કોરોના કાળમાં આવી એક નવી મોટી મુસિબત, તમારા માટે જાણવું ખાસ જરૂરી નહિં તો…

હાલ જ્યારે આ આર્ટિકલ લખાઈ રહ્યો છે ત્યારે વર્ષે 2020 નો અંતિમ દિવસ ચાલી રહ્યો છે અને આવતીકાલથી નવું વર્ષ શરૂ થનાર છે. વર્ષ 2020 ઘણું મુશ્કેલી ભર્યું રહ્યું છે અને હાલની પરિસ્થિતિ એવી છે કે તેના વિશે કઈં નિશ્ચિત કહી શકાય તેમ નથી. ક્યારે ? ક્યાં ? અને કેવા પ્રકારની મહામારી ફાટી નીકળે તે નક્કી નહીં. અને એ મહામારી આપણું જીવન અસ્ત વ્યસ્ત કરી નાખે એ તો સમજ્યા પણ ખુદ આપણા જીવ માટે પણ જોખમ બની જાય છે.

image source

વિશ્વ ભરમાં પહેલાથી જ કોરોના મહામારીએ માઝા મૂકી છે અને તે પણ કાબુમાં નથી આવી ત્યારે હવે ભારતના રાજસ્થાનમાં બર્ડ ફલૂએ દેખા દિધી છે. કોટા જિલ્લાના ઝાલાવાડમાં આવેલ રાડીના બાલાજી મંદિરના પરિસરમાં સંદિગ્ધ બર્ડ ફલૂને કારણે અનેક કાગડાઓ મૃત્યુ પામ્યા હોવાના સમાચાર આવી રહ્યા છે.

image source

ઘટના સંદર્ભે જિલ્લા કલેકટર એન. ગોહાએન દ્વારા પ્રભાવિત વિસ્તારમાં ઝીરો મોબિલિટી લાગુ કરી બધા પોલટ્રી ફાર્મમાં તપાસ કરવાના આદેશો કર્યા છે.

image source

આ માટે કલેકટરે એક ત્વરિત કાર્યવાહી કમિટીનું ગઠન કર્યું છે. રાડીના ઉપરોક્ત મંદિર પરિસરમાં 25 ડિસેમ્બરના રોજ અચાનક જ કાગડાઓના અસામાન્ય પરિસ્થિતિમાં મોત થયા હતા. વન વિભાગ અને પશુપાલન વિભાગની સંયુક્ત ટીમે બીમાર કાગડાઓની સારવાર કરી અને તેના સેમ્પલો લઈ ઉચ્ચ સુરક્ષા પશુરોગ સંસ્થાન ભોપાલ ખાતે મોકલ્યા હતા.

image source

તપાસમાં કાગડાઓમાં એવીયન એંફ્લુએન્જાની પૃષ્ટિ થઈ હતી. ત્યારબાદ ઝાલાવાડ જિલ્લા કલેકટર ગોહાએનએ તાત્કાલિક કાર્યવાહી કરવા એક ટીમનું ગઠન કર્યું જેમાં એસડીએમ ઝાલાવાડ, ઉપ વન સંરક્ષક ઝાલાવાડ, પોલીસ ઉપ અધિક્ષક, પશુપાલન વિભાગના સંયુક્ત નિર્દેશક, સીએમએચઓ અને ઝાલાવાડ નગર પરિષદના પ્રમુખને શામેલ કરાયા છે. કલેકટરે નિર્દેશ કર્યો હતો કે ત્વરિત કાર્યવાહી દળ (કવિક રિસ્પોન્સ સેલ) ઝીરો મોબિલિટી વિસ્તારમાં બેરીકેડિંગ કરી પ્રચાર પ્રસાર કરશે.

કઈ રીતે ફેલાય છે બર્ડ ફલૂ ?

image source

સામાન્ય રીતે બર્ડ એંફ્લુએન્જા A વાયરસથી ફેલાય છે. આ ફલૂ સંક્રમિત પક્ષીઓ દ્વારા ફેલાય છે. એવીયન એંફ્લુએન્જા બીમાર પક્ષીઓના સંપર્કમાં આવનાર માણસમાં પણ સરળતાથી ફેલાવા લાગે છે. અને ત્યારબાદ તે માણસના સંપર્કમાં આવનાર અન્ય માણસોમાં પણ ફેલાવા લાગે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ જાપાનમાં બર્ડ ફ્લૂએ દેખા દીધાનું બહાર આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ