ઓગસ્ટથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં થયો આટલો મોટો ઘટાડો, જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો ખાસ આ આર્ટિકલ વાંચીને પછી જ લેજો

કોરોનાના સમયમાં સોનાના ભાવમાં રોકેટ ગતિથી ઉછાળો આવ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ભારતીય બજારમાં સોમવારે પણ સોનાની કીમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોના ઉપરાંત ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો.

image source

સોનાના ભાવમાં થતા ઘટાડાના આંકડા પર નજર કરીએ તો ઓગસ્ટથી લઈ અત્યાર સુધીમાં સોનાની કીમતોમાં 7000 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા કારોબારી સત્રમાં સોનું 48,831 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 63,098 રૂપિયા પ્રતિ ગ્રામ પર બંધ થયું હતું. જાણકારોના જણાવ્યાનુસાર આંતરરાષ્ટ્રીય બજારોમાં નોંધાયેલા ઘટાડાના કારણે ભારતમાં પણ સોના-ચાંદીના ભાવ ઘટી રહ્યા છે.

image source

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યા બાદ હવે ઘટાડો નોંધાઈ રહ્યો છે તેનું કારણ કોરોનાની રસીની ખબરો પણ છે. આ સિવાય ડોલર સામે રૂપિયાની કીમતમાં આવેલી મજબૂતી, સોના અને ચાંદીની આંતરરાષ્ટ્રીય કીમતોમાં ઘટાડો થઈ રહ્યો છે તેની અસર ભારતીય બજારોમાં પણ બંને કીમતી ધાતુના ભાવ પર થઈ રહી છે. આ ઉપરાંત કોરોનાની રસીને લઈને જે પોઝિટિવ ખબરો આવી રહી છે તેના કારણે પણ સોનાના ભાવ પર દબાણ પડી રહ્યું છે.

image source

ભારતીય બજારની વાત કરીએ તો ડિસેમ્બર માસની શરુઆતથી અત્યાર સુધીમાં બુલિયન બજારમાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ આશરે 300થી વધુ રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં 7000થી વધુનો ઘટાડો નોંધાયો છે. 7 ઓગસ્ટના રોજ એમસીએક્સ પર 10 ગ્રામનો ભાવ 56,254 રૂપિયા હતો, જ્યારે આજ જ દિવસે ચાંદી 76,008 રૂપિયા પ્રતિ કિલો પર હતી. પરંતુ ત્યારબાદથી અત્યાર સુધી સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

image source

સોમવારે સોનાનો ભાવ 10 ગ્રામ પર 460 રૂપિયા ઘટ્યો હતો. એટલે કે 99.9 ગ્રામ શુદ્ધતાવાળા સોનાનો નવો ભાવ હવે 48,371 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે આ પહેલાના કારોબારી સત્રમાં સોનાનો ભાવ 48,831 રુપિયા પ્રતિ ગ્રામ પર બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઘટી અને 1830 ડોલર પ્રતિ ઔંસ થયો છે. જ્યારે ચાંદીની કીમતમાં 629 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો થયો છે. હવે ચાંદીન ભાવ 62,469 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ