ગિલ્ટ ફંડ રિટર્નની દ્રષ્ટિએ દેખાય છે જોરદાર આકર્ષક, પણ ખરેખર પહેલા જાણી લો કે તમારે આમાં રોકાણ કરવું જોઇએ કે નહિં…

હાલના સમયમાં ગિલ્ટ ફંડ્સ નિવેશ કરવાના દ્રષ્ટિકોણથી ઘણા આકર્ષક જોવા મળી રહ્યા છે. પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે, શું આપે માત્ર સારા રીટર્નને ધ્યાનમાં રાખીને જ નિવેશ કરી શકાય છે.? રોકાણકારો ગિલ્ટ ફંડ્સને વ્યુહાત્મક દ્રષ્ટીએ બે પ્રકારથી ઉપયોગ કરે છે. જયારે ગિલ્ટ ફંડ્સનું વ્યાજ ઘટે છે ત્યારે રોકાણકારો તેમાં રોકાણ કરવા લાગે છે અને જયારે ગિલ્ટ ફંડ્સના વ્યાજ દરમાં વધારો થાય છે કે, તરત જ ગિલ્ટ ફંડ્સ માંથી પોતાનું રોકાણ પાછું લેવા લાગે છે. જયારે બીજી વ્યૂહરચનામાં, રોકાણકારો લાંબા સમયગાળા માટે ગિલ્ટ ફંડ્સમાં રોકાણ કરે છે.

સારું વળતર હોવા છતાં પણ રોકાણ કેમ ના કરવું જોઈએ?

image source

ગિલ્ટ ફંડમાં ગત વર્ષે રોકાણ કરેલ રોકાણકારોને એક જ વર્ષમાં ડબલ ડીજીટ રીટર્ન પ્રાપ્ત થયા છે. ડાયનેમિક ગિલ્ટ ફંડ શ્રેણીમાં, રોકાણકારોને ૧૧% રીટર્ન પ્રાપ્ત થયું છે. જયારે દસ વર્ષના સમયગાળા માટે ગિલ્ટ ફંડમાં રોકાણ કરેલ રોકાણકારોના રીટર્ન ૧૧.૭% સુધી પહોચી ગયા છે. આવી પરિસ્થિતિમાં રોકાણકારોને ગિલ્ટ ફંડમાં રોકાણ કરવાનું આકર્ષક લાગે છે. ડબલ ડીજીટમાં રીટર્ન મળવાના લાભની સાથે રોકાણકારોને એમાં ક્રેડિટ જોખમ લીધાની ચિંતા કરવાની જરૂરિયાત રહેતી નથી. આવું એટલા માટે કેમ કે, ગિલ્ટ ફંડ કેન્દ્ર સરકારની સોવરેન ગેરંટી ધરાવે છે. ત્યારે આટલા બધા સકારાત્મક પાસાઓ હોવા છતાં ગિલ્ટ ફંડમાં રોકાણ કરનારને જોખમ શું રહે છે?

એક્સપર્ટસનું શું કહેવું છે.?

image source

ગિલ્ટ ફંડ્સમાં નિવેશ કરવા બાબતે દરેક વિશ્લેષકોના જુદા જુદા મત રહ્યા છે. એક્સપર્ટસ એવું માને છે કે, નાના રોકાણકારોએ આ ગિલ્ટ ફંડ્સથી અંતર જાળવવું જોઈએ. તેમ છતાં પણ નાના રોકાણકારોની ગિલ્ટ ફંડ્સમાં ક્રેડીટને કોઈ પ્રકારનું જોખમ હોતું નથી, ગિલ્ટ ફંડ્સ વ્યાજ મુવમેન્ટ માટે ખુબ જ સંવેદનશીલ છે. નાના રોકાણકારો માટે વ્યાજના દર પર બારીક નજર રાખવી એટલી સરળ હોતી નથી. જેથી કરીને ગિલ્ટ ફંડ્સમાં ઉચ્ચ અસ્થિરતાની સાથે જ નકારાત્મક રીટર્ન પણ આપી શકે છે. જો નાના રોકાણકારો નાણાકીય સલાહકારની સલાહ ના લેતા હોય તો ગિલ્ટ ફંડ્સમાં આપે શક્ય એટલું રોકાણ કરવાનું ટાળી દેવું જ આપના માટે વધારે સારું રહી શકે છે.

image source

નિવેશ સલાહકારોના મત મુજબ, ગિલ્ટ ફંડ્સમાં એવા રોકાણકારોએ જ રોકાણ કરવું જોઈએ જેમની પાસે નાણા કે પછી બોન્ડ માર્કેટ વિષે સારી સમજ ધરાવતા હોય. તેવા રોકાણકારોએ ગિલ્ટ ફંડ્સમાં રોકાણ કરવું જોઈએ. ગિલ્ટ ફંડ્સ યોજનાઓ વ્યાજ દરની ગતિને લઈને ખુબ જ સંવેદનશીલ રહે છે. એટલા માટે ગિલ્ટ ફંડમાં પ્રવેશ અને બહાર નીકળી જવાનો સમય ઘણો મહત્વનો હોય છે. ગિલ્ટ ફંડ્સ યોજનાઓમાં વ્યાજ દરમાં ઘટાડો થતા વાતાવરણમાં ઘણું સારું કામ કરે છે. પરંતુ ગિલ્ટ ફંડ્સમાં જલ્દી જ વ્યાજ દરમાં વધારો થાય છે જેના જેલી નાણા ગુમાવવાનો સમય આવી શકે છે.

ગિલ્ટ ફંડ્સ છે શું?

image source

ગિલ્ટ ફંડ્સ એ ડેટ ફંડ્સની શ્રેણીમાં આવે છે. ગિલ્ટ ફંડ્સ યોજનાઓ સરકારી સિક્યોરીટીઝમાં નિવેશ કરે છે. સેબીના નિયમો મુજબ, ગિલ્ટ ફંડ્સ પોતાની સંપત્તિના ઓછામાં ઓછા ૮૦% ગવર્મેન્ટ સિક્યોરીટીઝમાં નિવેશ કરવું આવશ્યક હોય છે. ગિલ્ટ ફંડ્સ બે પ્રકારના હોય છે. એક ગિલ્ટ ફંડ્સ જે અલગ અલગ સમયગાળા દરમિયાન પાકતા સરકારી બોન્ડમાં નિવેશ કરે છે. જયારે બીજા પ્રકારના ગિલ્ટ ફંડ્સ ૧૦ વર્ષના સમયગાળા પાકતા હોય તેવી ગવર્મેન્ટ સિક્યોરીટીઝમાં નિવેશ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ