ગળામાં રહેતી ખારાશથી કંટાળી ગયા છો? તો બીજુ બધુ સાઇડમાં મુકીને અપનાવો આ ઘરેલું ઉપાયો

મિત્રો, હાલ આ ઠંડીના વાતાવરણમા શરદી અને ઉધરસની સમસ્યા થવી એ સામાન્ય બાબત છે. મોટાભાગના લોકો આ સમયગાળા દરમિયાન ગળાના દુ:ખાવાની સમસ્યાથી પીડાતા હોય છે અને તેના કારણે તેમને કઈપણ વસ્તુ ખાવામા અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.

કોરોના વાયરસનો ભય પણ હાલ લોકોના મનમા ઘર કરી ચુક્યો છે ત્યારે આવી સ્થિતિમા ગળાના દુ:ખાવાની સમસ્યાને જરાપણ હળવાશથી લેવી જોઈએ નહીં. જો તમને કોઈપણ પ્રકારની મુશ્કેલી આવી રહી હોય તો તમારે ચિંતા કરવાની જરાપણ જરૂર નથી કારણકે, આજે અમે તમને અમુક એવી વિશેષ ઘરેલુ પદ્ધતિઓ વિશે જણાવીશુ કે, જેની મદદથી તમે ઘરેબેઠા આ સમસ્યાને હલ કરી શકો છો.

નમકના પાણીથી ગાર્ગલીંગ કરવા :

image source

જો તમને ગળામા કોઈપણ પ્રકારની અસહ્ય પીડા થઇ રહી હોય તો પછી તમે હુંફાળા પાણીમા થોડુ નમક ઉમેરી શકો છો અને ગાર્ગલીંગ કરી શકો છો, તેનાથી તમને તમારા ગળાના દુઃખાવામા તાત્કાલિક રાહત મળશે અને આ પીડા તુરંત દૂર પણ થશે. નમકવાળા ગરમ પાણીને ગળા સુધી લઇ જઈ અને ત્યારબાદ કોગળા કરીને કાઢી નાખો, આ ક્રિયા વારંવાર કરવી જેથી, ગળા સાથે સંકળાયેલ તમામ સમસ્યા તુરંત દૂર થઇ જશે.

મધ :

image source

આ એક એન્ટિબાયોટિક ઔષધ પણ છે. આ વસ્તુ લગભગ દરેક ઘરમાં હાજર હોય જ છે. જો તમે ચા મા મધ ભેળવીને નિયમિત તેનુ સેવન કરો તો તે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત જો રાત્રે ઉધરસને કારણે ગળામા દુ:ખાવો થાય તો મધનુ સેવન તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તે ગળાને ઠંડક આપે છે અને ગળામા થતી તમામ પીડાઓમાંથી તમને મુક્તિ આપે છે.

સ્ટીમ લેવી :

image source

જો તમારા ગળામા સોજો હોય, ગળામા કોઈ અસહ્ય પીડા થતી હોય અથવા તો કોઈ અન્ય કારણોસર ગળુ શુષ્ક બની ગયુ છે તો આ ઉપાય તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.

વધુ પડતુ પાણીનુ સેવન કરવુ :

image source

તમે જેટલુ વધારે પાણીનુ સેવન કરશો તેટલો જ તમારા ગળાને આરામ મળશે. તેથી, સૌથી અગત્યની વાત છે કે, તમે પાણીનુ સેવન કરો અને શરીરને આરામ પણ આપો.

લીંબુપાણી :

image source

જો તમે એક કપ પાણીમા એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને આ મિશ્રણના કોગળા કરો તો તમને ગળા સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓમા તુરંત રાહત મળશે. તે એક એવી ઔષધ છે કે, જેની કોઈ જ આડઅસર થતી નથી અને ગળામા થતી બળતરામા પણ ઘટાડો થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ