ધડપણનો ટેકો – એક દિકરી કેવીરીતે પોતાના પરિવારનેદુઃખના ખાબોચિયામાંથી બહાર કાઢી સમાજના ઉબરે લાવી મૂકે છે…

“અરે, ઓ સ્વાતિ, ક્યાં ગઈ આ છોકરી, કંઈ કામની પડી જ નથી, સાચ્ચે હું ત્રાસી ગઈ છું, આ છોકરીથી…” અલ્પાબહેને જોરથી રાડ નાંખી.

“હા, મમ્મી આવું જ છું, બસ આ એક સવાલ વાંચી લઉં…” સ્વાતિએ ચોપડી બતાવતા કહ્યું.

“એ ચોપડીઓ તારા ભાઈની છે, જોઈ જશે તો તારી ખેર નહીં, અને તારા પિતાજી જોઈ જશે તો તને જીવતી મારી નાંખશે” અલ્પાબહેને ગુસ્સે થઈ ગયાં.

“મમ્મી મારે પણ ભણવું છે, કેમ પપ્પા ફક્ત ભાઈને જ ભણાવે છે? મને કેમ નથી ભણાવતાં” સ્વાતિ મમ્મીની નજીક આવીને બોલવા લાગી.

“આપણે રહ્યાં સ્ત્રીની જાત, આપણું જીવન એટલે આ ચૂલો, અને ધરકામ, બસ, આજ આપણું જીવન છે, દિકરી, તું તારા ભણતરનાં સપનાઓ તારા દિલમાં જ રાખે તો સારું, તને ખબર નથી આપણાં જ ગામમાં વર્ષો પહેલાં એક છોકરી જીદે ચઢી હતી, ભણવાની જીદે, ગામ લોકોની વિરુધ્ધ જઈ ભણવાં લાગી તો આ ગામનાં લોકો એ એને જીવતી જ સળગાવી દીધી હતી, હું તને ખોવા નથી માંગતી, તેથી જ આ સલાહ આપું છું.” અલ્પાબહેન રોવાં લાગ્યાં.


“મમ્મી તમે રડો નહીં, હું કામ કરી નાંખું છું, એમ કહી સ્વાતિ ચૂલામાં ફૂંક મારવાં માંડી.

આ વાત ૧૯૯૦ ની છે, ગુજરાત રાજ્યનાં છેવાડે આવેલું આશરે બે હજાર માણસોની વસતી, ગામનાં લોકોનો મુખ્ય વિષય એટલે ખેતી, સવાર સાંજ ખેતરે જઈને મજુરી કરવાની અને જે બે પૈસા મળે એનાથી પોતાનાં ધરનું ગુજરાન ચલાવવાનું, ગામમાં એક મંદિર હતું વર્ષો જુનું હોવાને લીધે આ મંદિરની લોકપ્રિયતા ધણી હતી, આજુ-બાજુથી સૌ લોકો આ મંદિરે દર્શને આવતાં. અહીં કાયમ દર્શનાર્થીઓની ભીડ રહેતી.


આ ગામનો એક વિચિત્ર કહી શકાય એવો નિયમ હતો અને એ હતો કે “છોકરીની જાતએ ભણવાંનું નહીં, છોકરીએ ફક્ત ધરકામ જ કરવાંનું, ગામમાં કોઈ સ્ત્રી નિકળતી તો પણ હંમેશા માંથુ ઢાંકીને, કોઈ સ્ત્રી જાત આ નિયમનો ભંગ ખરે તો ગામનાં મુખ્યાજી ખુબ જ આકરી સજા આપી દેતાં.

આ ગામમાં વર્ષોથી રહેતું કુટુંબ એટલે નાથુભાઈનું કુંટુંબ, જમીન વધારે ન હોવાને કારણે પૈસૈ ટકે એટલાં સુખી ન હતાં, અલ્પાબહેન નાથુભાઈનાં પત્નિ અને એમનો એક દિકરો સુરેશ, અને એક દિકરી સ્વાતિ. નાથુભાઈ નિયમ મુજબ સુરેશને ભણાવતાં હતાં, કોઈ પણ કસર કર્યા વિનાં સુરેશનાં ભણતર માટે જરુરી સામગ્રી હાથવગી મળી રહેતી.

જ્યારે સ્વાતિને ધરકામ કરવું પડતું, સ્વાતિને આ બધું પસંદ તો હતું નહીં, પણ કરે શું નિયમનો ભંગ કરી શકાય એમ હતું નહીં, નહીંતર મુખ્યાજી શું સજા આપે એ નક્કી નહીં, એટલે ન છુટકે ચુપચાપ ધરનું કામ કરવું પડતું, ક્યારેક ક્યારેક મંદિરે જઈને ક્લાકો બેસી રહેતી અને ભગવાનને પ્રાર્થના કરતી કે “આ જુના રિતિરિવાજો વાળાં ગામમાં શા માટે જન્મ આપ્યો, સૌ જુની પ્રથા મુજબ જીવે છે,


‘છોકરીની જાત ને ધરની બહાર નથી નિકળવાં દેતાં કે ન તો ભણવાં દે છે’, શું છોકરી બનીને મેં ભૂલ કરી? શું છોકરીની જાતને ધરકામ સિવાય કંઈ કરી ન શકે? શું છોકરી ને કાયમ પુરું જીવન રસોડાંનાં ધુમાડાંમાં જ કાઢવાનું? આવાં અસંખ્ય સવાલો સ્વાતિને રાત્રે પણ સુવા ન’તા દેતાં, ખેર એ કરે તો કરે શું?

નાથુભાઈ ખેતરે જઈ મહેનત કરે અને દિકરાંને ભણાંવવાં પાછળ કોઈ કસર ન છોડી, કારણકે નાથુભાઈએ સુરેશને ખુબ જ ભણાવી સારી નોકરી કરાવવી હતી, કારણકે નાથુંભાઈનું પુરેપુરું જીવન આ ખેતરોની માટી સાથે જ વિત્યું હતું, અને નાથું ભાઈ વિચારતાં કે હમણાં તો પગ સારા છે, કામ થાય છે, પણ પાછલાં જીવનમાં જ્યારે કામ નહીં થાય ત્યારે આ મારો સુરેશ મારો ‘ધડપણનો ટેકો’ બનશે, એટલે સુરેશને ખુબ જ સારી રીતે શહેરમાં ભણવાં મોકલ્યો હતો.


ગામનાં આ વિચિત્ર નિયમથી ધણી છોકરીઓ હેરાન હતી, કારણકે ધણી છોકરીઓ ભણવાં માંગતી હતી, કારણકે દરેક છોકરીએ ચૂલામાં જીવન વિતાવવું ન હતું, પણ શરુઆત કરવાની હિંમ્મત કોઈનાં માં ન હતી. આ બાબતે સ્વાતિ પણ હંમેશા થોડી મુંઝવણમાં રહેતી હતી.

એક દિવસ સુરેશ શહેરથી પાછો આવ્યો, ગામમાં પહેલી વખત કોઈ વ્યક્તિ પોતાની મોટરસાઈકલ લઈને આવ્યો, કારણ કે આ ગામમાં કોઈ પાસે મોટરસાઈકલ હતી નહીં અને આજે પહેલી વખત ગામમાં કોઈ પોતાની મોટરસાઈકલ લઈને આવ્યું, સૌ ખુશ હતાં, નાથુંભાઈ સૌથી વધું ખુશ હતાં કારણકે પોતાનો દિકરો શહેર જઈને ખુબ જ ભણ્યો, અને પોતાની મોટરસાઈકલ પણ લઈ લીધી. અનેક લાગણીઓ નાથુંભાઈની ભીની આંખો બતાવી રહી હતી,જાણે વગર કૉલરની કફનીનો કૉલર ઉંચો થઈ ગયો, ખુબ જ ગર્વથી માથું ઉંચું થઈ ગયું, ગામનાં ધણાં પ્રતિસ્થિત લોકો આવ્યા અને તમામે સુરેશના વખાણ કર્યા.


ધરમાં આવતાંની સાથે જ સુરેશે બેગમાંથી મમ્મી માટે સાડી, બહેન માટે ડ્રેસ અને પિતાજી માટે નવો નક્કોર કફની પાઈજામો ભેટમાં આપ્યા. અને મિઠાઈ ખવડાવી સૌના મોં મીઠા કરાવ્યા, અને કહ્યું કે મને શહેરમાં ખુબ જ સારી નોકરી મળી ગઈ છે, અને હા, મેં મારી જીવનસાથી પણ પસંદ કરી લીધી છે અને હવે, હું એની સાથે શહેરમાં જ રહીશ, આ ગામડાંનું જીવન મને માફક નહીં આવે..નાથુંભાઈ એક પણ શબ્દો બોલ્યાં સાંભળ્યે જતાં હતાં, અને સુરેશને એક પણ શબ્દ ન બોલ્યાં, અને સુરેશ પાછળ ફર્યા વિના ગાડી હંકારી રસ્તાઓ ઉપર ડમરી ઉડાડતો ઉડાડતો શહેર તરફ નિકળી ગયો.

અલ્પાબહેન અને સ્વાતિ બંન્ને દુઃખી અને નિઃશબ્દ હતાં, એથી ય વધારે દુઃખી નાથુંભાઈ, પણ કરે શું? સપના બધા પાણીમાં હતાં, એકનો એક દિકરો આવું કરશે એ નાથુભાઈનાં પરિવારે વિચાર્યું ન હતું, નાથુંભાઈ પણ એવાં હતાં કે દિકરાંની ખુશી આગળ પોતાનાં દુઃખને અવગણી નાંખ્યાં.


સમય પાણીની માફક વહી રહ્યો હતો, નાથું ભાઈ કે અલ્પાબહેન અને સ્વાતિ સુરેશને ભૂલી તો ન શક્યાં, પણ હવે શું થાય? આઠ વર્ષ વિતિ ચૂક્યાં હતાં, છતાં સુરેશ એકપણ વખત માતા-પિતાને મળવાં આવ્યો ન હતો, આવાં જ સંજોગો વચ્ચે નાથુંભાઈ બિમાર પડ્યાં, ભયંકર બિમાર, ખાટલાંમાંથી ઊઠી શકવાની પણ હિંમત ન હતી, સ્વાતિ અને અલ્પાબહેન તમામ કોશિશ કરી ચૂક્યાં હતાં, પણ નાથુંભાઈ બેઠા થવાંનું કે સાજા થવાંનું નામ પણ લેતાં ન હતાં, તમામ વૈધ હકીમને બતાવી દીધું, ધણાં ભગતભૂવા, દોરા-ધાગા કરાવ્યા, પણ કંઈ ફેર ન પડ્યો.

અલ્પાબહેન વિચારવાં લાંગ્યાં કે કાશ, સુરેશ અહિંયા હોત તો પોતાના પિતાને સારવાર અર્થે શહેર લઈ જાત, એક વૈધ આવ્યા અેમણે કહ્યું કે હું દવા આપું છું, પણ હા, આ બિમારીનો ઈલાજ શહેરની મોટી હૉસ્પિટલમાં જ શક્ય છે એક-બે વર્ષમાં કરાવી લેજો, નહીંતર નાથુંભાઈ જીવતાં નાં રહે, દવાની થોડી અસર થઈ ખરી, નાથુભાઈ હવે ઉઠતાં-બેસતાં થયાં પણ કામ ન થાય, તેમ છતાં માં-દિકરી બંન્ને નાથુભાઈનીસેવા કરતાં.


થોડો જ સમય થયો હશે, આ વર્ષે વરસાદનું ટીપું ન વરસ્યું, પાણીનો એકમાત્ર સ્ત્રોત એટલે વરસાદ પણ આ વર્ષે કુદરત મહેરબાન ન થયો, પાણી વિના ખેતીનાં પાકને નુકશાની થઈ કોઈનાં ખેતરમાં કંઈ પાક્યું નહીં, ધણાં લોકો ગામ છોડી બીજે રહેવાં જવાં લાગ્યાં, આજ સમય અને તકનો લાભ ઉઠાવી સ્વાતિ મંદિરે ગઈ અને ત્યાં ભગવાનને ચઢાવીને કચરામાં નાંખી દીધીલાં ફુલોનો ઉપયોગ કરી અગરબત્તી બનાવવાનો વિચાર કર્યો,

ગામનાં લોકો ને વાત કરી કે આપણી જમીનમાં વરસાદને અભાવે કાંઈ થતું નથી, તો આપણે આપણાં મંદિરમાં ભગવાનને ચઢાવેલાં ફુલોમાંથી અગરબત્તી બનાવીને વેચી થોડી કમાણી કરી ગુજરાન ચલાવી શકીયે અને ગંદકી પણ ઓછી કરી શકીયે. જેથી આપણે ફક્ત ખેતી ઉપર નિર્ભર ન રહીયે. ગામ લોકોને પણ વાત ગમી ગઈ, સૌ ભેગા મળી મુખ્યાજીને વાત કરી. મુખ્યાજી પણ રાજી થઈ ગયાં, અને કહ્યું, કે આજથી આપણાં ગામનાં સૌ ભેગા મળી આ સ્વાતિ દિકરી સાથે મળી ફુલોમાંથી અગબત્તિ બનાવશે, સૌ ભેગા મળી સ્વાતિ ની આવડત મુંજબ અગરત્તી બનાવવાનું ચાલું કર્યું,


જોત-જોતામાં આ નાનો અમથો અગરબત્તી નો ગૃહઉધોગ મોટો થઈ ગયો હતો, સૌ સારી એવી કમાણી કરવાં લાગ્યાં તેમજ સ્વાતિને આ કાર્ય બદલ તાલુકાના અધિકારી દ્વારા એવોર્ડ અાપવામાં આવ્યો, ગામજનો ખુશ હતા, સ્વાતીએ પણ ધણાં પૈસાનો બચાવ કર્યો હતો, એ પૈસા લઈ શહેરની સારી એવી હૉસ્પિટલમાં જઈ નાથુભાઈની સારવાર કરાવી, નાથુભાઈની તબિયત સારી થઈ ગઈ.

અલ્પાબહેન પણ જાણે અપાર ખુશીની લાગણી અનુભવવાં લાગી ગયાં, નાથુભાઈને પણ જાણે “ધડપણ નો ટેકો” મળી ગયો…એક વખત નારી શક્તિ ગૃપ દ્વારા આ સરસ કાર્ય કરવાં બદલ સ્વાતિને પોતાનાં જ ગામ ખાતે સન્માનિત કરવામાં આવ્યા, ત્યારે ગામ જનો ને ફક્ત એટલું જ કહ્યું ” હું ભણી નથી છતાં, પણ જો આપણાં ગામની આટલી તરક્કી કરી નાંખી, તો વિચારો ગામની સૌ દિકરી ભણશે તો આપણું ગામ એક શહેરથી કમ નહીં રહે, મુખ્યાજી, શું દિકરીને ભણવાનો અધિકાર નથી? શું અમારું જીવન ધરકામ અને રસોડાં સુધી જ સિમિત છે?

છોકરીની જાત ધારે એ કરી શકે છે, પણ થોડો સહકાર જોઈયે, આજે કલ્પના ચાવલાને જોઈલો એ આપણી સમક્ષ નથી પણ જુઓ છોકરીની જાત અંતરિક્ષમાં જઈ શકે છે, આવી કેટલીય સ્ત્રી જાતે સમાજ માટે કેટકેટલુંય કર્યું છે અને કરતી રહેશે, હું પણ આજે સૌ ગામજનો નો આભાર માનું છું, કે આ કાર્ય કરવા બદલ મને સૌએ સાથ આપ્યો, આ સન્માન ફક્ત મારું જ નહીં સૌ સ્ત્રીજાતનું સન્માન છે” અને સ્વાતિ રડી પડી.


આ સમયે સૌની આંખો ચોધાર આંસું એ રડી રહી હતી. સૌએ તાળીનાં ગડગડાડ સાથે સ્વાતિને વધાવી લીધી.

આજ સમયેયગામનાં મુખ્યાજીએ કહ્યું “આજથી આપણાં ગામની દીકરી, ભણશે અને આપણાં ગામનું નામ રોશન કરશે, આ સ્વાતિ દિકરી એ મારી આંખો ખોલી નાંખી છે, સૌ દિકરી ભળે, સૌ આગળ વધે એવી તમામ દિકરીઓને મારી શુભેચ્છા.

ગામજનોમાં ખુશીનો માહોલ સર્જાયો, સૌએ મળીને સ્વાતિને ઉચકી લીધી. આ દ્રશ્ય જોઈ નાથુંભાઈ અને અલ્પાબહેનની આંખોમાં હરખનાં આંસું આવી ગયાં, બંન્ને એ આંખો નાં ઈશારા વડે જાણે વાતો કરી લીધી… “આપણને ધડપણનો ટેકો મળી ગયો”

“બેટી બચાવો, બેટી ભણાવો”

લેખક : કુંજ જયાબેન પટેલ “સ્વવિચાર” બારડોલી

રોજ આવી સમાજને ઉપયોગી ને પ્રેરણાત્મક વાર્તાઓ વાંચવા માટે લાઈક કરો અમારું પેજ…

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

ફક્ત 2 સેકન્ડ કાઢી આપ સૌ ને ઉપરનો લેખ કેવો લાગ્યો એનું રેંટિંગ કોમેન્ટમાં નીચે મુજબ અચૂક આપજો !

1. બહુ જ સરસ લેખ હતો = 10

2. બહુ ના મજા આવી = 8

3. ઠીક હતો = 5

4. બોગસ = 2

તમારી કોમેન્ટ્સથી અમને વધુ સારા લેખો લાવવા જરૂરી માહિતી મળી રહેશે !

– તમારો જેંતીલાલ