ઘરના સફેદ કપડાંને હવે રાખો નવા જેવા જ, આટલું કરશો તો ચમક રહેશે નવા જેવી જ !

ભલા ઉસકી સાડી મેરી સાડી સે જ્યાદા સફેદ કેસે ?

સાચું કહેજો. ઘણી વાર આપણને મનોમન એવું થાય છે ને કે આપણાં સફેદ કપડાં કરતા કોઈકના સફેદ કપડાં થોડાં વધારે જ સફેદ છે ? તો આ સમસ્યાનું નિવારણ પણ હાથમાં જ છે.

image source

થોડા પીળાં પડી ગયેલાં કપડાં થોડાંક જુના અને ઝાંખા લાગે છે. ખાસ કરીને સફેદ કપડાં થોડી વિશેષ માવજત માગે છે.

image source

આપણે બજારમાંથી કપડાં ખરીદી તો લાવીએ પણ પછી એની જેટલી કાળજી કરવી જોઈએ એ નથી કરતાં. જો આપણે આશા રાખીએ કે આપણાં મોંઘા સફેદ કપડાં હંમેશાં નવા જેવા રહે તો એના માટે શું ધ્યાન રાખવું જોઈએ એ અંગે થોડી સમજણ મેળવીએ.

image source

સફેદ કપડાંની સફેદી અને ચમક જાળવવાની થોડી ઘરેલું અને સરળ રીત અપનાવીશું તો લાગશે કે ડ્રાય ક્લિનિંગના ખર્ચા વગર પણ કપડાંની ચમક જાળવી શકાય છે.

થોડી ટીપ્સ આપીએ છીએ ,અજમાવી જોજો.

image source

કપડાં ધોતી વખતે સફેદ કપડાને રંગીન કપડાં સાથે ક્યારેય ન ધોવા જોઈએ. સફેદ કપડાં ભેગા કરીને એક સાથે જુદા ધોવા જરૂરી છે

image source

કપડાંના રંગને સુરક્ષિત રાખવા માટે તેને ધોતી વખતે તેમાં થોડો લીંબુનો રસ મેળવવાથી કપડાં પર લાગેલા ડાઘ સાફ પણ થાય છે અને કપડાંનો રંગ ચમકીલો રહે છે.

image source

કપડાં ધોયા બાદ અને છેલ્લાં પાણીમાંથી તારવતી વખતે થોડા ટીપા વિનેગર પાણીમાં નાખવાથી કપડાંની ચમક જળવાઈ રહે છે.

image source

સફેદ કપડાને ક્લોરીન બ્લીચથી પણ સાફ કરી શકાય છે. ઈલાસ્ટિક વાળા કપડાં ધોતી વખતે બ્લીચીંગ નો ઉપયોગ ન કરવો જોઈએ .તેનાથી ઇલાસ્ટિક ખરાબ થાય છે. ઉપરાંત ક્લોરીન બ્લીચ મહિનામાં એકાદ વખત જ વાપરવું જોઈએ. વધુ પડતો બ્લીચનો ઉપયોગ સફેદ કપડાને પીળા અને ઝાંખા કરે છે.

image source

સફેદ કપડાંની સફેદી જાળવવા માટે કપડાં ધોતી વખતે તેમાં બેકિંગ સોડા પણ વાપરી શકાય છે .તેનાથી પણ કપડાં સફેદ ,ચમકીલા અને મુલાયમ રહે છે

image source

સફેદ કપડાં ને થોડા હૂંફાળા પાણીમાં પલાળીને ધોવાથી તે વધુ ચોખ્ખા બને છે. પરંતુ કપડાંનું મટીરીયલ જોઈને તેને હુંફાળા પાણીમાં ધોવા જોઈએ. અમુક કાપડ એ પ્રકારના હોય છે કે તે તેનો વણાટ ગરમ પાણીથી ખરાબ થઈ શકે છે

image source

રંગીન કપડાંની જેમ જ સફેદ કપડાં પણ વધુ સમય તડકામાં સૂકવવાથી ઝાંખા બને છે.

image source

કપડાં ધોવા પણ સારા પ્રકારના સાબુ અને સારા વોશિંગ પાવડર નો ઉપયોગ કરવો જોઈએ. આજકાલ તો લગભગ દરેક ઘરમાં વોશિંગ મશીનનો વપરાશ કરવામાં આવે છે .પરંતુ જો કપડાં મશીન વગર જાતે ધોવાતા હોય તો તને જરૂર પૂરતું જ બ્રશ ઘસવું અને ધોકા પણ પ્રમાણમાં ઓછા પાડવા જોઈએ.

image source

આ તો થઈ કપડાં ધોવાની વાત પરંતુ એ પછી પણ કપડાંની જાળવણી માટે થોડાં જરૂરી પગલાં લેવા હિતાવહ છે.

image source

કપડાં પર વારંવાર વધુ પડતી ગરમ ઈસ્ત્રી કરવાથી પણ કપડાંની ચમક ઓછી થાય છે. કપડા જલ્દી ફાટી પણ જાય છે. કબાટમાં પણ કપડાં વ્યવસ્થિત રીતે ગોઠવવા જોઈએ. જે કપડાની રોજ જરૂર ન પડતી હોય તેવા કપડાંને ધોઈ ,ઈસ્ત્રી કરીને એક મુલાયમ કપડામાં વીંટાળીને કબાટમાં રાખવાથી લાંબા સમય સુધી જળવાઈ રહે છે.

આટલી સાવચેતી રાખશો તો તમારે ક્યારેય બીજાના સફેદ કપડાં જોઈને અફસોસ કરવાનો વારો નહીં આવે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ