ઘરમાં LPG ગેસ કનેક્શન છે? તો જાણી લો આ ફાયદાની વાત કે જે ગેસની કંપની ક્યારેય નહીં જણાવે..

ગેસ સિલિન્ડર મેળવતા પહેલા આ પાંચ મહત્વની વાતો જાણીલો.

image source

રાંધણ ગેસ રોજબરોજના જીવનમાં વણાઈ ચૂકેલી બહુ જ મહત્વની બહુ જ ઉપયોગી વસ્તુ છે. ભારત સરકારની યોજનાઓ ને પરિણામે હવે તો ભારતના મોટાભાગના ઘરમાં એલપીજી ગેસ કનેક્શન પહોંચી ચૂક્યાં છે.

ગામડાઓમાં પણ વાપરવામાં આવતા જુના ચૂલાઓની જગ્યાએ ગૃહિણીઓને સરકારની એલપીજી ગેસ કનેકશનને લગતી યોજનાઓને કારણે ચૂલા પર કરવામાં આવતી રસોઈથી પડતી તકલીફો માંથી છુટકારો મળી રહ્યો છે.

image source

પણ રાંધણગેસનું કનેક્શન મેળવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતથી ગેસ કનેકશન ધરાવનાર ગ્રાહક અજાણ છે અને કમનસીબે એજન્સી વાળા પણ પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલી ગેસ યુઝર માટે ફાયદાકારક પાંચ મહત્વની વાતોથી ગ્રાહકને અજાણ રાખે છે.

ચાલો જાણીએ આ પાંચ મહત્વની વાતો જે ગેસ સિલિન્ડર ખરીદતી વખતે ગ્રાહકે ધ્યાનમાં રાખવા જેવી છે.

શું તમે જાણો છો કે જ્યારે તમે ગેસ સિલિન્ડર ખરીદો છો ત્યારે જ તેનું 50 લાખ સુધીનો ઈન્સ્યોરન્સ પણ સાથે સાથે થઈ જાય છે?

image source

વિમાકવચ જેવી મહત્વની વાતથી પણ ગેસ એજન્સી ધરાવનાર તેના ગ્રાહકને અજાણ રાખે છે. એટલું જ નહીં સિલિન્ડરનો ઇન્સ્યોરન્સ તેની એક્સપાયરી ડેટ સાથે જોડાયેલો હોય છે. કદાચ મોટાભાગના ગ્રાહકો એ પણ નહીં જાણતા હોય કે સિલિન્ડર ખરીદતી વખતે એક્સપાયરી ડેટનું પણ ધ્યાન રાખવું જોઈએ.

image source

સિલિન્ડરને કારણે કોઇ દુર્ઘટના સર્જાય તો આ વિમાની રકમમાંથી 10 થી 25 લાખ રૂપિયા સુધીની વીમાની રકમ ગ્રાહકને મળી શકે છે અને સામૂહિક દુર્ઘટના સર્જાય તો પચાસ લાખ રૂપિયા સુધીનું વળતર પણ ગ્રાહક મેળવી શકે છે.

બીજી મહત્વની વાત એ છે કે ગેસ કનેક્શન એક શહેરમાંથી બીજા શહેરમાં બહુ જ સરળતાથી ટ્રાન્સફર થઇ શકે છે. એના માટે માત્ર થોડા ડોક્યુમેન્ટ આપવાના રહે છે. આ સેવા ભારતના કોઇપણ શહેરમાં લાગુ પડે છે.એક શહેરમાંથી બીજા શહેરમાં જતી વખતે જે શહેરમાં કનેક્શન ધરાવે છે ,ત્યાં પોતાની એજન્સી ઉપર જઈને ગેસ સિલિન્ડર અને રેગ્યુલેટર જમા કરાવી દેવાનું રહે છે.

image source

આ સમયે એજન્સી વાળા કનેક્શન માટે જમા કરેલા પૈસા પણ પરત કરવા બંધાયેલા છે અને સાથે સાથે ત્યાંથી જ એક ફોર્મ મળે છે જેમાં જુના કનેક્શન અંગેની સાબિતી હોય છે જે અન્ય શહેરમાં જઇ ત્યાંની ગેસ એજન્સી પર જમા કરાવવાનું રહે છે અને જે પરત મળેલા પૈસા જે તે નવી એજન્સીમાં જમા કરાવવાથી એ જ જૂનું ગેસ કનેક્શન નવા શહેરમાં પાછું મળી શકે છે.

અન્ય મહત્વનો ફાયદો એ છે કે ગેસ સિલિન્ડરનું કનેક્શન અન્ય ના નામ પર સરળતાથી ટ્રાન્સફર થઇ શકે છે. ઉપરાંત કોઈ બીજાના નામનો ગેસ સિલિન્ડર વાપરતા હોઈએ તો એ પોતાના નામ પર પણ સરળતાથી કરાવી શકાય છે. તેના માટે નામ ટ્રાન્સફર કરનાર બન્ને વ્યક્તિઓ ના એફિડેવિટની જરૂર પડે છે. નામ બદલવા માટે એન.ઓ.સી સાથે જરૂરી ડોક્યુમેન્ટસ આપવાના હોય છે.

image source

હવે my LPG. in વેબસાઈટની મદદથી પણ સરળતાથી ઓનલાઈન ગેસ કનેક્શન મેળવી શકાય છે. ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમલમાં મુકાયેલી યોજના ડિજિટલ ઇન્ડિયા દ્વારા લગભગ તમામ ક્ષેત્રો ને ડિજિટલાઇઝ કરી જનતાને ઘેર બેઠા ઘણા કાર્ય સરળ કરી આપનાર યોજનાનો જ એક ભાગ એટલે my Lpg.in. આ યોજના દ્વારા જરૂરી કાર્યવાહી પૂરી કરી ઓનલાઇન ગેસ કનેક્શન મેળવી શકાય છે. online એક ફોર્મ ભરવાનું હોય છે જેમાં તમારી તમામ માહિતી આપવાથી તમારું ગેસ કનેક્શન એપ્રુવ થતું હોય છે.

image source

સરકારે ન કેવળ ગેસ કનેક્શનની યોજના સરળ કરી ઘરે ઘરે ગેસ કનેક્શન પહોંચાડવાનો પ્રયાસ કર્યા છે ,પરંતુ તેને સબસિડી દ્વારા લોકો માટે એફોર્ડેબલ કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. સબસીડી ની પ્રક્રિયા પણ ઓનલાઇન કરી શકાય છે.

તેના માટે https://rasf.uidai.gov.in/seeding /user/resident પર ક્લિક કરી તેની સામે ખુલતી આધાર કાર્ડની વેબસાઇટમાં સ્ટાર્ટ ના બટન પર ક્લિક કરવાથી ખુલતા પેજમાં માંગવામાં આવતી માહિતી ભરવાની રહે છે.

image source

સરકાર દ્વારા સબસીડી માટે માંગવામાં આવતી તમામ માહિતી પૂરી પાડવાથી ચકાસણી બાદ મળતી સબસિડી સીધી બેંક માં જમા થઇ શકતી હોય છે.

તો આટલું જાણ્યા બાદ મિત્રો તમારા ઘરના કનેક્શનને ચકાસજો .તમારા કનેક્શન લેટરમાં આપેલી માહિતીને ફરીવાર ધ્યાનથી જોજો. તેની એક્સપાયરી ડેટ પણ ચકાસજો અને જો ઉપર જણાવ્યા મુજબ કોઈ પણ માહિતી તમારા કનેક્શન લેટરમાં ન દેખાતી હોય તો અને તેના વીમા અંગેની માહિતી પણ તમારી પાસે ન હોય તો તમારા ગેસ એજન્સી વાળાનો તાત્કાલિક સંપર્ક કરી જરૂરી માહિતી મેળવી લેવી જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ