શું વાત છે !! આ માદા કબુતર વેંચાયું 14 કરોડ રૂપિયાની અધધધ.. કિંમતે, ખાસિયતો જાણીને તમને પણ લાગશે નવાઇ

ઉત્તર કોરિયાના સત્તાધીશ કિમ જોંગ ઉન અન્યથી વિશેષ અને અલગ કાર્યશૈલીને કારણે અવારનવાર સમાચારોમાં રહે છે. પરંતુ આજના આ લેખમાં અમે આપને કિમ જોંગ ઉન વિશે નહીં પણ કિમ નામ વિશે એવા નવીન સમાચાર જણાવવાના છીએ જેના કારણે સૌ કોઈનું ધ્યાન એ તરફ ગયું છે. અસલમાં અહીં અમે તમને કિમ નામના બે વર્ષના એક કબૂતર વિશે વાત કરવાના છીએ જેને તાજેતરમાં જ વિશ્વના સૌથી મોંઘા કબૂતર તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું છે.

image source

ઉલ્લેખનીય છે કે એક ઓનલાઈન હરરાજી દરમિયાન કિમ નામના આ રેસિંગ કબૂતરને 19 લાખ ડોલર એટલે કે લગભગ 14 કરોડ રૂપિયામાં વેંચવામાં આવ્યું હતું. આ હરરાજી સાથે જ કિમ નામનું આ માદા કબૂતર વિશ્વનું સૌથી મોંઘું કબૂતર બની ગયું હતું. પહેલા આ કબૂતરને 237 ડોલરની રકમ સાથે હરરાજીમાં મુકાયું હતું પરંતુ એક વ્યક્તિએ તેને 19 લાખ ડોલરમાં ખરીદી લીધું.

image source

પેરેડાઈઝ અનુસાર ગયા વર્ષે નર આર્મડો કબૂતર માટે 1.25 મિલિયન યુરોનું ચુકવણું થયું હતું. આર્મડો નામના રેસિંગ ચેમ્પિયન કબૂતરને લુઈસ હેમિલ્ટનના નામથી પણ ઓળખવામાં આવે છે. તે રીટાયર થયું ત્યારબાદ વર્ષ 2019 માં તેને વેંચવામાં આવ્યું હતું. પરંતુ ન્યુ કિમ કબૂતરે આર્મડો કબૂતરના રેકોર્ડને તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. રેસિંગ કબૂતરને કિમને પાળનારા કુર્ત વાઉવર અને તેનો પરિવાર કિમની આ હરરાજીની રકમ સાંભળીને આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો.

image source

છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનમાં કબૂતરની રેસ ઘણી જ લોકપ્રિય થઈ રહી છે. રેસિંગ કબૂતરની સંખ્યા વધારવા માટે લોકો આ કબૂતરને ખરીદવા એકથી વધીને એક બોલી લગાવતા હોય છે. વર્ષ 2018 માં કિમ કબૂતરે અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ જીત પણ મેળવી હતી, જેમાં નેશનલ મિડલ ડિસ્ટનસ રેસનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ ન્યુ કિમ કબૂતર રીટાયર થઈ ગયું હતું. હવે ન્યુ કિમને ખરીદનારા તેના નવા માલિકને અપેક્ષા છે કે તે આ ન્યુ કિમ માદા કબૂતર દ્વારા તેની સંખ્યા વધારશે.

image source

હરરાજી સંસ્થા પીપાના સીઈઓ નિકોલસએ રોયટર્સને જણાવ્યું હતું કે ” આ રેકોર્ડ કિંમત આશ્ચર્ય જનક છે કારણ કે આ એક માદા કબૂતર છે. સામાન્ય રીતે નર કબૂતરની કિંમત વધુ હોય છે કારણ કે તે તેની પ્રજાતીના કબુતરની સંખ્યા વધારવા સક્ષમ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ