બોર્ડે લીધો આ નિર્ણય, ભૂલથી પણ પરિક્ષામાં ના કરતા ચોરી નહિ તો…

ગુજરાત શિક્ષણ વિભાગની બોર્ડની પરિક્ષા

image source

ગુજરાત રાજ્યમાં હવે થોડાક સમયમાં જ ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરિક્ષાઓ થવા જઈ રહી છે. ગત વર્ષે બોર્ડની પરિક્ષાના સમયે શાળાઓમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા નહી હોવાથી આ પરિક્ષાઓમાં ગેરરીતી આચરનાર વિદ્યાર્થીઓ સામે પગલાં લેવામાં ખુબ મુશ્કેલી આવી હતી. આવી મુશ્કેલીઓના કારણે આ વર્ષે સીસીટીવી કેમેરાની સુવિધાને વધારે અસરકારક અને પરિણામલક્ષી બનાવવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બધા જ ડીઈઓને પરિપત્ર દ્વારા સૂચિત કરાયા છે.

image source

ભૂતકાળમાં સીસીટીવી-ટેબ્લેટના સર્વેલન્સ નીચે થયેલ કામગીરીમાં ઘણી ક્ષતિઓ સામે આવી હતી. જેમાં બધા જ પરિક્ષા કેન્દ્રોની સીડી જીલ્લા-રાજ્ય ક્ક્ષાએ મોકલવામાં આવતી હતી નહી.

તેમ છતાં જેટલા કેન્દ્રોની મોકલવામાં આવતી તેમાંથી કેટલાક કેન્દ્રોની સીડીઓ વિડીયો દરમિયાન ચોટી જતી હતી, તો કેટલાક કેન્દ્રોને સીડી કરપ્ટ હોતી હતી, તો કેટલાક કેન્દ્રોની બ્લેન્ક સીડીઓ જોવા મળતી હતી, ઉપરાંત કેટલાક કેન્દ્રોની સીડીઓમાં તો એક કેન્દ્રના બધા જ વર્ગખંડની રેકોડીંગ જોવા મળતી, કોઈ સીડીમાં વર્ગખંડનું વ્યવસ્થિત ચિત્ર દેખાતું ના હોય, કયાંક તો સીડીમાં આખો વર્ગખંડ દેખાતો જ ના હોય, ક્યાંક તો વિડીયો તૂટક તૂટક જોવા મળી રહ્યા હતા.

image source

આવી ઘણી બધી તકલીફોનો સામનો ગતવર્ષે કરવો પડ્યો હતો. ઉપરાંત સીસીટીવી-ટેબ્લેટ સર્વેલન્સમાં ખુબ ખામીઓ જોવા મળી હતી.

ગતવર્ષે પડેલ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા આ વર્ષે બોર્ડ દ્વારા અગાઉથી જ પરિપત્ર દ્વારા દરેક ડીઈઓને સૂચિત કરવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા સૂચિત કરાયેલ પરિપત્રમાં જણાવાયું છે કે જે શાળાઓને છેલ્લા ત્રણ વર્ષમાં મંજુરી આપવામાં આવી હોય અને પરિક્ષા કેન્દ્ર મળેલ હોય તેવી શાળાઓએ સીસીટીવી સર્વેલન્સથી સુસજ્જિત હોવું ફરજીયાત છે.

image source

બધા જ પરિક્ષા કેન્દ્રો સીસીટીવીના ઇન્સ્ટોલેશનથી સુસજ્જ હોવું જરૂરી છે. તેમજ સીસીટીવી કેમેરા વ્યવસ્થિત કાર્યરત હોવા જોઈએ. ઉપરાંત સીસીટીવી કેમેરાનું ફૂટેજ રેકોર્ડીંગ વ્યવસ્થિત રીતે થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવવું જોઈએ.

૫ માર્ચ, ૨૦૨૦થી ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ શરુ થઈ રહી છે. આવા સમયે શિક્ષણ વિભાગે પરીક્ષા દરમિયાન થતી ગેરરીતીઓને અટકાવવા માટે એક ખાસ એપ્લીકેશન તૈયાર કરાવવામાં આવી છે. આ એપ્લીકેશનનું નામ ‘પેપર બોક્ષ ઓથેન્ટિક એન્ડ ટ્રેકિંગ એપ્લીકેશન છે.

image source

આ એપનો ઉપયોગ પરીક્ષા સેન્ટરના દરેક વર્ગ નીરીક્ષકે પોતાના ફોનમાં ડાઉનલોડ કરીને ઉપયોગ કરવાનો રહેશે. આ એપની મદદથી પરીક્ષાના સીલ બંધ કવર અને તે કવરમાં રહેલ તે કવરમાં રહેલ પરીક્ષાના પેપરની સંખ્યા પર સીધી નજર રાખી શકવામાં મદદ કરશે.

આ એપ વિષે વધારે માહિતી આપતા ડીઈઓ કચેરીના સીનીયર સુપરીટેન્ડન્ટ ભરતસિંહ ગોહિલ જણાવે છે કે આ એપની મદદથી પરીક્ષા સેન્ટર પર મોકલવામાં આવતા બધા જ પેપર બોક્સને ટ્રેક કરવામાં આવશે. જયારે સેન્ટર પર કોઈપણ નિરીક્ષકે આ સીલ બંધ કવર ખોલતા પહેલા તેનો ફોટો પાડીને આ એપ પર અપડેટ કરવાનો રહેશે.

image source

આની સાથે જ વર્ગખંડમાં હાજર વિદ્યાર્થીઓની હાજરી અને ગેરહાજરીની જાણકારી પણ અપડેટ કરવાની રહેશે. હવે છેલ્લે જયારે પરીક્ષાનો સમય ખતમ જાય ત્યારે પણ વર્ગ નીરીક્ષકે બે બીજા ફોટા ‘પેપર બોક્સ એન્ડ ટ્રેકિંગ એપ્લીકેશન’ પર અપડેટ કરવાના રહેશે. ઉપરાંત આ બધી જ પ્રોસેસ દરેક વર્ગ નિરિક્ષક ફરજીયાત કરવાની રહેશે.

image source

આ એપ્લીકેશન સિવાય પણ ગુજરાત શિક્ષણ વિભાગે આ વખતે ૮૦ જેટલી ફ્લાઈંગ સ્કવોડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્કવોડમાં રાજ્યના અલગ અલગ સંઘના હોદ્દેદારો, સચિવો, નાયબ સચિવો, સીઆરસી, બીઆરસી, પ્રાથમિક, માધ્યમિક અને ઉ.માધ્યમિક સંઘના હોદ્દેદારોને સામેલ કરવામાં આવ્યા છે. ઉપરાંત દરેક જીલ્લાના શિક્ષણ અધિકારીઓ અને જીલ્લાના કલેકટર તંત્રને પણ આ સ્કવોડમાં સામેલ કરવામાં આવ્યા છે.

image source

છેલ્લા કેટલાક સમયથી બોર્ડની પરીક્ષા અને કેટલીક સરકારી પરીક્ષાઓમાં ગેરરીતીના બનાવો બન્યા પછી ઘણા મોટા હોબાળો થયા છે અને તેના કારણે પરીક્ષાઓ પણ રદ્દ કરવી પડી છે. ઉપરાંત લેવામાં આવેલ પરીક્ષાઓના પરિણામો પર અટકાવવા પડ્યા છે. આવી અનેક તકલીફોનું નિવારણ તરીકે હવે સરકારે ટેકનોલોજીનો આશરો લીધો છે.

image source

આશા છે કે આ એપ્લીકેશનની મદદથી પરીક્ષાના પ્રશ્ન પેપરને લીક થતા કે ચોરી થતા અટકાવી શકવામાં સફળતા મળે. ઉપરાંત પરીક્ષા સેન્ટરની મદદથી જો સીસીટીવીની સુવિધા પણ સજ્જ રાખવામાં આવશે તો આ વખતે શક્ય છે કે ગેરરીતિઓને અટકાવવામાં સફળ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ