ઘર, દુકાન કે પછી ઓફિસમાં રાખો કાચબાને…થશે અઢળક લાભ..જાણી લો તમે પણ…

કાચબાને વાસ્તુ શાસ્ત્ર અને ફેંગ શુઇ બંનેમાં અત્યંત શુભ માનવામાં આવે છે. કાચબાને ઘર, ઓફિસ કે પછી દુકાનમાં રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને હકારાત્મક ઊર્જા પ્રમાણ વધે છે. તેને કારણે જીવનમાં અઢળક ફાયદા થતાં હોય છે. કહેવાય છે કે ટૉર્ટોઇસ માં અદભૂત શક્તિઓ રહેલી હોય છે, જેનાથી સમસ્યાઓ દૂર થાય છે અને લાઇફનાં દરેક કાર્યોમાં સકસેસ મળતી રહે છે. દરેક દિશાનું કોઈ એક ખાસ ધાતુ સાથે સંબધ સંકળાયેલો છે, જો વાસ્તુ શાસ્ત્રનાં સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને આપણી ઇચ્છાઓ પ્રમાણે જુદી જુદી દિશામાં ધાતુથી બનેલા ટૉર્ટોઇસ ને મુકવાથી ઘરની તમામ સમસ્યાઓનો નાશ કરશે.


ટૉર્ટોઇસ વિવિધ ધાતુઓમાંથી બનાવેલ છે

આજકાલ વિવિધ ધાતુઓ, આકાર અને રંગનાં કાચબા મળતા હોય છે. આવી પરિસ્થિતિમાં, આ વાતને સમજવું જોઈએ અને તેનું પાલન પણ કરવું જોઈએ કે કઈ ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે ક્યા ધાતુનો બનેલો કાચબો ઘર, દુકાન કે ઓફિસમાં મુકવો જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અને ફેંગ શુઇ મુજબ જુદી જુદી ધાતુઓથી બનેલા કાચબો વિભિન્ન પરિણામ આપે છે.

#crystalsbangalore #fengshuitortoise #crystaltortoises

A post shared by Feng Shui Vaastu Shop (@fengshuivaastushopbangalore) on

ઘર કે કામની જગ્યાએ કાચબાને મૂકતા પહેલાં કઇ ઇચ્છા માટે ક્યા પ્રકારનાં કાચબાને રાખવાથી ફાયદા મળે છે તે જાણી લો. નહીંતર એવું ન થાય કે લાભ મળવાને બદલે નુકશાન થઈ જાય. આ અંગે જાણવા માટે આગળ વાચતા રહો અને જીવનમાં આ નો લાભ પણ મેળવો..

ધન પ્રાપ્તિ માટે

અમુકનાં જીવનમાં પૈસાની સમસ્યા બહુ રહેતી હોય છે, તેઓ કેટલીય મહેનત કરી લે પણ તેઓ સફળ નથી થતાં. આ મુશ્કેલીનાં ઉપાય માટે ઘરમાં કે કામ કરવાની જગ્યાએ કાચબાને રાખવા જોઈએ. વસ્તુ શાસ્ત્રમાં કાચબાને ધન પ્રાપ્તિનો સૂચક ગણાવામાં આવ્યો છે. જો કોઈને ધનને લગતી કોઈ મુશ્કેલી હોય તો, તેમણે ક્રિસ્ટલનાં ટૉર્ટોઇસ ધરમાં મૂકવો જોઈએ. તમે ટર્ટલને પોતાનાં કાર્ય સ્થળ અને તિજોરીમાં પણ મૂકી શકો છો. તેનાથી ધીરે ધીરે બધી સમસ્યાઓ નષ્ટ થશે અને જીવનમાં પૈસાની તંગી ક્યારેય નહીં રહે.

સંતાન મેળવવા માટે

જે દંપતીને સંતાન નથી અથવા જેઓ સંતાનનાં સુખથી વંચિત છે તેઓ પોતાનાં ઘરમાં કાચબાને મૂકવા જોઈએ. આના ઉપાય માટે તમારે કાચબાની પીઠ ઉપર બચ્ચા હોય તેવા કાચબાને ધરમાં મૂકવો. આ પ્રકારનાં ટૉર્ટોઇસ ને સંતાન પ્રાપ્તિ માટે ખાસ માનવામાં આવે છે. સમય જોતાં જ આ તકલીફ પણ દૂર થાય છે.

કારોબારમાં સફળતા માટે

મેટલનાં ટૉર્ટોઇસને ધંધાની જગ્યાએ કે ઓફિસમાં મૂકવાથી થતા નૂકશાન દૂર થાય છે. મેટલનાં ટૉર્ટોઇસ સફળતા મેળવવામાં મદદ મળે છે. આ કાચબાને દુકાન-ઓફિસ સિવાય બેડરુમમાં પણ મૂકી શકાય છે. તેનાથી થતી નકારાત્મક એનર્જી નાશ થાય છે અને હકારાત્મક એનર્જી જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે.

બીમારીઓથી બચવા માટે

આમે અત્યારે બીમારીઓ ખુબ જ ફેલાઈ રહી છે, તો આના નિવારણ રૂપે ઘરમાં કે ઓફિસે માટીનાં બનેલા કાચબાને રાખી મુકવા. આ સિવાય જો ઘર પરિવારમાં બીમારીઓ અવાર-નવાર થતી હોય તો તેને દૂર કરવા માટે પણ માટીનાં બનેલા ટૉર્ટોઇસ અત્યંત લાભદાયી રહે છે.

નવા ધંધાની શરુઆત કરતા સમયે

A post shared by Yvette Marie (@yvettemarie777) on

કહેવાય છે કે ચાંદીનો કાચબો બહુ શુભ હોય છે, એટલે તેને ખાસ કરીને નવો ધંધો શરુ કર્યો હોય અથવા કરવાનાં હોવ ત્યાં ચાંદીનાં કાચબાને મૂકવા જોઈએ. આમ કરવાથી વ્યાપારને કોઈની નજર નથી લાગતી. અમુક લોકો હાથમાં ચાંદીની રિંગ પણ પહેરીને રાખતા હોય છે.

પરીક્ષામાં સફળ થવા માટે

લાઈફમાં દરેક વસ્તુમાં કોમ્પીટીશન ચાલી રહી છે, તે ભલે બાળકોમાં હોઉં કે મોટાઓમાં. કોમ્પીટીશનમાં બની રહેવા માટે બધા ખુબ જ મહેનત કરતાં હોય છે. નાના બાળકો પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા, નોકરી મેળવવી હોય કે પછી નોકરીમાં ટકી રહેવા માટે અને પ્રમોશન મેળવવા માટે દિવસ રાત એક કરી દેતા હોય છે. તમે જો આ પરિસ્થિતિમાં પીતળનાં ટૉર્ટોઇસને પોતાની પાસે રાખવા અથવા વીંટી કરાવીને પહેરવાથી લાભ મળે છે. પીતળનાં કાચબાને પાસે રાખવાથી સફળતા મેળવવામાં મદદ મળે છે.

કંકાશને દૂર રાખવા માટે

અત્યારે જ્યાં જૂઓ ત્યાં ઝગડા અને સમસ્યાઓ જોવા મળે છે. ઓફિસમાં પણ હવામાન એકદમ નકારાત્મક બની ગયું છે, આ કારણથી દરેકનાં મનમાં કોઈને કોઈ કારણથી દુશ્મનીની ભાવના જન્મે છે. જો ઘરનાં સભ્યોની વચ્ચે લડાઈ-ઝગડા થતા હોય તો ઘર અને ઓફિસમાં બે કાચબાની જોડીને મૂકવા. તેનાથી મનમાં તણાવ ઘટે છે અને પ્રેમ વધે છે.