તમને પણ આવે છે બિહામણા સપના અને રહે છે પરિવારમાં મુશ્કેલી, તો કરો આ નાનો અને સરળ ઉપાય

તમે માર્ક કર્યું હશે કે અનેક લોકોને રાતે ડરામણા સપના આવે છે. અનેક લોકો ઘરમાં દરેક સમયે ક્લેશનો માહોલ અનુભવે છે. આ સિવાય કેટલાક લોકો બિઝનેસમાં ઓછો નફો થવાના કારણે પણ નુકસાન અનુભવે છે. આ પ્રકારની મુશ્કેલીઓમાં રાહત મેળવવા માટે અમે તમારા માટે આજે એક સસ્તો અને સરળ ઉપાય લાવ્યા છીએ જેનાથી તમે મોટી રાહત અનુભવી શકો છો.

image socure

તમે બજારમાં મળતી સસ્તી ફટકડી લઈ આવો. આ તમારી મદદ કરી શકે છે. તેના કેટલાક ઉપાયોથી તમે પરેશાની અને બિહામણા સપનાથી રાહત મેળવી શકો છો. આ સાથે તમે જાણી લો કે આ સસ્તી ચીજનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવાથી તમને વધારે અને તરત લાભ મળી શકે છે.

image source

ફટકડી એક રંગહીન અને ક્રિસ્ટલીય પદાર્થ છે. કહેવાય છે કે ફટકડીથી કરાયેલા ઉપાયોથી જીવનની અનેક સમસ્યાઓથી રાહત મળે છે. તો જાણો ફટકડીના ટોટકા અને ઉપાયો.

image soucre

જો તમને રાતે સૂતી સમયે ડરામણા સપના આવે છે તો તમે આ સમસ્યાથી ઝડપથી છૂટકારો મેળવી શકો છો. તમે સૂતા પહેલા તમારી પથારીની નીચે કાળા કપડામાં ફટકડીને બાંધી લો અને રાખી દો. તમને ખરાબ સપના આવશે નહીં.

image source

ઘરમાં જો પરિવારના સભ્યો એકમેક સાથે લડે છે અને ઝઘડે છે તો ઘરમાં કલેશ રહે છે અને તમારું મન પણ અશાંત રહે છે. આ સમસ્યામાં રાહત મેળવવા માટે તમે પરિવારના મુખ્ય સભ્યના પલંગની નીચે એક વાસણમાં ફટકડીનું પાણી ભરીને રાખો. સવારે આ જળને ઈષ્ટદેવને સમર્પિત કરો અને પીપળાના મૂળમાં પણ ચઢાવો. આ ઉપાય કરવાથી જલ્દી અને થોડા જ દિવસોમાં ફરક જોવા મળશે.

image source

ઘરમાંથી નેગેટિવ ઉર્જા દૂર કરવી છે તો તમે બાથરૂમમાં ફટકડીથી ભરેલો એક વાટકો રાખો. દર મહિને તેને બદલતા રહો. આ ઉપાય અકસીર છે અને તે સારી રીતે કામ કરે છે.

image source

જો તમારું બાળક અભ્યાસમાં નબળું છે અને તમે તેને ખાસ બનાવવા ઈચ્છો છો તો પણ ફટકડી તમારી મદદ કરી શકે છે. તમે બાળકના અભ્યાસના ટેબલ પર કે તેના રૂમમાં એક ગુલાબી અને સફેદ ફટકડીનો ટુકડો કાચની પ્લેટમાં રાખો. આમ કરવાથી તેની અસર બાળકના અભ્યાસ પર ચોક્કસથી જોવા મળશે.

બિઝનેસમાં ફાયદો મેળવવો છે તો તમે ફટકડીનો ઉપાય પણ ટ્રાય કરી શકો છો. આ માટે દુકાન કે ઓફિસના મુખ્ય દરવાજા પર કપડામાં ફટકડી બાંધીને રાખો. તમને જલ્દી જ બરકત મળી રહેશે.

image source

તો હવે તમે પણ બહાર જાઓ ત્યારે કરિયાણાની દુકાને મળી રહેતી આ સસ્તી ફટકડી લઈ આવો. તેના ઉપર બતાવેલા ઉપાયો કરો. તમને અને પરિવારને મોટી રાહત મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!