25 કરોડનું દાન કર્યા પછી અક્ષય કુમારે ફરી BMCને આપ્યું આટલા કરોડનું દાન, જાણો તમે પણ

અક્ષય કુમારે ફરી એક વાર મદદ માટે હાથ લંબાવ્યો, મુંબઈ પોલીસ ફાઉન્ડેશનમાં કર્યા આટલા કરોડ દાન

image source

કોરોના વાયરસ સામેની જંગમાં દેશનો સાથ આપતા હિન્દી ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે હવે મુંબઈ પોલીસ ફાઉન્ડેશનને પણ બે કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. આ અગાઉ પણ અક્ષય કુમાર કોરોના માટે દાન કરી ચુક્યા છે.

મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહએ ટવીટ કરીને અક્ષય કુમાર દ્વારા અપાયેલા સહાયક દાન તેમજ એમના યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો હતો. પરમબીર સિંહએ લખ્યું હતું કે મુંબઈ પોલીસ ફાઉન્ડેશનમાં બે કરોડ રૂપિયાના સહયોગ બદલ મુંબઈ પોલીસ અક્ષય કુમારનો આભાર માને છે. તમારો સહકાર શહેરની સુરક્ષા માટે પ્રતિબદ્ધ મહિલા અને પુરુષ પુલીસ કર્મીઓના જીવનમાં ખુબ જ મદદગાર સાબિત થશે.

ટવીટના જવાબમાં 52 વર્ષના અભિનેતા અક્ષય કુમારે કોવીડ-19 (Covid-19)થી સંક્રમિત થઈને પોતાનો જીવ ગુમાવનાર હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત પેન્ડુંરકર અને સંદીપ સુર્વેને શ્રદ્ધાંજલિ આપી અને પોતાના પ્રશંસકોને ફાઉન્ડેશનમાં સહકાર આપવાનો આગ્રહ પણ કર્યો. એમણે ટવીટ કર્યું કે, “હું મુંબઈ પોલીસના હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત પેન્ડુંરકર અને સંદીપ સુર્વેને સલામ કરું છું જેમણે કોરોના સામે લડતા લડતા પોતાના જીવનનું બલિદાન આપી દીધું. મેં મારું કામ કરી દીધું છે, આશા કરું છું કે તમે પણ કરશો. આપણે ભૂલવું ન જોઈએ કે આપણે એમના કારણે જ સુરક્ષિત છીએ.”

આ સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે આનાથી પહેલા પણ અક્ષય કુમારે કોરોના વાયરસ સામેની લડતમાં પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (PPI), માસ્ક અને રૈપીડ ટેસ્ટીંગ કીટના નિર્માણ માટે બીએમસી ને ૩ કરોડ રૂપિયા દાન કર્યા હતા. અભિનેતાએ ટવીટર ઉપર મુંબઈ પોલીસ અને બીએમસીનો આભાર વ્યક્ત કરતા લખ્યું છે કે, “આપણા પરિવાર અને આપણને સુરક્ષિત રાખવા માટે આ લોકોની એક સેના છે, જે રાત દિવસ મહેનત કરી રહી છે.

ચાલો મળીને એમને #DilSeThanku કરીએ, કારણ કે ઓછામાં ઓછું એટલું યોગદાન તો આપણે કરી જ શકીએ છીએ.” વધુમાં જણાવી દઈએ કે બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કે પીએમ કેયર ફંડમાં પણ ૨૫ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ