ઘરમાં બરકત નથી થવા દેતી તૂટેલી ચપ્પલ, આ વસ્તુઓથી થાય છે આર્થિક નુકશાન

મિત્રો, આપણો દેશ એ ધર્મ અને આધ્યાત્મિકતા પર આધારિત દેશ છે. આપણા દેશના મોટાભાગના લોકો તેના જીવનમા બનતી અનેકવિધ ઘટનાઓને શ્રધ્ધા અને અંધશ્રદ્ધા સાથે સાંકળે છે. એવુ માનવામા આવે છે કે, જો ઘરમા વાસ્તુદોષ હોય તો તે વ્યક્તિ અથવા તેના પરિવારને બધી આર્થિક, શારીરિક અને માનસિક મુશ્કેલીઓમાંથી પસાર થવુ પડે છે.

image source

વાસ્તુના નિયમો મુજબ સૂર્યની કિરણો પર આધારિત છે, જે અગ્નિ, જળ અને હવાને સંતુલિત કરવાનું કામ કરે છે. જો વાસ્તુના નિયમોનુ પાલન કરવામાં આવે તો ઘરમા સુખ-સમૃદ્ધિ અને બરકતની ઘણી રીત પણ ખુલી જાય છે. જો તમે પણ તમારા ઘર-પરિવારમા સુખના આગમનની ઈચ્છા ધરાવતા હોવ તો વાસ્તુ સાથે જોડાયેલી આ વાતોનુ અવશ્યપણે ધ્યાન રાખવુ.

image source

શું તમને ખ્યાલ છે કે, ઘરમા તૂટેલી ચપ્પલ એ ગરીબીનુ ચિહ્ન માનવામાં આવે છે. તે ઘરમા પૈસાના આગમનને પણ અવરોધે છે. ઘરના વડીલ વ્યક્તિએ ક્યારેય પણ તૂટેલા ચપ્પલ પહેરવા ના જોઈએ. જો તમારા ઘરમા પણ તૂટેલી ચપ્પલ પડેલી છે તો તેને તરત જ દૂર કરો.

image source

કેટલાક લોકો ઘરના બધા કચરાને છત પર એમ વિચારીને રાખે છે કે, ત્યા આવતા લોકોને સીધી નજર ના આવે પરંતુ, વાસ્તુ મુજબ ઘરની છત પર પડેલી આ ગંદકી આપણા આર્થિક સંકટને પ્રોત્સાહન આપે છે. આ સાથે જ પરિવારમા બરકત થવા દેતી નથી માટે ઘરના છતની સાફ-સફાઈનુ વિશેષ ધ્યાન રાખો. એવુ પણ માનવામા આવે છે કે, ઘરની છત પર કચરો રાખવાથી તે આપણને પિતૃદોષ તરફ દોરી જાય છે.

image source

આ સિવાય દેવી-દેવતાઓની ફાટેલી તસવીરો અથવા ટુકડા થઈ ગયેલી મૂર્તિઓ પણ ઘરમા રાખવી અશુભ ગણાય છે. તેનાથી તમારા ઘર પર અનેકવિધ પ્રકારના આર્થિક સંકટ આવી શકે છે. તેને પવિત્ર નદીમા વહેડાવી દેવા જોઈએ. આ ઉપરાંત કેટલાક લોકો દેવી-દેવતાઓની બધી તસવીરો ઘરમા મૂકી દે છે. ઘરમા કોઈપણ એક દેવતાની બે થી વધુ તસવીરો હોવી જોઈએ નહીં.

image source

તમે ઘણા લોકોના ઘરોમાં જોયું હશે કે લોકો સાબુના બાકીના ટુકડાઓ સળીયા પછી રાખે છે, આવુ ક્યારેય પણ ના કરવુ જોઈએ. એવુ માનવામા આવે છે કે, આ સાબુના ટુકડા સળીયા પર લગાવવાથું તે ઘરમાં નકારાત્મકતાનું કારણ બની શકે છે, તેથી તેઓને દૂર કરવા જોઈએ.

image source

કેટલાક ઘરોમા લોકો વાસણો તૂટી ગયા હોવા છતા તેનો ઉપયોગ કરતા રહે છે અને તેમા ખોરાકનુ સેવન પણ કરે છે. વાસ્તુ મુજબ તૂટેલા વાસણમા ખોરાક ખાવાની મનાઈ છે. જો તમારા ઘરમા પણ આ પ્રકારનુ કોઈ વાસણ હોય તો તુરંત જ તેને ઘરમાથી કાઢી નાખો. આ સિવાય તૂટેલી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, તૂટેલા કાચ વગેરે પણ ઘરમા રાખવુ અશુભ ગણાય છે, તે તમારા ઘરમા આર્થિક સંકટ અને ગરીબી માટેના જવાબદાર કારણો બની શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ