આ રીતે ઘરે તૈયાર કરો ગોલ્ડ ફેશિયલ, નહિં જવું પડે પાર્લરમાં અને ફેસ પર આવશે જોરદાર ગ્લો

મિત્રો, દરેક વ્યક્તિ સામાન્ય રીતે હળદરનો ઉપયોગ કરતો હોય છે. તે દરેકના રસોડામા સરળતાથી મળી રહે છે. તેનાથી અનેક લાભ મળી શકે છે. તે આપણા આરોગ્ય માટે ખૂબ ગુણકારી હોય છે. તેનો ઉપયોગ કરી આપણી સુંદરતામાં પણ વધારો કરી શકીએ છીએ. તે આપણી ત્વચા માટે ખૂબ લાભદાયી છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે સુંદર દેખાય તેવામાં જો આનો ઉપયોગ કરવામાં આવે તો તેની ઈચ્છા પૂરી થઇ શકે છે.

image source

આ આપણને અનેક રીતે લાભદાયી છે તે શરીરની અંદર અને બહાર બંને રીતે ઉપયોગી છે. આનો લેપ બનાવીને લાગવાથી ત્વચાને અનેક ફાયદા થઈ શકે છે. તેનાથી ત્વચાને લગતી બધી સમસ્યા દૂર થશે. આનાથી ત્વચા ચમકીલી બને છે. લગ્નપ્રસંગમાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે ત્વચાને સુંદર બનાવવા માટે આપણને તેનાથી ઘણા ફાયદા થઈ શકે છે.

image source

આપણને કોઈ જગ્યાએ ઘા હોય અથવા વાગ્યું હોય તો ત્યાં પણ આ ખૂબ ઉપયોગી છે સોજો આવી ગયો હોય ત્યારે તેના પર આને ગરમ કરીને લગાવવાથી તેમાં ઘણી રાહત મળે છે. આ સિવાય કોઈ બીમારી હોય અથવા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે આને દૂધમાં નાખીને પણ પી શકીએ છીએ. તેનાથી આપણે પેટને લગતી અને બીજી ઘણી બીમારીથી બચી શકીએ છે. તે નો ઉપયોગ કરવાથી આપણે સૌંદર્ય પ્રસાધન અને આયુર્વેદિક દવા ની જગ્યાએ કામ કરે છે.

image source

આનો ઉપયોગ એન્ટી સેપ્ટિક તરીકે પણ કરવામાં આવે છે. તેનાથી ખૂબ ફાયદો થાય છે. તેનાથી આપણને કોઈ જગ્યાએ ઇન્ફેકસન લાગતું નથી.. આની આપણને કોઈ આડઅસર પણ થશે નહીં. ત્વચાનો નિખાર ધીમે ધીમે જતો હોય અને ત્વચા કાળી પાડવા લાગે ત્યારે આનો લેપ બનાવી તેને ત્વચા પર લગાવવાથી ત્વચાનો નિખાર ફરીથી આવી જાશે અને ત્વચા ચમકવા લાગશે. આની મદદથી તમે ઘરે ગોલ્ડ ફેશિયલ જેવો નિખાર મેળવી શકો છો. તમારે તેના માટે ઘરે એક ગોલ્ડ ફેશિયલ બનાવવું જોઈએ.

image source

તેના માટે સૌથી પહેલા તમારે બે ચમચી દૂધ લેવું અને તેમાં થોડી હળદર ભેળવવી તે પછી રૂ અથવા કોટનની મદદથી તેને તેમાં બોડીને તેને ત્વચા પર સારી રીતે લગાવો. તેનાથી ત્વચાને સાફ કરવામાં ખૂબ મદદ મળશે. તે પછી તમારે ત્વચા માં રહેલી ગંદકી સાફ કરવા માટે એક સ્ક્રબ કરવું પડશે.

image source

તેના માટે તમારે સૌ પ્રથમ એક ચમચી સોજી, હળદર, મધ અને થોડું દૂધ લેવો અને આ બધી વસ્તુને સારી રીતે ભેળવીને તેનો ઉપયોગ કરવો તેના માટે તેને ત્વચા પર મસાજ કરવું. આમાં તમે ગુલાબજળનો ઉપયોગ પણ કરી શકો છો. તમારે આને ૧૦ થી ૧૫ મિનિટ હળવા હાથે મસાજ કર્યા પછી ચહેરાને વરાળ આપવી જોઈએ. તે પછી આને સાફ કરી લેવું.

image source

તે પછી તમારે ત્વચા માટે પ્રાકૃતિક ક્રીમ બનાવવાની રહેશે. તેના માટે તમારે સૌથી પહેલા દહી લેવું અને તેમાં તમારે હળદર અને બદામનું તેલ નાખીને તેને સારી રીતે ભેળવી લેવું. તમારી પાસે બદામનું તેલ ન હોય તો તમે જૈતૂનનું તેલ પણ લઈ શકો છો. આની એક ક્રીમ બનાવી લેવી. તે પછી આને તમારે ચહેરા પર લગાવી ૪ થી ૫ મિનિટ માટે મસાજ કરવું. આ ઉપાય કરવાથી તમારા ત્વચામાં નિખાર આવવા લાગશે. તેનાથી તમારો ચહેરો ખૂબ આકર્ષક અને સુંદર લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત