બગીચા પ્રેમ: 25 વર્ષ પહેલાં એક નાનકડા ક્યારાથી થયેલી શરૂઆત આજે પહોંચી ગઇ બગીચા સુધી

25 વર્ષ પહેલાં એક ક્યારાથી વનસ્પતિ વાવવાની શરૂઆત કરનારના ઘરમાં આજે 20 થી વધુ બકાલા ઉગે છે. આ વ્યક્તિ છે દલબીર કૌર. દરબીર કૌર છેલ્લા 25 વર્ષથી કિચન ગાર્ડનિંગ કરી રહ્યા છે. તેઓ મૂળ પંજાબના મોગા ખાતેના છે અને હાલ ચંડીગઢમાં રહે છે અને મોગામાં તેમના ઘરે માળીનું કામ અન્ય વ્યક્તિ સંભાળતા હતા. નવાઈની વાત તો એ છે કે દલબીર કૌરે વનસ્પતિ વાવવાની શરૂઆત ખુશ રહેવા માટે કરી હતી અને હવે તેઓ આખો દિવસ આ જ કામમાં વિતાવી દે છે.

image source

દલબીર કૌર વર્ષ 1993 માં મોગાથી ચંદીગઢ આવ્યા હતા તેઓ અહીં સેકટર 8 માં આવેલ પોતાના ઘરે વનસ્પતિની સારસંભાળ રાખે છે. તેનું કહેવું છે કે ચંદીગઢ આવ્યા બાદ તેના પાસે એવું કોઈ કામ નહોતું જેના કારણે તે ખુશ રહે. ત્યારબાદ તેમને નાનકડો બગીચો બનાવવાનો વિચાર આવ્યો.

image source

દલબીર કૌરના કહેવા મુજબ તેણે ફક્ત એક ક્યારા દ્વારા બગીચાની શરૂઆત કરી હતી અને તેમાં વનસ્પતિ ઉગતા તેનો હરિયાળો નજારો જોઈ તેનો ઉત્સાહ વધ્યો અને સાથે જ ધીમે ધીમે તેમનો આ બગીચો પણ વધ્યો. આજે તેમના બગીચામાં લાલ મરચાં, લીલા મરચા, પીળા સિમલા મરચાં, કોબીજ જેવા 20 થી વધુ શાકભાજી ઉગે છે. હવે તો તેમને આ બગીચાની સારસંભાળ રાખવાની એવી આદત પડી ગઈ છે કે તેઓને આ કામ કર્યા વિના ચેન નથી પડતું.

આખો દિવસ કરે છે બગીચાની સારસંભાળ

image source

દલબીર કૌરના કહેવા મુજબ તેમના બગીચામાં સવારે એક માળી આવે છે જે એક કલાક કામ કરી જતો રહે છે. દલબીર કૌર માળીને પણ તેના કામમાં મદદ કરે છે અને માળીના ગયા બાદ આખો દિવસ પોતે આખા બગીચાની સારસંભાળ રાખે છે. આ બગીચામાં 30 થી વધુ ફૂલોના છોડ પણ ઉગેલા છે.

દવાઓ પણ ઘરે જ કરે છે તૈયાર

image source

દલબીર કૌર કહે છે કે તેના ઘરે 20 – 20 લીટરની ડોલ છે અને તેમાં તે ત્રણ પ્રકારની દાળ અને ગોળ પલાળે છે. લગભગ 15 દિવસ બાદ તે ડી-કંપોઝર બને છે અને તેમાં તેલ મિક્સ કરી દવા બનાવે છે. આ દવાને કારણે શાકભાજીના છોડવામાં જીવાત નથી થતી. લોકો દલબીર કૌરના ઘરે આવી તેના આ કિચન ગાર્ડનના વખાણ કરે છે અને તેમની પાસેથી શાકભાજી પણ લેતા જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ