બિઝનેસ શરૂ કરતા પહેલા વાંચી લો આ 3 જબરજસ્ત બિઝનેસ આઇડિયા વિશે, જેનાથી તમે કરી શકશો કરોડોની કમાણી

હાલના સમય મા સંપૂર્ણ વિશ્વમા ચિંતાની સ્થિતિ બની છે. આવા સંજોગોમા જોતા આપણે પોતાનો કોઈ ધંધો કરવાની ઈચ્છા ધરાવતા હો તો આજે આ લેખ અવશ્ય વાંચો. દરેક વ્યક્તિ કોઈની ગુલામી કરવા કરતા પોતાનો સ્વતંત્ર વેપાર કરવાની ઈચ્છા ધરાવે છે. જો તમે નવો ધંધો શરૂ કરી રહ્યા છો તો તમારે થોડા રોકાણ ની આવશ્યકતા રહેશે કે જે વ્યક્તિઓ માટે થોડુ કપરૂ કાર્ય હોય શકે.

image source

આવા સમયે કોઈ એવો ધંધો હોય કે જે ઓછા નાણે શરૂ થઈ શકતો હોય તો તમે તેને અવશ્ય શરૂ કરવાની ઈચ્છા ધરાવશો. અહી અમે તમને ગણા એવા વિચારો જણાવીશુ કે જે ધંધા ને તમે એક લાખ સુધી ના રોકાણમા શરૂ કરી શકો છો.

image source

એ વાત તો સાચી જ છે કે આપણા ભારત દેશ ની મોટાભાગની વસ્તિ નાના શહેરો તેમજ નાના ગામડાઓ અથવા તો પરા મા રહેતા હોય છે. હાલ ના કોરોના ના સમયને લીધે ઘના વ્યક્તિઓની નોકરી પણ ચાલી ગઈ છે. જેનાથી આવક નો કોઈ સ્ત્રોત જ નથી. આવા સમયે ઘણા વ્યક્તિઓ ભારત ના શહેરોનો ત્યાગ કરીને ગામડાઓમા ચાલ્યા ગયા છે. તો આવા સમયે તમને અમુક એવા વેપાર અંગે જણાવીએ કે જેનાથી તમને નાણા મળી શકે.

image source

નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમા આ કરવા જેવો એક નવો અને સરળ વ્યાપાર છે. જેનાથી સારી એવી કમાણી કરી શકાય છે. અને હાલના સમયમા અને સંજોગોને ધ્યાનમા લઈએ તો બધા લોકો જનસમુદાયથી આઘા રહેવા ઈચ્છે છે અને આ સમયે કરિયાણાની માંગ પણ ખુબ જ છે. આવા સમય મા જો તમે સારી ઓફર તથા સેવા આપો તો તમે ખુબ જ વધારે નાણા મેળવી શકો છો. જો તમારા માટે શક્ય હોય તો તમારે દુધ, ઈંડા, બ્રેડ તેમજ ફળ અને શાકભાજી પણ વેંચી શકો છો.

image source

હાલ ના સમયમા કોરોના ની સ્થિતિ ના કારણે બધી શાળાઓ બંધ છે. આવા સમયે ઓનલાઈન બધુ ચાલી રહ્યુ છે. હાલ ના સમયમા આ ઓનલાઈન ભણતરની મદદથી બાળકો ને અભ્યાસ કરાવવા મા આવે છે. આવા સમયે તમે તમારા ગામ અથવા તો શહેરના એવા બાળકો ની શોધ કરી શકો છો કે જે આવનાર સમય મા સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી જરી રહ્યા હોય. વિદ્યાર્થીઓ ને તમે ટ્યુશન આપીને સારા એવા નાણા મેળવી શકો છો. આ વ્યવસાય શરુ કરવા માટે શરત ફક્ત એટલી છે કે, તમારુ કોઈ વિષય પર સારુ પ્રભુત્વ હોવુ જોઈએ અથવા તો તમને ભણાવવુ ગમતુ હોવુ જોઈએ.

image source

હાલના સમય મા મરધી ઉછેર તથા માછલીઓનો ઉછેર કરવાથી તમે સારા એવા નાણા મેળવી શકો છો. વાસ્તવમા એ વાત સાચી છે કે કોરોના સમયની શરૂઆત ના સમય મા એવી અફવાઓ પણ ખુબ જ વધારે ફેલાણી હતી કે મરધી થી કોરોના વાયરસ ફેલાય છે પણ ત્યાર બાદ સરકારે આ વાત ને એક અફવા ગણાવી દીધી. જો તમે આ વેપાર કરો તો તમને ઓછા સમય મા ખુબ જ વધારે નાણા મેળવી શકો છો, સંભાળ માત્ર એટલી રાખવા ની છે કે તેને રોગોથી મુક્ત રાખવાની અને યોગ્ય ભોજન આપવાનુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ