આ શું? આઈસોલેશનમાં રહીને વરુણ થઈ ગયો વૃદ્ધ? જોઇ લો તસવીરોમાં તમે પણ

તાજેતરમાં જ બોલિવૂડ એક્ટર વરુણ ધવન કોરોનાની ચપેટમાં આવ્યો હતો. હાલ તે આઈસોલેશનમાં છે અને કોરોનાની સારવાર લઈ રહ્યો છે. તેવામાં પણ વરુણ ધવન પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી કનેક્ટેડ છે. તાજેતરમાં તેણે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જે ચર્ચામાં આવી છે.

image source

વરુણ ધવને સોશિયલ મીડિયા પર ફોટોની એક સીરીઝ શેર કરી છે. જેમાં તેની યુવાનીથી લઈ વૃદ્ધાવસ્થાની એક ઝલક જોવા મળે છે. સાથે જ વરુણ ધવને કહ્યું છે કે આઈસોલેશનમાં રહી અને તેની લાઈફ કેવી રીતે બદલી છે તે આ તસવીરોમાં જોવા મળે છે.

image source

ઉલ્લેખનીય છે કે વરુણ ધવન થોડા દિવસો પહેલા ફિલ્મ જુગ જુગ જિયો ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. આ સમયે વરુણ ધવન સહિત ફિલ્મના સ્ટાર કાસ્ટને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જાણવા મળ્યાનુસાર સેટ પર નીતૂ કપૂર, વરુણ ધવન, મનીષ પોલ પણ કોરોનાગ્રસ્ત થયા હતા. જેમાંથી નીતૂ કપૂર કોરોના મુક્ત થઈ ચુકી છે. જો કે વરુણ ધવન હજુ પણ આઈસોલેશનમાં છે. વરુણ ધવને આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર વરુણે એક પોસ્ટ કરીને આપી હતી.

image source

વરુણે લખ્યું હતું કે તેના મિત્રો વિટામિન છે, જ્યારે મહામારી દરમિયાન કામ કરવાની શરુઆત કરી તો તે કોરોના સંક્રમિત થયો. પ્રોડકશન દ્વારા તમામ સાવચેતી રાખવામાં આવી હતી પરંતુ તેમ છતાં લાઈફમાં કંઈ નક્કી ન હોય, ખાસ કરીને કોરોના તો બિલકૂલ નિશ્ચિત નથી. તેથી લોકો પણ એક્સ્ટ્રા સાવધાની રાખે. તેણે વધુમાં ઉમેર્યું હતું કે તે હવે વધારે સતર્ક રહે છે.

image source

ત્યારે હવે વરુણ ધવને વધુ 3 પોસ્ટ શેર કરી છે. વરુણે સોમવારે આ તસવીરો શેર કરી હતી જે ખૂબ વાયરલ થવા લાગી છે. આ તસવીરોમાં તેણે પોતાની તસવીરોમાં દર્શાવ્યું છે કે તે નાનો હતો ત્યારે કેવો દેખાતો હતો. હાલ કેવો લુક છે અને વૃદ્ધ થશે ત્યારે કેવો દેખાશે.

image source

આ ફોટો બનાવવા માટે તેણે ફોટો એડિટિંગનો ઉપયોગ કર્યો છે. તેના કેપશનમાં લખ્યું છે કે લાઈફ આઈસોલેશનમાં છે. મને વધેલી ઉંમરમાં જોવા માટે રાઈટ ક્લિક કરો. આ ફોટો પણ અઢળક લાઈક્સ મળી છે અને તેના ફોલોવર્સ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ