ગરિમા યાદવ – બ્યુટી વિથ બ્રેઈનનું જાગતું ઉદાહરણ છે આ યુવતી, જોડાઈ આર્મીમાં…

અમુક લોકો એવું વિચારે છે કે જે છોકરીઓ બ્યુટીક્વિન જેવી હરિફાઈમાં ભાગ કે છે એ પછી કાંઈ નથી કરી શકતી,તેમના માટે લેફ્ટનન્ટ ગરિમા એક મોટું અને જીવતું જાગતું ઉદાહરણ છે.


ગરિમા યાદવે એક બ્યુટી કોન્ટેસ્ટ જીત્યો હતો અને તે હાલમાં એક લેફ્ટનન્ટ ઓફિસર છે.હાલમાં જ ચેન્નઈ સ્થિત ઓફિસર્સ ટ્રેનિંગ ઈન્સિટ્યુટ (ઓટીએ )ની પાસિંગ આઉટ પરેડમાં ગરિમા પોતાના ખભ્ભા પર બંદૂકને સજાવીને નિકળી તો લોકો તેમને જોતા રહી ગયા અને ત્યાં હજાર સૌ કોઈ આશ્ચર્ય પામ્યા હતા.


એક બ્યુટી કોન્ટેસ્ટનો તાજ પહેર્યા બાદ ગરિમાએ પોતાના માથા પર સેનાની ટોપીને ગર્વથી પહેરી હતી. ગરીમાએ પહેલા જ પ્રયાસમાં કમ્બાઈંડ ડિફેંસ સર્વિસીઝ(સીડીએ સ)ની પરિક્ષા પાસ કરી અને ઓટીએ પાસ કરી તે આ મુકામ પર પહોચી હતી. અહી તેમને એક વર્ષ સુધી સખ્ત ટ્રેનિંગ આપવામાં આવી હતી. ગરિમાએ વર્ષ ૨૦૧૭માં એક બ્યુટી કોન્ટેસ્ટ’ઈંડિયાઝ મિસ ચાર્મિંગ ફેસ’માં ભાગ લીધો હતો. અને તે એ કોંટેસ્ટમાં તેની વિજેતા પણ બની હતી અને અહીથી એક નવી સફર પર તે નિકળી.


ગરિમાને ઈટલીમાં યોજાયેલા એક ઈંટરનેશનલ લેવલનાં બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવો હતો.પણ એ મને તેની જગ્યાએ ઓટીએમાં જવાનું શરૂ કર્યુ. હરિયાણાનાં ગામમાં રહેનારી ગરિમા ગરિમને અનુસાર, લોકોમાં એ ખોટી ધારણા છે કે આપણે સેનામાં જવા માટે પહેલા તો રમત ગમતમાં સક્રિય રહેવું પડે તો જ તમને સફળતા મળે છે. ગરીમાં આ વાતને એકદમ નકારી કાઢતા કહે છે કે આ ધારણાઓ એકદમ ખોટી છે, માનવીનું મન મક્કમ હોવું જોઈએ તો વ્યક્તિ ગમે તે કરી છૂટવા સક્ષમ બને છે. આ ઉપરાંત વધુમાં તે જણાવે છે કે, આપણે સૌએ બસ પોતાની નબળાઇઓ પર ધ્યાન આપવાનુ છે અને તેને દૂર કરી તે દિશામાં આગળ વધવાનું કામ કરવાનું છે. તો આપણને રોજ સારા પરિણામો મેળવી શકીશું.


ગરિમા હરિયાણાનાં રેવાડીનાં ગામ સુરેહલીની રહેવાસી છે. તેને એ બ્યુટી કોન્ટેસ્ટમાં જીત મળી હતી જેમાં તેની સાથે એક નહી પરંતુ ૨૦ રાજ્યની છોકરીઓએ ભાગ લીધો હતો.