આ રીતે ઘરે કરો માતાજીનુ અનુષ્ઠાન, પછી જુઓ ક્યારે પણ નહિં ખૂટે ઘરમાં રૂપિયા

યથાશક્તિ માતાજીનું યોગ્ય અનુષ્ઠાન, જેથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે

દરેક ઘરમાં બીજું કઈ હોય ન હોય ભગવાનનું એક નાનકડું સ્થાન જરૂર હશે. જ્યાં સવાર સાંજ બેસીને તમે પોતાના મનને શાંત કરતા જ હોવ છો. આપણે ત્યાં મોટે ભાગે દરેકના ઘરે યથાશક્તિ પ્રમાણે ભગવાનની સ્થાપના કરવામાં આવે છે. જેમાં કુળદેવ કે કુળદેવીથી લઈને દરેક ભગવાનના ફોટા રહેતા હોય છે. જો કે અન્ય ભગવાનને પૂજવા બાબતે ઘણા મત-મતાંતર જોવા મળે છે, જેવી જેની શ્રદ્ધા એ અનુસાર માતાજી કે દેવી દેવતાઓનું સ્થાપન ઘરના મંદિરમાં કરવામાં આવે છે.

image source

નારદપુરાણમાં આ માટે પણ કેટલાક ખાસ નિયમો દર્શાવવમ આવેલ છે. પૂજા અને મંત્ર જાપ કરતી વખતે હંમેશા સતર્ક રહેવું જોઈએ. માન્યતાઓ મુજબ વર્ષ દરમિયાન કેટલાક દિવસો વિશેષ હોય છે, આ સમયમાં દેવી-દેવતાઓની ઉપાસના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. એટલે જયારે પણ પૂજા કરવામાં આવે છે ત્યારે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો વ્યક્તિ પુણ્ય ફળને બદલે પાપનું ભાગીદાર બની જાય છે.

image source

કહેવાય છે કે શરીર સુદ્ધિ કરતા મનની સુદ્ધિ વધુ જરૂરી છે. આમ પૂજા કરતી વખતે મનની ભાવનાઓ અને શરીરની ક્રિયાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. દરેક ધર્મમાં પૂજા-આરાધના માટે જુદાજુદા નિયમો હોય છે. સામાન્ય બાબતો જેમકે છીંક ખાવી, ઉધરસ ખાવી, મનમાં ગુસ્સો, લાલચ જેવી ભાવનાઓ ન રાખવી એ સમાન આવશ્યકતા છે.

image source

કારણ કે મનમાં ઉદભવતી આવી લાગણીઓથી આપણું મન અપવિત્ર થઈ જાય છે, અપવિત્ર મન પ્રાર્થનાને અપવિત્ર કરે છે. પૂજા જ્યારે પણ કરીએ ત્યારે આપનું મન પણ પવિત્ર હોવું જરૂરી છે. પૂજા, જપ તપ માટેના કેટલાક આવશ્યક નિયમોનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રમાં પણ કરવામાં આવ્યો છે. વાસ્તુ અનુસાર પૂજા કરવા માટે ઈશાન ખૂણો સૌથી શ્રેષ્ઠ મનાય છે. એટલે કે વાસ્તુશાસ્ત્રનું માનીએ તો ભગવાનની સ્થાપના અને પૂજા આ ખૂણામાં જ કરવી જોઈએ.

image source

ભગવાનની સ્થાપના માટે ઈશાન ખૂણો અત્યંત શુભ સ્થળ ગણવામાં આવે છે. માન્યતા પ્રમાણે પૂર્વ-ઉત્તરની દિશામાં બેસીને કરેલી કોઈપણ પૂજા સિદ્ધ થાય છે અને ફળદાયક નીવડે છે. પૂર્વ દિશા તરફ મોં કરીને જો કોઈપણ શુભ કામ કરવામાં આવે તો તેનું ફળ પણ ઉત્તમ જ મળે છે. એટલા માટે જ પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવા બેસવું જોઈએ, જેથી એ પૂજા દ્વારા ઈચ્છિત ફળ મેળવી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ