સલમાન ખાનથી લઈને અક્ષય કુમાર સુધી, આ સેલિબ્રિટીઓએ કોરોના સંકટ દરમિયાન ખુલ્લા દિલે કર્યુ દાન

ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસે વર્ષ 2020ની શરૂઆતથી જ આખી દુનિયામાં પોતાનો પ્રકોપ ફેલાવવાનું શરૂ કરી દીધું હતું અને હવે નવુ વર્ષ આવવાની તૈયારી છે તેમ છટક કોવિડ 19 મહામારીનો પ્રકોપ રોકવાનો નામ નથી લેતો. જ્યારે ભારતમાં આ મહામારીએ ટકોરા માર્યા હતા અને પોતાનો પ્રકોપ ફેલાવવાનું શરૂ કર્યું હતું તો મોટાભાગના લોકો એનાથી પ્રભાવિત થયા. એક બાજુ જ્યાં પ્રવાસી મજૂરો પોતપોતાના ઘર તરફ પલાયન કરવા માટે મજબૂર થઈ ગયા તો બીજી બાજુ લોકડાઉનના કારણે મોટાભાગના લોકો સામે રોજીરોટીનું સંકટ ઉભું થઈ ગયું. એવી સ્થિતિમાં કોરોના વાયરસથી બચવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પીએમ કેયર્સ ફંડ અને સીએમ રિલીફ ફંડ દ્વારા લોકોને મદદ કરવાની અપીલ કરી.

કોરોના સંકટના સમયમાં ગ્લેમર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા દિગગજ કલાકારો, ઉદ્યોગપતિઓ અને અન્ય જાણીતી હસ્તીઓ આગળ આવ્યા અને એમને એ મહામારીની લડતમાં આર્થિક સહાયતા આપી. બોલિવુડના ઘણા સેલિબ્રિટીઝે પીએમ કેયર્સ ફંડમાં દાન કર્યું તો સોનુ સુદ મસીહા બનીને લોકોને મદદ કરવા માટે જાતે એમની વચ્ચે પહોચ્યા. તો ચાલો જાણી લઈએ ક્યાં ક્યાં કલાકારોએ કોરોના સંકટ દરમિયાન દિલ ખોલીને દાન આપ્યું.

1- સલમાન ખાન.

image source

બોલિવુડના દબંગ ખાન અને ભાઈજાન સલમાન લાખો કરોડો દિલો પર રાજ કરે છે પણ લોકોની મદદ કરવામાં એ ક્યારેય પાછળ નથી પડતા. એમને કોરોના સંકટ દરમિયાન મહારાષ્ટ્રના ઘણા ગામમાં લોકોને ફ્રીમાં અનાજ આપ્યું હતું, સાથે જ એમને ઓલ ઇન્ડિયા સ્પેશિયલ એસોસિએશનના દરેક સદસ્યને 3 હજાર રૂપિયાની મદદ કરી હતી. એટલું જ નહીં એમને મુંબઈ પોલીસને એક લાખ હેન્ડ સેનેટાઇઝર પણ આપ્યા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 25 હજાર મજૂરોના ખાવાપીવાની વ્યવસ્થા પણ કરી.

2- અક્ષય કુમાર.

image soucre

બૉલીવુડ ખેલાડી અક્ષય કુમાર પણ દાન આપવાની બાબતમાં કઈ પાછળ નથી કોરોનાના પ્રકોપ અને લોકડાઉન દરમિયાન એમને મદદનો હાથ આગળ ધર્યો હતો. એમને પીએમ કેયર્સ ફંડમાં 25 કરોડ રૂપિયાનું દાન કર્યું જેથી આ મહામારીની લડતમાં સહયોગ મળે. એ સિવાય અક્ષયે બીએમસીની 3 કરોડ રૂપિયા, મુંબઈ પોલીસને 2 કરોડ રૂપિયા અને કોરોનાને ડિટેકટ કરનારી લગભગ એક હજાર ઘડિયાળનું દાન કર્યું હતું.

3- શાહરુખ ખાન.

image soucre

બોલિવુડના બાદશાહ તરીકે ઓળખાતા શાહરુખ ખાન પણ કોરોનાની લડતમાં મદદ કરવા માટે કોરોના રિલીફ ફંડ, પીએમ કેયર્સ ફંડ અને મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં પૈસા ડોનેટ કર્યા. એ સિવાય એમને સ્વાસ્થ્ય કર્મીઓ માટે 25 હજાર પીપીઈ કિટ્સ પણ ડોનેટ કરી. એમને મુંબઈ સ્થિત ઓફિસને કોરોન્ટાઇન સેન્ટર તરીકે ઉપયોગ કરવા માટે બીએમસીની આપી હતી અને હાલમાં જ એક્ટરે 500 રેમડેસીવીર ઇન્જેક્શન પણ ડોનેટ કર્યા છે.

4- સોનુ સુદ.

image source

સોનુ સુદ બોલિવુડના એક એવા એકટર છે જે કોરોના કાળમાં સામાન્ય લોકો માટે મસીહા બનીને સામે આવ્યા. લોકડાઉન દરમિયાન એમને પ્રવાસી મજૂરોને એમના ઘર સુધી પહોંચાડવાનું નક્કી કર્યું. એ સાથે જ એમને મેડિકલ, રાશન, આર્થિક મદદ અને અન્ય સુવિધાઓ પુરી પાડીને સૌથી મુશ્કેલ સમયમાં લોકોની મદદ કરી. લોકડાઉન દરમિયાન લોકોની મદદ કરનાર સોનુ સુદને લોકો મસીહા માને છે.

5- ઋત્વિક રોશન.

image soucre

બોલિવુડના આ દિગગજ અભિનેતાઓ સિવાય એકટર ઋત્વિક રોશને પણ કોરોનાની લડત માટે 20 લાખ રૂપિયા ડોનેટ કર્યા હતા. આર્થિક સહાયતા આપવા સિવાય એમને બીએમસી અને સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે માસ્ક અને સેનેટાઇઝર પણ દાન કર્યા હતા. કોરોના સંકટ સમયમાં ઋત્વિકે અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે મળીને 120000 જરૂરિયાતવાળા કર્મચારીઓ માટે જમવાની વ્યવસ્થા કરી હતી.

6- પ્રિયંકા ચોપરા અને નિક જોનસ.

inage soucre

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને એમના પતિ નિક જોનસે પણ કોરોનાની લડતમાં મદદ તરીકે પીએમ કેયર્સ ફંડ અને યુનિસેફ સહિત અન્ય સંગઠનમાં પૈસા દાન કર્યા. કોરોનાને હરાવવાની આ જંગમાં કામ કરી રહેલા ઘણા સંગઠનોમાં પૈસા દાન કરનારી એક્ટ્રેસે કહ્યું હતું કે આ સ્થિતિમાં લોકોની મદદ માટે આગળ આવો અને દાન કરો, પછી ભલે એ દાન એક ડોલરનું જ કેમ ન હોય.