પાકિસ્તાનના આ શહેરમાં મુસ્લિમ લોકો કરતા વધારે રહે છે હિન્દુઓ, ક્યારે પણ નથી થતી કોઇ પણ હિંસા

મુસ્લિમ દેશ પાકિસ્તાનમાં હિન્દૂ અને મુસ્લિમો એક સાથે સંપીને રહેતા હોય તે જલ્દી માનવામાં ન આવે તેવી વાત છે. તમે અવાર નવાર સમાચારોમાં પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર અને ધર્મ પરિવર્તન કરાવાય છે તેવું જાણ્યું હશે પરંતુ આ જ પાકિસ્તાનમાં એક શહેર એવું પણ છે કે જ્યાંથી ક્યારેય આવા કોઈ સમાચાર નથી આવતા. તમને જાણીને નવાઈ લાગશે કે આ શહેરમાં મુસ્લિમો કરતા હિન્દુઓની વસ્તી વધારે છે.

image source

પાકિસ્તાનના આ શહેરનું નામ છે મીઠી. આ શહેર મીઠીથારપારકર જિલ્લામાં આવેલું છે. આ શહેર પાકિસ્તાનના લાહોરથી લગભગ 875 કિલોમીટર જ્યારે આપણા અમદાવાદથી આ શહેર 340 કિલોમીટર દૂર આવેલું છે. આ શહેરમાં હિન્દૂ મુસ્લિમ સાથે મળીને સંપથી રહે છે.

image source

મીઠી શહેરની કુલ વસ્તી લગભગ 87 હજાર છે જેમાં લગભગ 80 ટકા વસ્તી હિન્દૂ લોકોની છે. અહીં નોંધનીય વાત એ પણ છે કે પાકિસ્તાનની કુલ વસ્તીના 95 ટકા લોકો મુસ્લિમ છે. કહેવાય છે કે શહેરમાં જ્યારે કોઈ ધાર્મિક તહેવાર કે સાંસ્કૃતિક આયોજન થાય છે ત્યારે હિન્દૂ મુસ્લિમ બન્ને ધર્મના લોકો હળીમળીને તેમાં ભાગ લે છે.

image source

કહેવાય છે જે આ શહેરમાં હિન્દૂ અને મુસ્લિમ લોકો દિવાળી અને ઈદ પણ હળીમળીને મનાવાય છે. મીઠી શહેરમાં હિન્દૂ લોકો મોહરર્મના ઝુલુસમાં ભાગ લે છે. બીજી બાજુ અહીંના મુસ્લિમો પણ હિન્દૂ ધર્મની માન્યતાનું સમ્માન કરી ગાયને કતલ નથી કરતા એટલું જ નહિ પણ તેઓ નોનવેજ પણ નથી ખાતા.

image source

આ શહેરનો ક્રાઈમ રેટ પણ પાકિસ્તાનના અન્ય શહેરો કરતા નોંધપાત્ર રીતે ઓછો છે. અહીં ગુનાખોરીની ટકાવારી માંડ 2 ટકા છે. તેમાંય સૌથી ખાસ વાત તો એ કે અહીં ધાર્મિક અસહિષ્ણુતા તો ક્યારેય જોવા નથી મળી.

image source

મીઠી શહેરમાં અનેક મંદિરો પણ આવેલા છે. એવું પણ કહેવાય છે કે જ્યારે અહીં હિંદુઓ પોતાના મંદિરોમાં પૂજા કરતા હોય છે તે સમયે અઝાન માટે ઊંચા અવાજ ધરાવતા સ્પીકર પણ ચાલુ કરવામાં નથી આવતા એ જ રીતે હિંદુઓના મંદિરોમાંથી પણ નમાઝના સમયે ઘંટ વગાડવામાં નથી આવતો.

image source

અહીંના મુસ્લિમોનું કહેવું છે કે 1971 માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે ભારતીય સેના જ્યારે મીઠીમાં પહોંચી તો તેઓને આ ગામ છોડવું પડ્યું હતું. અને બાદમાં સ્થાનિક હિન્દુઓએ તેમને ફરીથી આ શહેરમાં વસવા માટે મનાવ્યાં અને ફરીથી તેઓ અહીં રહેવા લાગ્યા હતા.

image source

પાકિસ્તાનના આ શહેરમાં મુસ્લિમ લોકો કરતા વધારે રહે છે હિન્દુઓ, ક્યારે પણ નથી થતી કોઇ પણ હિંસા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ