બાલાશિનોરના MBBSના વિદ્યાર્થીએ પ્રેમમાં દગો મળતા છેલ્લો વીડિયો બનાવી કેનાલમાં ઝંપલાવ્યું, પરિવારનું હૈયાફાટ રૂદન

પ્રેમમાં દગો મળ્યો હોય એવા ઘણા લોકો છે. એમાંના અમુક લોકોને ભારે આઘાત લાગે છે અને અમુકને બીજો પ્રેમ મળતા જગ્યા પુરાઈ જતી હોય છે. ત્યારે અમુક કેસ એવા આવે છે કે જેઓ જીવન ટૂંકાવી નાખે છે. આ પગલું ક્યારેય ન લેવું જોઈએ તેમ છતાં લોકો આવું કરે છે. ત્યારે હાલમાં એક નવો કિસ્સો સામે આવ્યો છે જેમાં મહીસાગર જિલ્લાના બાલસિનોરના MBBSના વિદ્યાર્થીએ અંતિમ વીડિયો બનાવી નર્મદા કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવી દેવાની વાત કરવામાં આવી છે. જો કે આપઘાત કરતા પહેલાં વિદ્યાર્થીએ રડતાં રડતાં અંતિમ વીડિયો બનાવ્યો હતો જે હવે ઈન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહ્યો છે અને લોકો પણ દુખ વ્યક્ત કરી રહ્યા છે.

જો આ વીડિયોને વાત કરીએ તો એમાં તેને જણાવ્યું હતું કે ‘મેં તને ટ્રુ લવ કર્યો, તે મને દગો આપ્યો, બાય લવ યુ સો મચ’ તેમ કહીને વિદ્યાર્થીએ કેનાલમાં કૂદકો મારી જીવ આપી દીધો છે. જેમાં વિદ્યાર્થીનું મોત થયું હતું. મૃતક વિદ્યાર્થીના પરિવારે આ મામલે બાલાસિનોરના સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

જો મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરની મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા શિક્ષક સુરેશ ભાઈનો એકનો એક દીકરો હર્ષિલ ફિલિપાઈન્સમાં MBBSનો અભ્યાસ કરતો હતો. હાલમાં રજાના કારણે છેલ્લા કેટલાક દિવસોથી હર્ષિલ વતન બાલાસિનોરમાં આવ્યો હતો.

ત્યારબાદની વાત કરતાં તેઓ જણાવે છે કે હર્ષિલને 5 એપ્રિલના રોજ પ્રેમમાં દગો મળ્યો હોવાથી સાચા પ્રેમની વેદના સાથે કેનાલમાં કૂદી ગયો અને એ પહેલાં તેણે વીડિયો બનાવ્યો હતો અને તેના મિત્ર વર્તૂળમાં મોકલીને ગળતેશ્વર ગામ ખાતે આવેલી નર્મદા કેનાલમાં ઝંપલાવીને તેણે મોતને વ્હાલું કર્યું હતું.

બે દિવસ બાદ હર્ષિલનો મૃતદેહ મળી આવતા એકના એક દીકરાનાં મૃતદેહને જોતા પરિવારજનોએ હૈયાફાટ રુદન કર્યું હતું. આ સાથે જ મૃતક હર્ષિલે નર્મદા કેનાલમાં ઝંપલાવતાં પહેલાં પ્રેમિકાને પોતાના સાચા પ્રેમની વેદના સંભળાવી અને બોલ્યો હતો કે ‘બાય, લવ યુ, સો મચ, મેં તને સાચો પ્રેમ કર્યો હતો પણ તે મને દગો આપ્યો. એક વર્ષ થી તારો બીજા જોડે સબંધ છે તે મને કહ્યું પણ નહીં’ ત્યારે હવે પોલીસમાં ફરિયાદ થઈ છે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!