પાર્ટીમાં જવું છે અને માત્ર 15 મિનિટમાં ચહેરા પર લાવો છે ગ્લો? તો આ ફેસ માસ્ક તમારા માટે છે બેસ્ટ

જો તમે ચહેરાની સંભાળ લેવાનું સંપૂર્ણપણે ભૂલી ગયા છો, તો પછી અસ્વસ્થ થવાની જરૂર નથી. જો તમે સાંજે કોઈપણ પાર્ટીમાં કેવી રીતે વધુ સુંદર દેખાવ એ માટે ચિંતા કરતા હોય, તો પાર્લર અથવા સલૂનમાં જવાની જરૂર નથી. તમે તમારા ઘરમાં હાજર અમુક ચીજોની મદદથી ચેહરા પર કુદરતી ગ્લો મેળવી શકો છો. ચાલો તમને જણાવીએ કે ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવા માટે તમારા ઘરમાં હાજર વસ્તુઓમાંથી કેવી રીતે નેચરલ ફેસ માસ્ક બનાવી શકો છો. આ ચીજોનો ઉપયોગ કરવાથી તમારો ચહેરો 15 મિનિટમાં જ ચમકદાર થશે. આ કુદરતી ફેસ- માસ્ક છોકરાઓ અને છોકરીઓ બંને તેમના ચહેરા પર લગાવી શકે છે.

ઘઉંના લોટનું ફેસ માસ્ક

image source

આ ફેસ માસ્ક બનાવવા માટે, તમારે બે ચમચી ઘઉંના લોટમાં એક ચમચી કાચું દૂધ અથવા ક્રીમ મિક્સ કરો. આ સિવાય તેમાં બે ચપટી હળદર, ગુલાબજળના 4-5 ટીપા ઉમેરી એક પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટ ચેહરા પર લગાવો અને 20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ થોડું નવશેકું પાણી લો અને આ પેસ્ટને હળવા હાથથી ઘસીને ચેહરા પરથી દૂર કરો. આ ઉપાય અપનાવવાથી તરત જ તમારા ચેહરાનો ગ્લો વધશે.

દહીં અને ચણાના લોટનું ફેસ માસ્ક

image source

આ માટે તમારે એક ચમચી ચણાના લોટમાં બે ચમચી દહીં, એક ચપટી હળદર અને એક ચમચી ટમેટાંનો રસ ઉમરીને મિક્સ કરો હવે આ પેસ્ટને ચેહરા પર લગાવો અને તેને 15 મિનિટ સુધી ચહેરા પર રહેવા દો. ત્યારબાદ તમારો ચેહરો ઠંડા પાણીથી ધોઈ લો. હવે ચહેરા પર કોઈપણ ક્રીમ લગાવો અને હળવો મેકઅપ કરો.

ચોખાના લોટનું ફેસ માસ્ક

image source

ચોખાનો લોટ ચેહરાની કાળાશ દૂર કરે છે અને ચહેરાને કુદરતી ગ્લો આપે છે. આ માટે તમારે ચોખાના લોટમાં એક ચમચી કાચું દૂધ અને એલોવેરા જેલ નાખીને હળવા હાથે ચહેરો સ્ક્રબ કરો અને બાકીના ફેસ પેકને 10 મિનિટ સુધી ચહેરા પર લગાવો. આ રીતે ચોખાના લોટનો ઉપયોગ ચેહરા પર કરવાથી તમારો ચેહરો એકદમ ચમકદાર થશે.

મધ અને ઓલિવ તેલ

image source

ચમકદાર અને યુવાન ત્વચા માટે મધ ખૂબ અસરકારક છે. મધમાં એન્ટીઓકિસડન્ટ ગુણ હોય છે. તેવી જ રીતે, ઓલિવ તેલમાં એન્ટીઓકિસડન્ટો અને વિટામિન ઇ શામેલ છે, જે ક્ષતિગ્રસ્ત ત્વચાને સુધારે છે. વિટામિન ઇ ત્વચા પર ગ્લો આપે છે. મધ અને ઓલિવ તેલનું ફેસ માસ્ક બનાવવા માટે, એક ચમચી મધ અને ઓલિવના થોડા ટીપાં લો અને બને ચીજોને સારી રીતે મિક્સ કરો. હવે આ મિક્ષણથી થોડીવાર માટે ચહેરાની માલિશ કરો. આ પછી, ભીના કોટનથી ચહેરો સાફ કરો.

ટમેટાંનો રસ અને ચોખાના લોટનું ફેસ માસ્ક

image source

ટમેટાંનો રસ ટેનિંગને દૂર કરે છે. ચેહરાને ગ્લોઈંગ બનાવવા માટે બે ચમચી ટમેટાના રસ લો અને તેમાં એક ચમચી ચોખાના લોટ ઉમેરો. જો તમારી પાસે મધ હોય, તો તમે આ ફેસ માસ્કમાં અડધી ચમચી મધ પણ ઉમેરી શકો છો. હવે આ મિક્ષણને મિક્સ કરીને ચેહરા પર લગાવો અને થોડા સમય પછી હળવા હાથે આ ફેસ માસ્ક દૂર કરો. તમને તરત જ તમારા ચેહરા પર તફાવત જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત