ગેસ સિલિન્ડર બુક કરવાનું થયું સરળ, આ નંબર પર કોર મિસ્ડ કોલ અને વોટ્સએપની મદદથી કરો બુક

ગ્રાહક હવે ફક્ત એક મિસ્ડ કોલ આપીને પોતાના એલપીજી સિલિન્ડરનું બુકિંગ કરાવી શકે છે. આ સાથે જ વોટ્સએપની મદદથી પણ એલપીજી સિલિન્ડરનું બુકિંગ કરાવી શકાય છે. હાલમાં આ સુવિધા ફક્ત ઈન્ડિયન ઓઈલના ઈન્ડેનના ગ્રાહકો માટે જ શરૂ કરવામાં આવી છે. ઈન્ડેનના ગ્રાહકો એલપીજી સિલિન્ડર ભરાવવાથી લઈને બુકિંગ સમયે એક મિસ્ડ કરોલ આપી શકે છે.

image source

ગ્રાહક હવે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી એક પણ રૂપિયાના ખર્ચ વિના જ મિસ કોલ આપીને સિલિન્ડર બુક કરાવી શકશે. કંપનીએ કહ્યું કે આ સુવિધા એ લોકો અને વૃદ્ધઓને રાહત આપશે જે આઈવીઆરએસ પ્રણાલીમાં પોતાને સહજ રાખી શકતા નથી.

આ નંબર પર કરવાનો રહે છે મિસ્ડ કોલ

image source

એલપીજી ગ્રાહક સિલિન્ડર ભરાવવાને લઈને દેશમાં ક્યાંયથી પણ ફક્ત એક મિસ્ડ કોલ 8454955555 કરીને ગેસનો સિલિન્ડર બુક કરાવી શકે છે. કંપનીએ કહ્યું કે આ સુવિધાથી ગ્રાહકોને બુકિંગને માટે કોલ કરવામાં જે સમય લાગતો હતો તેની બચત થશે.સાથે જ ગ્રાહકોના કોલ માટે કોઈ ચાર્જ પણ આપવાનો રહેશે નહીં.

વોટ્સએપથી આ રીતે કરો ગેસ સિલિન્ડરનું બુકિંગ

image source

ગેસ સિલિન્ડર બુક કરવાનું કામ ફક્ત એક મેસેજથી પણ કરી શકાય છે. આ માટે ગેસ કંપનીઓની તરફથી નંબર જાહેર કરાશે. તમારે ફક્ત REFILL ટાઈપ કરીને મોકલવાનું રહેશે. વોટ્સએપની મદદથી સ્ટેટસ પણ જાણી શકાશે.

આ નંબર પર કરવાનું રહેશે વોટ્સએપ મેસેજ

image source

જો તમે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ગ્રાહક છો તો ઈન્ડેન ગેસના નામથી જાણો છો તો તારા માટે વોટ્સએપ નંબર છે. આ માટે રજિસ્ટર્ડ નંબરથી REFILL ટાઈપ કરીને 7588888824 નંબર પર વોટ્સએપ મેસેજ કરવાનો છે.

સ્ટેટસ કેવી રીતે જાણશો

image soucre

જો તમારું બુકિંગ થઈ ગયું છે તો તમે તમારા સ્ટેટસ જાણવા ઈચ્છો છો તો આ સુવિધા પણ વોટ્સએપ પર મળી રહે છે. આ માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી STATUS# તેના બાદ ઓર્ડર નંબર જે બુકિંગ કર્યા બાદ તમને મળે છે. જેમકે જો તમારો બુકિંગ નંબર 12345 છે તો તમારે ટાઈપ કરવાનું રહે છે STATUS#12345 અને 7588888824 નંબર પર વોટ્સ એપ મેસેજ કરવાનો રહે છે. આ વાતનું ધ્યાન રાખો કે STATUS# અને ઓર્ડર નંબરના વચ્ચે કોઈ સ્પેસ હોતી નથી.

image source

તો હવેથી તમે પણ ઈન્ડેન એજન્સીના ગ્રાહક છો અને તમારે પણ ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવવાનું છે તો તમે આ નંબરો પર મિસ્ડ કોલ કરી લો અને સાથે જ વોટ્સએપ મેસેજની મદદથી પણ બુકિંગ કરાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!