વર્ક ફ્રોમ હોમમાં લાગેલા થાકને આ રીતે કરી દો દૂર, એકદમ રિલેક્સ ફિલ થશે

લોકડાઉન માં વર્ક ફ્રોમ હોમ થી થાકી ગયા છો. તો આવી રીતે કરો તમારા થાક ને દૂર.

કોરોના વાયરસના સંક્રમણનેરોકવા માટે અત્યાર સુધીમાં કોઈ સત્તાવાર ઈલાજ મળી આવ્યો નથી. જેથી તેનાથી બચવાનો એક જ રસ્તો છે, જે છે સંક્રમિત વ્યક્તિથી બચાવ કરવો. દેશમાં જે રીતે સતત સંક્રમિત વ્યક્તિઓનો વધારો થઈ રહ્યો છે, તેને જોતા દરેક વ્યક્તિને સોશિયલ ડિસ્ટેંસિંગ પણ અપનાવી રહ્યા છે. ત્યારે બધાજ ઓફીસ માં વર્ક ફ્રોમ હોમ થી કંટાળી ગયા છો. તો આ ઉપાયો અપનાવો. તે પહેલાં જાણીશું.
જાણો શું હોય છે લોકડાઉન?

image source

ખરેખર તો લોકડાઉન એક ઈમરજન્સી વ્યવસ્થા છે, જે એપિડેમિક અથવા કોઈ આપત્તિના સમયમાં શહેરમાં સરકારી રીતે અમલમાં મૂકવામાં આવે છે. લોક ડાઉનની સ્થિતિમાં તે ક્ષેત્રના લોકોને ઘરમાંથી બહાર નીકળવાની અનુમતિ આપવામાં આવતી નથી. તેમને માત્ર દવા, અનાજ અને જરુરી ચીજવસ્તુઓ માટે જ બહાર આવવાની મંજૂરી મળે છે. કોવિડ 19 બચવા માટે સોશિયલ ડિસ્ટેંસિંગ જરૂરી છે જેથી લોકો ને ઘરે થી કામ કરવાનું કેહવા માં આવ્યું છે. ત્યારે બધા ને પરેશાની નો સામનો કરવો પડે છે.

image source

ઘરે થી કામ કરવાથી એટલું પ્રેશર વધી ગયું છે કે તે પોતાની ઊંઘ પણ પુરી ના કરી શકે. સાંજ થતા થતા થાક નો અનુભવ કરે છે. આ સમયે થાક દૂર કરવાનું કામ મુશ્કેલ છે. થાક ઉતારવા માટે ના બહાર જઈ શકાય અને ના તો મિત્રો ને મળી શકાય અમે તમને બતાવીશું કેવીરીતે આવા માહોલ માં ઘરે થી કામ કરી ને પણ આપણે થાક દૂર કરી શકીએ.

image source

1. કામ ને વહેંચો.

કામ ને વહેંચવામાં માં આવે તો કામ સહેલું થઈ શકે છે. ધરે થી કામ કરવામાં ઘર અને ઓફીસ બને નું કરવું પડે છે. બહાર થી ખાવા નું ઑડર ના કરી શકાય. રસોઈ પણ કરવી પડે. આવા માહોલ માં જવાબદારી નું વહેંચો. પરિવાર ના સભ્યો સાથે અને જીવનસાથી સાથે કામ ની વહેંચણી કરો. જેથી તમારે બન્ને સાઈડ કામ ન કરવું પડે.

image source

2.એકાગ્રતા બનાવી રાખો.

ઘરે થી કામ કરો એ સમય દરમિયાન આપણે એક વાત ની કહીએ છીએ કે બહુ બધો સમય ઓફીસ ના કામ માં નીકળી જાય છે. મામૂલી વાત છે. તમે 11 12 કલાક ઓફીસ નું કામ કરો થાક લાગે. આવા માં એકાગ્રતા થી કામ કરવામાં આવે તો તે કામ ઝડપ થી પૂરું થઈ જશે અને આરામ નો સમય પણ મળશે.

image source

3. વચ્ચે વચ્ચે થોડો બ્રેક લો.

ઓફીસ માં આપણે લંચ પછી થોડો સમય વાતો કરીએ છીએ. ગપ્પા મસ્તી પણ કરીયે છીએ. ક્યારેક કયારેક તો ઓફીસ ના મિત્રો સાથે ચા કોફી ના બહાના થી ફરવા પણ જઈએ છીએ. પણ ઘરે થી કામ કરવામાં આવુ કાઈ થતું નથી. જ્યારે સવારે આંખો ખુલે ત્યારે લેપટોપમાં પછી જમી ને તરત લેપટોપ માં જતા રહીએ છીએ એટલે આ પરિસ્થિતિ માં થાક વધારે લાગે છે.જેથી વચ્ચે વચ્ચે થોડો બ્રેક લો.

આમ, તમે આ પરિસ્થિતિ માં નિયમિત પ્રાણાયમ, યોગ અને કસરત કરો. જેથી મગજ ને શાંતિ મહેસૂસ થાય.

નોંધઃ આ આર્ટિકલમાં કહેલ દરેક વાત વ્યક્તિની તાસીર પર આધાર રાખે છે. દરેક વ્યક્તિ પર આયુર્વેદિક, નેચરલ કે અન્ય દવાઓ તથા નુસખાઓની અસર જુદી જુદી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ