થતો હતો. એક મહિનાથી તેના પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. ત્યાર બાદ એન્ડોસ્કોપી અને સીટી સ્કેનથી તપાસ કરવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે યુવતીના પેટમાં તથા આંતરડાંમાં વાળ જમા થયેલા હતા.

image source

ડૉક્ટરોએ નક્કી કર્યું કે વાળના ગુચ્છાને કાઢવા માટે ઓપરેશન કરવું પડશે. જાણવા મળ્યું કે યુવતીને લાંબા સમયથી વાળ અને કોથળાની દોરી ખાવાની આદત છે. ઓપરેશન કરીને જ્યારે વાળનો ગુચ્છો કાઢવામાં આવ્યો તો ડૉક્ટરો પણ ચોંકી ગયા હતા. ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે, 10 લાખમાંથી એક દર્દીમાં આ બીમારી જોવા મળે છે. આ બીમારીને રિપુંજલ સિંડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. મેડિકલ ભાષામાં તેને ટ્રાયકોબોઝર (પેટમાં વાળનો ગુચ્છો) તરીકે ઓળખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ