મિત્રો અને સજ્જનો, આપણા ભારતમા ઘણા પ્રકારની ના માની શકાય તેવી વાતો પ્રખ્યાત છે અને આ વાતો શુકન અને અપશુકન સાથે સંકળાયેલી જોવા મળે છે. જેમકે, જો તમે કોઈ કામ માટે ઘરેથી નીકળો અને ત્યારે છીંક આવે તો તેને ખરાબ શુકન માનવામા આવે છે અને તમે વડીલોના મોઢે પણ ઘણીવાર સાંભળ્યુ હશે કે, છીંક આવી તો હવે ઘડીક બેસી જ નહીતર અપશુકન થશે.

છીંક આવવી એ તબીબી વિજ્ઞાનમાં સામાન્ય બાબત છે. શરદી, ઉધરસ કે અન્ય રોગોને કારણે પણ માણસોને વારંવાર છીંક આવતી રહે છે પરંતુ, કેટલીકવાર છીંક આવવી એ માત્ર ખરાબ શુકન નથી હોતુ પરંતુ, કેટલીક વાર તે સારા શુકનના સમાચાર પણ લાવે છે. તો ચાલો આજે આ લેખમા આપણે છીંક સાથે સંકળાયેલા શુકન અને અપશુકન વિશે માહિતી મેળવીશુ.
બધા કામ થઇ જશે સરળતાથી પૂર્ણ :

જો તમે ઘરની બહાર નીકળો છો અને પછી તમને છીંક આવે તો તે ખરાબ શુકન ગણાય છે પરંતુ, જો એક કરતા વધુ વાર છીંક આવે તો તે તમારા માટે શુભ સાબિત થઇ શકે છે. જો તમે કોઈ કામના કારણે સંબંધી ના ઘરે જઈ રહ્યા હોવ અને ડાબી તરફ છીંક નો અવાજ સંભળાય તો તમારે તુરંત એક જગ્યાએ ઉભુ રહી જવુ તે તમારા માટે નુકશાનકારક સાબિત થઇ શકે.
આ છીંક હોય છે વ્યક્તિની સ્વસ્થતાની નિશાની :

જયારે કોઈ દર્દી દવા લે છે ને ત્યારે છીંક આવે તો તે સારું શુકન માનવામાં આવે છે તેનો અર્થ એવો થાય છે કે, તમે ઝડપથી સાજા થઇ જશો. તે ઉપરાંત તમે કોઈ ધાર્મિક કામ કરો ત્યારે છીક આવે છે તો તે તમારા કાર્યમા કોઈપણ પ્રકારની બાધા આવવાનુ સુચન કરે છે.
આ દિશાની છીંક આપણા માટે સાબિત થાય છે અશુભ :

જો તમને આગ્નેય ખૂણામાંથી છીંક નો અવાજ સંભળાય તો તે અપશુકન માનવામાં આવે છે. આ સિવાય જો તમને નૈઋત્વ ખૂણામાંથી અવાજ આવે તો તે પણ અપશુકન માનવામા આવે છે આવું જ્યોતિષ શાસ્ત્રોમા મનાય છે. જો તમને પશ્ચિમ દિશામાંથી અવાજ સંભળાય તો એનો અર્થ એ છે કે, તમને આવનાર સમયમા સારું ભોજન મળશે.
આ દિશાની છીંક હોય છે શુભ :

જો તમને વાયવ્ય ખૂણામાંથી છીંક નો અવાજ સંભળાય તો તે સારુ શુકન માનવામા આવે છે. જેનો અર્થ થાય છે કે, તમારી આવકમા વધારો થશે અને તમારા બધા કામમા તમને મિત્રોનો સાથ-સહકાર મળશે તથા તમે કોઈ નવો વ્યાપાર શરુ કરવા જાવ છો અને તમને છીંકનો અવાજ સંભળાય છે તો તેનો અર્થ એ છે કે, તમે તેમા જરૂર સફળતા મેળવશો.
આ છીંક આવવાથી શુભ કાર્યો થશે :

જો તમને ઇશાન ખૂણામાંથી છીંક નો અવાજ સંભળાય તો તે સારું શુકન માનવામાં આવે છે જેનો અર્થ એ છે કે ઘરમાં કોઈ સારું કાર્ય થશે અને જો તમને ઉત્તર દિશામાથી અવાજ આવે તો તે અશુભ માનવામા આવે છે, જેનો અર્થ એ છે કે તમારા ઘરમા ખરાબ વાતાવરણ સર્જાશે.
આ જગ્યા પર છીંક ખાવાથી શુભ થશે :

જો તમે કોઈ કામ થી બહાર જાવ છો અને કોઈ વાછરડું છીંક ખાય તો તમારુ તે કામ અવશ્ય પૂરું થાય છે, તેની સાથે ધનમાં પણ વધારો થાય છે. આ ઉપરાંત હાથી પણ છીંક ખાય તો એ પણ લાભ થવાનો સંકેત છે. જો કોઈપણ વ્યક્તિ શમશાન, દુર્ઘટના સ્થળ પર તથા કોઈ દુ:ખ ના સમયે છીંક આવે તો તે સારુ શુકન માનવામા આવે છે.
આ છીંક તમારા માટે છે ધનસુખ નો સંકેત :

શાસ્ત્રો મુજબ સામેની તરફથી આવતી છીંક એ આપણા લડાઈ-ઝઘડા નુ કારણ બની શકે છે અને જો પાછળથી છીંક આવે તો તે સુખ આપે છે. આ સિવાય ડાબી બાજુની છીંક ધનની પ્રાપ્તિ નો સંકેત આપે છે તો જમણી બાજુની છીંક એ ધનહાનિનો સંકેત આપે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,