ઘરના બગીચામાં ખોદકામ કરતાં મળ્યો ખજાનો – બદલાઈ ગયું પતિ-પત્નીનું નસીબ. અને,….

મધ્યમ વર્ગીય દંપતીને ઘરનો બગીચો ખોદતાં મળ્યો એક છૂપો ખજાનો; એમણે જે કર્યું એ જાણીને તમને પણ સલામ કરવાનું મન થશે…

image source

તમે એવી કલ્પના પણ કરી છે કદી કે તમને તમારા જ ઘરમાં અચાનક કોઈ છૂપો ખજાનો મળી જાય તો? તમારા ઘરના પાછળના વરંડામાં કોઈ મોટી લોખંડની પેટી અચાનક મળે અને તેમાંથી સોના – ચાંદીના અસલી દાગીના નીકળે તો તમે શું કરો? કદી વિચાર્યું છે ખરું? કલ્પના કરી જુઓ કે તમે તમારા ઘરના વાડામાં બગીચામાં પાણી નાખવા જતાં કે નવો રોપો વાવવા જતાં ખાડો ખોદો જમીનમાં અને સોના મહોરથી ભરેલો ગડો મળે અને તમારું આખું જીવન બદલાઈ જાય! આહ… કેવી મજા પડે આવું હકીકતમાં થાય તો?

image source

તમે અપેક્ષા પણ ન હોય એવું ક્યારે બની જતું હોય છે. ત્યારે શું કરવું અને શું ન કરવું એ પણ વિચારતાં થઈ જઈએ છીએ આપણે. આ સમયે સજણશક્તિ દાદ પણ નથી આપતી અને આપણે એવી ભૂલ કરી બેસીએ છીએ જે ન કરવી જોઈએ. પરિણામે આપણને તેનો ભોગ પણ બનવું પડે છે. પરંતુ એક દંપતી સાથે ખરેખર એવું બન્યું કે એમના હાથમાં લાગ્યો લાખોનો ખજાનો પરંતુ એમણે એવું કંઈક કર્યું કે જેને જાણીને લોકોએ તેમના નિર્ણય ઉપર થઈ ગયું માન…

પતિ – પત્નીને ખાડો ખોદતાં મળ્યો ખજાનો…

image source

એક દંપતી તેમના ઘરના પાછળના ભાગના વરંડામાં નાનો છોડ વાવવા માટે ખાડો ખોદી રહ્યાં હતાં અને અચાનક તેમને એક લોખંડની પેટી મળી આવી. તેમણે આ પેટી ખોલીને જોયું તો તેમાં સોના – ચાંદીના અસલી ઘરેણાં હતાં. આ ઘરેણાં નાની નાની પોટલી જેવી થેલીઓમાં સાચવીને રાખેલ હતાં. જેમાં વીંટી, ચેઈન અને બુટ્ટીઓ જેવા ઘરેણાં રાખેલાં હતાં. આ પતિ પત્ની તો તેને જોઈને ખૂબ જ નવાઈ પામ્યા. તેમણે આખો એ ડબ્બો બરાબર તપાસ્યો. એ દાગીનાઓને પણ ફેરવી ફેરવીને જોયાં. એમને સમજ જ ન પડી કે આ કોણ અહીં મૂકી ગયું હશે અને કોના હશે? આખી વાતનું રહસ્ય પણ એ પેટીમાં જ છૂપાયેલું હતું. સૌના આશ્ચર્યની સાથે એ ડબ્બામાં એક સરનામું લખેલું હતું. એ સરનામું વાંચ્યું તો ખબર પડી કે તે તો નજીકના પડોશમાં આ ઘર છે…

દંપતીએ બતાવી એવી સમજદારી કે સૌએ ભરી સલામી…

image source

દંપતીને જેવી જાણ થઈ કે આમાં પડોશના ઘરનું જ સરનામું લખેલું છે તો એમણે ત્યાં જઈને તપાસ કરી. એ પડોશમાં રહેતા લોકોએ પણ પુષ્ટી કરી કે હા, થોડા સમય પહેલાં તેમના ઘરમાં ચોરી થઈ હતી. આ વાતની જાણ કરવા પહેલાં આ પતિ પત્નીએ એક સમજદારીનું કામ એવું પણ કર્યું કે સૌથી પહેલાં એમણે જેવો તે ડબ્બો મળ્યો એમણે પોલીસને પણ જાણ કરી હતી. ચોરીની વાત બહાર આવતાં પોલીસ સતર્ક થઈ ગઈ અને એમણે પોતાની તપાસ ચાલુ કરી દીધી. પડોશીઓના કહેવા મુજબ એમના ઘરે ચોરી થઈ હતી વર્ષ ૨૦૧૧માં થઈ હતી અને તે આશરે 52 હજાર ડોલર્સ જેટલી કિંમતની ઝવેરાત હતી. બંનેની વાતનો તાળો મળતાં ચોરીની જણસ મળી ગઈ હોવાની પણ વાત સ્વીકારાઈ હતી.

ખજાનો ૫૨ હજાર ડોલર્સ એટલે કે ૩૫ લાખનો હતો…

image source

આપણાં ભારતીય રૂપિયા મુજબ આ રકમ ૩૫ લાખની હતી. ચોરાયેલ ઝવેરાત તેમના ઘરમાંથી જમીન ખોદતાં મળી આવ્યો હતો ત્યારે વર્ષો બાદ ચોરી થયેલી વાતનો ઉલ્લેખ ન્યૂ યોર્ક પોલીસે આ બધું જ તેમના માલિકને સોંપી દીધું હતું.

મેથ્યુ અને મારિયા દંપતીની વાત સાંભળીને નવાઈ લાગશે…

image source

ન્યુઝીલેન્ડના સ્ટેલાન આઇલેન્ડમાં રહેતા આ દંપતી જેમનું નામ મેથ્યુ અને મારિયા છે. તેમણે જે સ્થાનેથી આ ખજાનો મળી આવ્યો હતો ત્યાં તેમણે માટીનો હાથીનો નાનકડો સ્મારક બનાવડાવ્યો છે. તેમણે કહ્યું કે અમને કોઈ ઈનામ કે એવોર્ડની ઇચ્છા નથી. અમને જે યોગ્ય લાગ્યું એ અમે કર્યું કેમ કે આ ખજાના અમે જરા પણ હકદાર જ છીએ નહીં અને અમને કોઈ આશા પણ નથી. અમે ખુશ છીએ કે અમારા કારણે કોઈને એમની ચોરાયેલી સંપત્તી મળી ગઈ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ