બાળપણમાં પાડોશીઓનો ફેંકેલો ખોરાક ખાધો હતો રાખી સાવંતે, બાળપણમાં એકદમ હતી ગરીબ, આજે આળોટે કરોડોમાં

ડાન્સર રાખી સાવંત માટે આજનો દિવસ ખુબ જ સ્પેશિયલ છે 25મી નવેમ્બરે તેણી પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરે છે. રાખી સાવંતને આજે દેશનો મોટો વર્ગ જાણે છે. તેનું એક મોટું ફેન ફોલોઇંગ પણ છે. આજે તેણીની પાસે કોઈ જ ખોટ નથી. તેણી પાસે નામ અને ફેમ બધું જ છે. પણ એ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે રાખી સાવંતનું બાળપણ ખૂબ જ પીડામાં પસાર થયું હતું.

image source

રાજીવ ખંડેલવાલના શો જજ્બાતમાં રાખીએ પોતાના બાળપણ વિષે જણાવ્યુ હતું. અહીં તેણીએ જણાવ્યુ હતું કે બાળપણમાં તેણીએ કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે રાખીનું સાચું નામ નીરુ ભેડા છે. રાખીએ પોતાના બાળપણ વિષે વાત કરતાં કહ્યું હતું ‘મારા હાથ કાંપે છે રાજીવ. સત્ય બતાવવાની હૃદય ના પાડે છે. ખુબ ગરીબી મેં જોઈ છે. એટલી ગરીબી કે જ્યારે હું મારા માતાના પેટમાં હતી ત્યારે મારી માતા ખાવાનું ઇટ તેમજ પથ્થર પર બનાવતી હતી. એટલા ગરીબ પરિવારથી હું છું.’

image source

રાખી આગળ જણાવે છે ‘મા કહે છે કે જ્યારે તું ખૂબ નાની હતી ત્યારે આપણી પાસે ખાવા પૈસા પણ નહોતા. કહે છે કે પાડેશી લોકો ખાવાનું ફેંકતા તેમાંથી તમે લોકો ખાવાનું ઉઠાવીને ખાતા હતા. મારી માતા હોસ્પિટલમાં આયા હતી. ખુબ જ મુશ્કેલીથી ખાવાનું મળતું હતું.’

image source

‘જ્યારે હું મોટી થઈ ત્યારે હું મારી માતાને કહેતી હતી કે મા મને સ્કૂલે જવું છે. ત્યારે તે કહતી હતી કે હા જઈશું. મને મારો હીસ્ટ્રી કહેવો સારો નથી લાગતો.’ રાખી આગળ પોતાના સ્વપ્નો વિષે જણાવે છે, ‘બાળપણમાં જ મને એક્ટિંગ તેમજ ડાન્સનો ખૂબ શોખ હતો. પણ મારા પરિવારને તે જરા પણ પસંદ નહોતું. મામા મને ખૂબ મારતા હતા. કારણ કે મારા પિરવારમાં એ નથી જોતાં કે ખાવાનું છે કે નહીં, પણ છોકરીઓએ નાચવું જેઈએ નહીં.’

image source

‘મેં મારી આખી જિદંગીમાં એટલો માર ખાધો છે કે શું કહું. મારા આખા શરી પર ટાંકા છે. આગળ વધવા માટે હું આવી પરિસ્થિતિમાં મોટી થઈ છું. મારા પિતા મુંબઈ પોલીસમાં કોન્સ્ટેબલ હતા. હું મારી મહેનતથી આગળ આવી છું.’

image source

રાખી આગળ જણાવે છે, ‘મારે કોઈ જ ગોડફાધર નહોતો. તો હું ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે આવું. હું શું કરું. ભણી નહોતી. મને તે વખતે એટલી અકલ નહોતી. મારા માતાપિતાને માત્ર એટલુ જ હતું કે છોકરીઓ મોટી થઈ જાય અને લગ્ન કરાવી દો. મેં કહ્યું મને લગ્ન નથી કરવા. હું ઘરેથી ભાગી ગઈ હતી. મારા પિતાએ મારી સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો.’

image source

ઇન્ડસ્ટ્રીમાં આવવા બાબતે રાખીએ જણાવ્યું, ‘જ્યારે ઇન્ડસ્ટ્રીમાં હું આવી હતી ત્યારે મને કશી જ નહોતી ખબર. બસ એટલું હતું કે કામ કરવું છે. ઓડિશન માટે જતી હતી. કહેતી હતી કે લઈ લો એક્ટિંગ કરીશ. પણ મને એક્ટિંગ આવડતી જ નહોતી.’

image source

‘હીરેઈન બનવું હતું. હું પ્રોડ્યુસર પાસે તસ્વીર લઈને જતી હતી, તે અંદરથી રૂમ લોક કરી લેતા હતા. હું કેવી રીતે મારો જીવ બચાવીને ભાગતી હતી તે મને જ ખબર છે. નીરુથી રાખી સાવંત બનવાની સફર કાંટા ભરેલી રહી છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ