ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ મેળવવા આ રીતે કરો બુકિંગ

દર મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં મોટા ફેરફાર આવતા જ રહે છે. વધતા ભાવ અને મહામારીથી પરેશાન લોકો જ્યાં ત્યાં બચત કરવા માટે હાથ મારતા રહે છે. જો તમે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે LPGના ગ્રાહક છો તો તમારા માટે રાહતના સમાચાર આવ્યા છે. હાલમાં ગેસ કંપનીએ પોતાના ગ્રાહકોને માટે ગેસ સિલિન્ડર પર છૂટની જાહેરાત કરી છે.

image source

સરકાર સબ્સિડી વાળા ગેસ પર એક વર્ષમાં 12.2 કિલોના 12 રસોઈ ગેસ સિલિન્ડર આપે છે. આ સબ્સિડીને ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવે છે. જો તમે આ સબ્સિડી કરતાં પણ વધારે રૂપિયાનો ફાયદો કરવા ઈચ્છો છો તો તમે કેશબેક સિસ્ટમનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમે વધારાના 500 રૂપિયાનો ફાયદો મેળવશો. તો જાણો તમારે તેના માટે શું કરવાનું રહેશે.

કરી લો આ નાનું કામ અને ગેસ સિલિન્ડર બુકિંગ પર સબ્સિડી સિવાય મેળવો 500 રૂપિયાનો ફાયદો.

સૌ પહેલાં તમારે ફોનમાં પેટીએમ એપ ડાઉનલોડ કરવાનું રહેશે.

તેની મદદથી તમે ગેસ સિલિન્ડર બુક કરો છો તો તમને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

આ ઓફર એ લોકો માટે છે જેઓ પેટીએમ એપથી ગેસ સિલિન્ડરનું બુકિંગ કરે છે.

image source

ઓનલાઈન બુકિંગ માટે આ છે પ્રોસેસ, મળશે કેશબેક

Paytm એપ પર જાઓ અને બુક સિલિન્ડરનો વિકલ્પ પસંદ કરો.

ગેસ કંપનીના નામ પર ક્લિક કરો. જેમકે ભારત ગેસ, ઈન્ડેન કે એચપી.

image source

તમારી માહિતી ભરો અને મોબાઈલ નંબર કે ગ્રાહક નંબર લખો.

આગળ વધવા માટે ક્લિક કરો.

LPG સિલિન્ડરની કિંમત દેખાશે, રૂપિયા ભરવા વધુ ક્લિક કરો.

આ સમયે પહેલાં 500 રૂપિયાનું કેશબેક મેળવવા માટે પ્રોમોકોડમાં FIRSTLPG લખો.

31 ડિસેમ્બર સુધી માન્ય રહેશે આ ઓફર

image source

જો તમે આ મહિને ગેસ સિલિન્ડર બુક કરાવો છો તો ઉપરની પ્રોસેસનો લાભ લઈ શકો છો. આ ઓફર ફક્ત ડિસેમ્બર મહિના માટે જ માન્ય છે. પછી આ ઓફરનો લાભ મળી શકશે નહીં. તો આજથી આ વાતનું ધ્યાન રાખો અને મેળવી લો 500 રૂપિયાની વધારાની છૂટ.

image source

1 નવેમ્બરથી એલપીજી સિલિન્ડરના નવા નિયમ આવ્યા છે. આ સાથે જ ગ્રાહકોને ઘરે પહોચતા સિલિન્ડર માટે ઓટીપી નંબર પણ જરૂરી બન્યા છે. અનેક તેલ કંપનીઓ એલપીજી સિલિન્ડરની હોમ ડિલિવરી માટે ઓથેન્ટિકેશન કોડ લાગૂ કરે છે. જો ગ્રાહક તેના ઘરે એલપીજીની ડિલિવરી ઇચ્છે છે તો તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક કોડ મળશે.આ કોડ તેઓએ ડિલિવરી બોયને આપવાનો રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ