શું વાત છે, આ નોકરીયાતો માટે મોટી જાહેરાત, આ નિયમ બદલાતા પરિવારને મળશે બહુ મોટી રાહત

કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબરી, આ નિયમમાં બદલાવ આવતા કેન્દ્રીય સરકારી કર્મચારીઓના પરિવારને મળી શકે છે ઘણી રાહત.

image source

કેન્દ્ર સરકારમાં કામ કરી રહેલ કર્મચારીઓ માટે ખુશખબર છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ દ્વારા સરકારી કર્મચારીના મૃત્યુ પછી પરિવાર પેન્શન સંબંધિત નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે.

  • -કેન્દ્ર સરકારમાં કામ કરતા કર્મચારીઓ માટે ખુશખબરી છે.
  • -સરકારી કર્મચારીના મૃત્યુ થયા બાદ તેમના પરિવારને આપવામાં આવતા પેન્શન સંબંધિત નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે.
  • -આવી વ્યક્તિઓને સરકાર આજીવન પેન્શન આપશે.
image source

કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ દ્વારા સરકારી કર્મચારીના મૃત્યુ થઈ ગયા બાદ તેમના પરિવારને આપવામાં આવતા પેન્શન સંબંધિત નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે. આ પરિવર્તન વિષે જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે, જો સરકારી કર્મચારીના પરિવારનું કોઈ સભ્ય વિકલાંગ હોય અને તેમની પાસે આજીવિકા માટે કોઈ સાધન ના હોય તો સરકારી કર્મચારી ના મૃત્યુ બાદ સરકાર આવી વ્યક્તિને આજીવન પેન્શન આપશે. આ તમામ ચર્ચાઓ થઈ ગયા બાદ મોદી સરકાર દ્વારા આ પરિવર્તન અત્યારની સિસ્ટમમાં કરવામાં આવ્યા છે.

image source

સેન્ટ્રલ સિવિલ સર્વિસ પેન્શન નિયમો ૧૯૭૨ (૫૪/૬) પ્રમાણે, જો સરકારી કર્મચારીને આશ્રિત પરિવારની કુલ આવક સરકારી કર્મચારીના અંતિમ પગારના ૩૦% કરતા ઓછી હશે તો સરકારી કર્મચારીના મૃત્યુ થઈ ગયા બાદ તેમના આશ્રિત પરિવારના સભ્યો આજીવન પેન્શન પ્રાપ્ત કરવાનો હક મળે છે. એના સિવાય નવા નિયમો મુજબ વિકલાંગ આશ્રિત પરિવારના સભ્ય પણ આજીવન પેન્શન આપવામાં આવશે. જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કોઈ ખુશખબરી કરતા ઓછા છે નહી.

image source

વિકલાંગ વ્યક્તિઓ માટે પરિવાર પેન્શન વિષે, કેન્દ્ર સરકાર દ્વારા સીસીએસ (પેન્શન) નિયમો, ૧૯૭૨ હેઠળ કુટુંબ પેન્શન આપવા માટે મૃત્યુ પામેલ સરકારી કર્મચારી કે પછી પેન્શનર વ્યક્તિના બાળક માટે યોગ્યતા માટેની આવકના માપદંડોમાં કેટલીક છૂટછાટ આપવા માટે સૂચનો લાગુ કરવામાં આવ્યા છે. વિકલાંગ વ્યક્તિઓને કૌટુંબિક પેન્શન માટે મુક્તિ આપવામાં આવી શકે છે કેમ કે, તે વ્યક્તિને વધારે ડોકટરી દેખરેખ અને આર્થિક મદદની જરૂરિયાત હોય છે.

image source

સરકારના મત પ્રમાણે પરિવારના પેન્શન મેળવવા માટે પાત્રતા ધરાવતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આવકના માપદંડો, પરિવારના અન્ય સભ્યોની બાબતોમાં પણ લાગુ પડે છે, પરંતુ જો કોઈ અપંગતાથી પીડાઈ રહેલ બાળક/ ભાઈ- બહેનના કિસ્સામાં લાગુ કરવામાં આવી શકશે નહી. જેથી વિકલાંગતાથી પીડાઈ રહેલ બાળક/ ભાઈ- બહેનને સંબંધિત પરિવાર માટે આવકના માપદંડની સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવશે અને નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા બાળકો/ ભાઈ- બહેનને પરિવાર પેન્શન માટેની યોગ્યતા માટેની આવકના માપદંડની રકમની સાથે પ્રશંસાપાત્ર રહી શકે છે.

image source

તેના જણાવ્યા પ્રમાણે ફેમિલી પેન્શન હકદાર, પેન્શન અને પીડબલ્યુડી વિભાગ સૂચનાઓ/ આદેશ લાગુ કરવામાં આવ્યા છે, જે પણ મૃત્યુ થઈ ગયેલ કેન્દ્ર સરકારના કર્મચારી કે પછી પેન્શનરના બાળક/ ભાઈ જેઓ માનસિક કે પછી શારીરિક રીતે અપંગતાથી પીડાઈ રહ્યા હોય તેમને પેન્શન મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ