યૂટ્યુબે આ મહિલાને શોધી આપ્યો ૮૦ લાખનો હીરો… યુઝરે સર્ચ કર્યું હતું હાઉ ટૂ ફાઇન્ડ ડાયમંડ…

એક મહિલાએ શોધી કાઢ્યો ૮૦ લાખની કિંમતનો સાચો હીરો… કહે છે કે યૂટ્યુબ ઉપરથી હીરા શોધવાની રીત શીખી હતી… તમે પણ જાણો લો કેમ થયું આ… યૂટ્યુબે આ મહિલાને શોધી આપ્યો ૮૦ લાખનો હીરો… યુઝરે સર્ચ કર્યું હતું હાઉ ટૂ ફાઇન્ડ ડાયમંડ…

આર્કસન્સ ક્રેટર ઓફ ડાયમંડ્સ સ્ટેટ પાર્કમાં ફરવા ગયેલ એક પરિવારને મળ્યો મોંઘો હીરો. જી હા, અમેરિકામાં આવેલ આ સ્થળ એવું કહેવાય છે કે જેમ આપણે પ્રાણીસંગ્રાલયની કે કોઈ અભયારણ્યની મુલાકાત લઈએ એ રીતે અહીં ડાયમંડ સ્ટેટ પાર્ક આવેલ છે. એક વિશાળ સ્થળે પર્યટકો પોતાના પરિવાર સાથે વિકેન્ડ મનાવવા જતાં હોય છે. અહીં કહેવાય છે કે હરતાં – ફરતાં પણ અનેક લોકોને ડાયમંડ જડી આવ્યો છે. આ તો એવું કે કોઈ સ્થળે તમે માછલી પકડવા નદી કિનારે જાવ અને કોઈવાર સારી માછલી મળી પણ આવે એવું જ થયું. પરંતુ આ સ્થળે જ્વલે જ બને છે કે પ્રવાસી લોકોને પણ ડાયમંડ મળી જાય. આ સ્થળ આર્કસન્સ મિસિસીપી નદીની સરહદે આવેલ દક્ષિણી અમેરિકાનું એક રાજ્ય છે. જ્યાં ડાયમંડ સ્ટેટ પાર્ક બનેલ છે.

૨૭ વર્ષની મહિલાને યૂટ્યુબ પર વીડિયો જોતાં મળ્યો હીરો…


કોઈ જગ્યાએ આપણી નજર પડે અને કોઈ કિંમતી ખજાનો હાથ લાગી જાય એવું તો કોઈને સ્વપનામાં પણ ન વિચાર્યું હોય. પરંતુ હકીકતે એવું બન્યું ટેસ્સાસની ૨૭ વર્ષની એક મહિલા સાથે. તે પોતાના પતિ અને દીકરા સાથે આર્કસન્સ ક્રેટર ઓફ ડાયમંડ્સ સ્ટેટ પાર્કમાં ફરવા આવી હતી. એને વિચાર આવ્યો કે અહીં મને હીરો મળી જાય તો કેવું રહે! આ વિચાર સાથે તેણે ફોનમાં યૂટ્યુબ ખોલ્યું અને આ સ્થળે હીરો કઈરીતે મળી જાય એ જોવા લાગી. આ સ્થળની ઓફિશિયલ સાઈટ મુજબ જાણવા મળે છે કે તે મહિલાને ૩.૭૨ કેરેટનો યેલ્લો ડાયમંડ મળી આવ્યો છે. જે ચણાની દાળના દાણાં જેવડો છે. એ મહિલાને જેવો આ હીરો મળ્યો એને ખૂબ જ નવાઈ લાગી. તેણે તરત જ ડિપાર્ટમેંટના ડિસ્કવરી સેન્ટરમાં પહોંચ્યાં અને આ હીરો બતાવ્યો.

મહિલાને હીરો કઈરીતે મળ્યો એ જાણીએ તો નવાઈ લાગશે…


મહિલાએ ઉત્સાહપૂર્વક હીરો મળતાંની સાથે જણાવ્યું કે હું એક સ્થળે છાંયડાંમાં બેઠી હતી. દીકરાની રાહ જોતી હતી. એવામાં વિચાર આવ્યો કે અહીં હીરો કઈરીતે શોધાય એવું યૂટ્યુબને જ પૂછી જોવું. તેને સર્ચ કરતાં આ સ્થળ વિશે અનેક રસપ્રદ માહિતી મળી અને કલાક જેવું ક્યાં નીકળી ગયું ખબર પણ ન પડી. એવામાં દીકરો આવી ગયો અને તે ઊભી થવા જતી હતી. એ વીડિયો જોતી હતી ત્યાં તો જમીન પર હાથ ફેરવતાં ફેરવતાં તેને કોઈ કઠણ પત્થર જેવું મળ્યું. આ જોઈને તે ખૂબ ખુશ થઈ અને સેન્ટર ઉપર એ પરિવાર પહોંચી ગયો.

હીરાની કિંમત જાણીને આંખો ફાટી જશે…


આ મહિલાની ઓળખ આપતાં આ સંસ્થા જણાવે છે કે તેનું નામ મિરાન્ડા હૉલિંગ શીડન છે. તે પરિવાર સાથે રજાઓ ગાળવા આવી હતી. તેણે સંસ્થાને આ મળેલા હીરા વિશે જણાવ્યું ત્યારે તેના વિશેષજ્ઞોએ તપાસ કરતાં જણાવ્યું કે આ યેલ્લો ડાયમંડ છે અને તેની કિંમત આંકતાં જાણવા મળ્યું છે કે તે ૩.૭૨ કેરેટનો છે અને તેની કિંમત અંદાજિત ૭૦થી ૮૦ લાખ રૂપિયા જેટલી છે.

વધુ લોકોને પણ આ સ્થળે મળ્યો છે હીરો…


અગાઉ મળેલા અહેવાલ મુજબ અર્કાન્સ ક્રેટર ઓફ ડાયમંડ સ્ટેટ પાર્કમાં પહેલાં પણ પ્રવાસીઓને અહીં ડાયમંડ મળેલા છે. જેમાં એક ૩૬ વર્ષીય ટીચરને ૨.૧૨ કેરેટનો બ્લ્યૂ ડાયમંડ મળી આવ્યો હતો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ