ગોલ્ડ લોન લેતાં પહેલા એકવાર ખાસ વાંચી લો આ માહિતી, હવેથી રકમ અને નિયમોમાં કરાયાં મોટા ફેરફારો

કહેવામાં આવે છે કે સોનું એ ખરાબ સમયનું સાથી છે. મોટાભાગના લોકો તેને ફક્ત કપરા સમયમાં ઉપયોગ લેવા માટે સાચવે છે. આ જ કારણ છે કે કોરોના મહામારી દરમિયાન પણ જ્યારે શેરબજાર ઘેરાયેલું હતું અને બીજી તરફ અર્થતંત્ર તૂટી ગયું હતું ત્યારે સોનું પોતે જ નવા પરિણામો સાથે ઉભરી રહ્યું હતું. મોટે ભાગે લોકો પૈસાની જરૂરિયાત સમયે સોનું વેચીને આર્થિક સંકટનો સામનો કરે છે. જો કે હાલમાં તો આર્થિક જરૂરિયાત પુરી કરવા માટે તમારી પાસે બીજો એક સારો વિકલ્પ પણ ઉપલબ્ધ છે અને તે છે ગોલ્ડ લોન.

image source

ગોલ્ડ લોન સરળ શરતો અને ઓછા વ્યાજ દર પર ઉપલબ્ધ છે. બેંકો 7% ના વ્યાજ દરે ગોલ્ડ લોન આપી રહી છે. જો કે સોનાની લોન લેતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે અહીં તમને જણાવામાં આવી છે. મળતી માહિતી મુજબ તમે સોનાના મૂલ્યના 90% જેટલી લોન લઈ શકો છો. આ વિશે વિગતે વાત કરીએ તો 1 લાખ રૂપિયાનાં સોના સામે તમે ઓછામાં ઓછી 90 હજાર રૂપિયાની લોન મેળવી શકો છો. જાણવા મળ્યું છે કે આરબીઆઈએ તાજેતરમાં જ આ મર્યાદા વધારીને 90 હજાર રૂપિયા કરી છે. અગાઉ આ મર્યાદા 75 હજાર રૂપિયા હતી.

image source

સોનાની લોનમાં તમે ઓછામાં ઓછી 10 હજાર રૂપિયા લોન લઈ શકો છો. અલગ અલગ બેંક દ્વારા સોના પર અપાતી લોન વિશે વાત કરીએ તો એસબીઆઈ 20 લાખ રૂપિયા સુધીની લોન આપે છે તો બીજી તરફ મુથૂટ ફાઇનાન્સ જેવી કંપનીઓ પણ 1500 રૂપિયાની લોન પણ આપે છે. મુથૂટ જેવી કંપનીઓ ફક્ત ગોલ્ડ લોન આપે છે તેથી તેમની કોઈ મહત્તમ મર્યાદા હોતી નથી. મળતી માહિતી મુજબ આ ગોલ્ડ લોન 2-3 વર્ષ માટે લઈ શકાય છે. જો કે તે બેંક અને એનબીએફસી પર નિર્ભર છે કે તેઓ તમને કેટલા વર્ષોથી લોન આપી શકાય છે. એચડીએફસી બેંક 3 મહિનાથી 2 વર્ષ સુધીની ગોલ્ડ લોન આપે છે તો એસબીઆઈ 3 વર્ષ સુધીની અવધિ માટે ગોલ્ડ લોન આપે છે. મુથૂટ અને માનપુરમ ગોલ્ડ પણ લાંબા ગાળા માટે ગોલ્ડ લોન આપે છે.

image source

આ સાથે વાત કરીએ ડોક્યુમેન્ટ વિશેની તો તમારે કોઈ બેંક પાસેથી સોનાની લોન લેવાની છે કે કોઈ કંપની પાસેથી તમારે લોન માટે પેનકાર્ડ, આધારકાર્ડ, બીલ વગેરે આપવાનું રહેશે.ગોલ્ડ લોનએ સુરક્ષિત લોન છે. તેથી તેમાં ક્રેડિટ સ્કોરની કોઈ ભૂમિકા નથી. કોઈ પણ કંપની અથવા બેંક તમારા ક્રેડિટ સ્કોર વિશે માહિતી લેતી નથી. સોના પર લેવામાં આવેલી લોનની રકમ પરત કરવા માટેના ઘણા વિકલ્પો છે. બેંકો અને કંપનીઓ જરૂરિયાત મુજબ લોનની રકમ પરત કરવાની મંજૂરી આપે છે. ઇએમઆઈ, વ્યાજની ચુકવણી જેવા વિકલ્પોથી લોન ચૂકવી શકાય છે.

image source

આ ઉપરાંત છૂટક હપ્તાં દ્વારા પણ લોનની રકમ ચૂકવણી પણ કરી શકાય છે. તેને બુલેટ રિપેમેન્ટ કહેવામાં આવે છે અને બેન્કો માસિક ધોરણે વ્યાજ લે છે. જો તમે લોન અથવા ડિફોલ્ટને ચુકવશો નહીં તો કંપનીને તમારા સોનાનું વેચાણ કરીને તમારા નાણાંની વસૂલાત કરવાનો અધિકાર છે. તે જ સમયે જો તમારી લોનની અવધિ હજી બાકી છે અને સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તો પછી કંપની સોનું ગીરવે મૂકવાનું કહી શકે છે. તેથી સોનાની લોન લાંબા સમય સુધી લેવી જોઈએ નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!