આ વિસ્તારમાં તો ગજબ થઈ ગયું, મહિલાના મોતના આખા એક વર્ષ બાદ મૃતદેહને કાઢવામાં આવ્યો બહાર, કારણ કે…

ઉત્તર પ્રદેશના લખનઉ વિસ્તારમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાના મોત બાદ લગભગ એક વર્ષ જેટલો લાંબો સમય વીત્યા બાદ તે મહિલાનાં મૃતદેહને સમાધિમાંથી બહાર કાઢવામાં આવ્યો. ત્યારબાદ આ મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવા માટે મોકલવામાં આવ્યો છે. આ ઘટના અંગે મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે તે મહિલાના પરિવારના સભ્યોએ મહિલાનાં મૃત શરીર ફરીથી બહાર આવ્યા બાદ જણાવ્યું કે તેનાસાસરિયા પક્ષનાં લોકોએ તેણી પર ત્રાસ ગુજારતાં હતાં. જ્યારે મહિલા મૃત્યુ પામી ત્યારે આ વિશેની કંઈ પણ જાણકારી મહિલાનાં માતા પિતા કે પરિવારના કોઈ સભ્યને જાણ કરી ન હતી.

image source

ત્યારે હવે જ્યારે મૃત શરીરનું પોસ્ટમોર્ટમવ કરવા માટે લઈ જવાઈ રહ્યુ છે ત્યારે મહિલાનો પરિવારજનો સામે આવ્યા છે અને આરોપો લગાવ્યા છે. તેમણે આ ઘટના અંગે વધુ ખુલાસો કરતા જણાવ્યું છે કે તેની જાણ કર્યા વિના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવેલ છે. હવે આ આખા કેસની તપાસ જિલ્લા લેવલે થઈ રહી છે ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટે મૃત મહિલાની લાશ કબરની બહાર કાઢવાના તથા તમામ ઘટના અંગે તપાસ કરી અને ખુલાસો કરવાનો આદેશ આપ્યા છે.જે બાદ મહિલાના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો અને વહીવટી અધિકારીઓ અને પોલીસની ઉપસ્થિતિમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

image source

મૃતક આરોપીના પરિવારના સભ્યોએ જણાવ્યું કે આ સમગ્ર મામલો બંદા જિલ્લાના કોતવાલી પંથકના બસંત નગર વિસ્તાર સાથે સંબંધ ધરાવે છે. જ્યાં રફીક નામના એક વ્યક્તિની પત્ની ઝરીનનું 20 ફેબ્રુઆરી 2020 ના રોજ ડિલિવરી દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ મૃતકના સાસરિયાઓ પર તેના પર ત્રાસ આપવાનો અને તેની જાણ કર્યા વિના અંતિમ સંસ્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. અહીં જિલ્લા મેજિસ્ટ્રેટને આદેશ આપી કાર્યવાહી કરવાનું કહ્યું કે જેથી મૃતકના પરિવારજનોને પણ શાંતિ મળી છે અને વિશ્વાસ અપાવ્યો છે.

આ બાબતે હવે બંધારણની કલમ 313, 304 બી, 498 એ આઈપીસી અને 3/4 બીપીસી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનાને આગળ વધારવામાં આવી રહી છે. જેના પર મહિલાના મૃતદેહને સમાધિમાંથી બહાર કાઢવામાંવામાં આવ્યો છે અને જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશથી સિટી મેજિસ્ટ્રેટ અને પોલીસની હાજરીમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જ્યાં ડોકટરોની પેનલ ડેડબોડીની ચકાસણી બાદ રીપોર્ટને સોંપવામાં આવશે અને તેનો રિપોર્ટ વહીવટને સુપરત કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ