ઘરમાં કરો છો ગણેશજીની પૂજા તો ભૂલથી પણ ન કરશો આ કામ

શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે શ્રી ગણેશની પૂજા માટે બુધવારનો દિવસ ખાસ છે. કહેવાય છે કે બુધવારે ગણેશજીની પૂજા અને ઉપાય કરવાથી દરેક સમસ્યાનું સમાધાન આવી જાય છે. તમે તમારા ઘરમાં શ્રી ગણેશજીની સ્થાપના કરવા ઈચ્છો છો તો તમારે કેટલીક ખાસ વાતોને જાણી લેવી જરૂરી છે. ગણેશજીને સમૃદ્ધિ અને સુખદાતા તેમજ વિઘ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે. પરંતુ જો તમે તેમની પૂજામાં કોઈ પણ ભૂલ કરો છો તો તમારે તેનું ફળ ભોગવવા પણ તૈયાર રહેવું પડે છે.તમે તેમાંથી કોઈ પણ કામ કરશો તો ગણેશજી તમારા પર નારાજ થઈ શકે છે. તો જાણો કયા કામ છે જેને ગણેશજીની પૂજામાં ટાળવા યોગ્ય છે.

image source

ઘરમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરીને તેમની પૂજા કરનારા ભક્તોએ હિંસાથી દૂર રહેવું. આ સિવાય તમારા મનમાં જો કોઈ ખરાબ વિચારો આવે છે તો તમે તેને રોકી લો તે જરૂરી છે.

ભગવાન ગણેશજીના ભક્તોએ ક્રોધ કરવો જોઈએ નહીં. આ સિવાય જૂઠાણાથી દૂર રહેવું અને કોઈ પણ કામમાં ક્રોધ કરવાના બદલે સંયમથી કામ લેવું યોગ્ય રહે છે.

image source

ગણેશ ભક્તોએ બુધવારે માંસ કે મદિરાનું સેવન કરવું નહીં. કંઈ પણ ખાતા પહેલા ગણેશજીને ભોગ લગાવવો જોઈએ. આમ કરવાથી તે ખાવાનું પ્રસાદી બને છે અને ગણેશજીના આર્શિવાદ તમારી સાથે રહે છે.

image soucre

ગણેશજીની પૂજા કરનારા પરિવારના કોઈ પણ સભ્યએ ઘરે અચૂક રહેવું જોઈએ. ગણેશજીને ખાસ કરીને બુધવારના દિવસે એકલા મંદિરમાં રાખવા નહીં

image source

ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરીને તેમની પૂજા કરનાર ભક્તોએ નિંદા અને ફરિયાદની વૃત્તિથી દૂર રહેવું જોઈએ. નહીં તો ગણેશજી નારાજ થાય છે.

ગણેશ ભક્તોને ખ્યાલ હોવો જોઈએ કે ચોરી કરવાથી આ લોકમાં નહીં પણ પરલોકમાં પણ દુઃખ ભોગવવું પડે છે. આ કારણે તેઓએ ખરાબ આદતો છોડી દેવી જોઈએ. નહીં તો ગણેશજી તેનું ફળ અચૂક આપે છે.

image source

બુધવારે બાપ્પાની પૂજા કરનારાના ઘરમાં ગંદગી ન હોવી જોઈએ. ખાસ કરીને મંદિરમાં નહીં. ગંદી જગ્યાઓથી ગણેશજી નારાજ થાય છે અને તેમનો પ્રકોપ અનેક પ્રકારની પૂજા અર્ચના કરવાથી પણ ખતમ થતો નથી.

ભગવાન ગણેશની પૂજા કરનારાઓએ બાળકો પર હાથ ઉઠાવવો નહીં. ન સ્ત્રીનું અપમાન કરવું અને ન તો કોઈની મજાક ઉડાવવી જોઈએ.

image source

જો તમે પણ આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને ગણેશજીની ઘરમાં જ પૂજા કરો છો તો તમને સફળતા મળી રહે છે. તો આજથી જ જો અજાણતા પણ કોઈ ભૂલ કરી રહ્યા હોવ તો તેને સુધારી લેવી જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ