વૈદિક જ્યોતિષમાં જણાવવામાં આવ્યું છે ગાયનું ખાસ મહત્વ, જાણી લો તમે પણ.

પૌરાણિક કથાઓ અનુસાર દેવતાઓ અને અસુરો વચ્ચે થયેલા સમુદ્રમંથનમાં નીકળેલા 14 રત્નોમાંથી એક કામધેનુ ગાય હતી. પૂર્વ- દક્ષિણ- પૂર્વ ઝોનમાં જમીન પર ગાયનું પ્રતીક લગાવવાથી એ દુઃખ, મનની તકલીફો અને ચિંતાને દૂર જરીને સકારાત્મક પરિણામ આપે છે. વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ અનુસાર પરિવારમાં સુખ અને સૌભાગ્ય વધારવા માટે ગાય રાખવી જોઈએ.

image source

પોતાના વાછરડાને દૂધ પીવડાવી રહી હોય એવી ગાયની મૂર્તિને સ્થાપિત કરવાથી યોગ્ય સંતાન પ્રાપ્તિ થાય છે , માતા પિતા અને સંતાનમાં પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે. અભ્યાસમાં એકાગ્રતા માટે વિદ્યાર્થીઓના સ્ટડી ટેબલ પર ગાયની મૂર્તિ મુકવાથી સારા પરિણામ મળશે, એવું કરવાથી બધા દેવી દેવતાઓના આશીર્વાદ તમને મળશે.

image source

પ્રાચીનકાળથી જ ભારતમાં ગૌધનને મુખ્ય ધન માનવામાં આવે છે અને દરેક રીતે ગૌરક્ષા, ગૌસેવા તેમજ ગૌપાલન પર જોર આપવામાં આવે છે. આપણા હિન્દૂ શાસ્ત્રોમાં, વેદોમાં ગૌરક્ષા, ગૌ મહિમા, ગૌ પાલન વગેરેના પ્રસંગો વધુ જોવા મળે છે. રામાયણ, મહાભારત, ભગવદ ગીતામાં પણ ગાયનો કોઈને કોઈ રૂપે ઉલ્લેખ મળે છે. ગાય ભગવાન શ્રી કૃષ્ણને અતિપ્રિય છે. ગૌ પૃથ્વીનું પ્રતીક છે.ગાય માતામાં બધા દેવી દેવતાઓનો વાસ છે.

જ્યોતિષશાસ્ત્રમાં ગાયનું મહત્વ.

image source

સૂર્ય , ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ, કેતુની સાથે સાથે વરુણ, વાયુ વગેરે દેવતાઓને યજ્ઞમાં આપેલી પ્રત્યેક આહુતિ ગાયના ઘીથી આપવાની પરંપરા છે જેમાં સૂર્યના કિરનોનવ વિશેષ ઉર્જા મળે છે.

image source

આ વિશેષ ઉર્જા વર્ષાનું કારણ બને છે અને વરસાદથી જ અન્ન, વનસ્પતિ વગેરેને જીવન મળે છે. શ્રાદ્ધ કર્મમાં પણ ગાયના દૂધની ખીરનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે આ ખીરથી પિતૃઓને તૃપ્તિ મળે છે. પિતૃ, દેવતાઓ, મનુષ્યો બધાંને શારીરિક બળ ગાયના દૂધ અને ઘીથી મળે છે.

image source

– જ્યોતિષ અને ધર્મ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે વિવાહ જેવા મંગળ કાર્યો માટે ગોધુલી બેલા સર્વોત્તમ મુહૂર્ત હોય છે, સંધ્યા કાળમાં જ્યારે ગાય જંગલમાંથી ઘાસ ખાઈને આવે છે ત્યારે ગાયના પગથી ઊડતી ધૂળ સમસ્ત પાપનો નાશ કરે છે.

image source

– નવગ્રહોની શાંતિ માટે પણ ગાયની ખાસ ભૂમિકા હોય છે. મંગળના અરિષ્ટ હોય તો લાલ રંગની ગાયની સેવા અને ગરીબ બ્રાહ્મણને ગૌદાન ખરાબ મંગળના પ્રભાવને ક્ષિણ કરી દે છે. એ જ રીતે શનિની દશા, અંતર્દશા અને સાડા સાતીના સમયે કાળી ગાયનું દાન મનુષ્યોના કષ્ટો દૂર કરે છે.

image source

– બુધ ગ્રહની અશુભતા નિવારણ માટે ગાયને લીલો ચારો ખવડાવવાથી રાહત મળે છે.

– પિતૃદોષ હોય તો ગાયને રોજ કે અમાસના દિવસે રોટલી, ગોળ, ચારો વગેરે ખવડાવવું જોઈએ. ગાયની સેવા પૂજાથી લક્ષમીજી પ્રસન્ન થઈને ભક્તોને માનસિક શાંતિ અને સુખમય જીવનનું વરદાન આપે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ