ઇટાલીમાં કોરોના વાયરસને કારણે થતા મોતથી અંતિમ સંસ્કારમાં વિલંબ, વાંચો તમે પણ

કોરોના વાયરસના કારણે મૃતદેહના ઢગ

image source

કોરોના વાયરસે જ્યાં આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. ત્યાં જ હવે સામાજિક પ્રાણી કહેવાતા માણસોની પરિસ્થિતિ હવે એકલતામાં વિતાવવા મજબુર બન્યા છે. જ્યાં કેટલાક વ્યક્તિઓ જાતે જ કોરોના વાયરસના કારણે એકલા રહેવા મજબુર થયા છે તો અત્યાર સુધી દુનિયામાં કોરોના વાયરસના કારણે હજારો લોકોના ભોગ લેવાય ગયો છે.

ચીન પછી કોરોના વાયરસનો કિલ્લો બની ગયેલ ઈટાલીમાં પરિસ્થિતિ એટલી બધી ડરામણી બની ગઈ છે કે, ઈટાલીમાં એવી સ્થિતી ઉભી થઈ છે કે, પરિવારના સભ્યો પોતાના પ્રિયજનોના અંતિમ સંસ્કારમાં પણ નથી જઈ શકતા. સામાજિક સંબંધો અને સદીઓથી ચાલી આવતી પરંપરાઓ પર કોરોના વાયરસનો અંધકાર ફેલાઈ ગયો છે.

image source

મીડિયા રીપોર્ટ મુજબ, ઈટાલીમાં કોરોના વાયરસના લીધે મોતનો આંકડો એટલી ઝડપથી વધી ગયો છે કે કેટલાક જગ્યાઓએ અંતિમ વિધિમાં ખુબ જ સમય લાગી રહ્યો છે. ઇટાલીના બર્ગેમો શહેરની હોસ્પીટલમાં બુધવારે મોડીરાતે ૮૫ વર્ષીય રેન્ઝો કાર્લો ટેસ્ટાએ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. રેન્ઝો કાર્લો ટેસ્ટાના મોતના પાંચ દિવસ પછી પણ તેઓના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યો નથી. સ્થાનીય કબ્રસ્તાન પબ્લિક માટે બંધ કરી દેવાયા છે.

ટેસ્ટાના પત્ની ફ્રેંકા સ્ટેફનલી પોતાના પતિને પુરા પારંપારિક રીતે અંતિમ વિદાય આપવા ઈચ્છતા હતા. પરંતુ કોરોના વાયરસને અટકાવવા માટે મુકવામાં આવેલ પ્રતીબંદોના લીધે પારંપારિક અંતિમ સંસ્કાર ગેરકાનૂની માનવામાં આવે છે.

image source

ઈટાલીમાં અંતિમ સંસ્કારની સાથેના કોઈપણ પ્રસંગ કે કામ માટે પણ કોઈ એક જગ્યાએ એકઠા થઈ થઈ શકતા નથી. જો કે, આ બાજુ ફ્રેંકા અને તેના દીકરાઓ પોતા પણ બીમાર હોવાના કારણે અલગ અલગ રાખવામાં આવ્યા છે. કોરોના વાયરસના લીધે ટેસ્ટા પતિના અંતિમ સંસ્કારમાં પણ સામેલ થઈ શકી નહી.

image source

ટેસ્ટા અને ફ્રેંકા સ્ટેફનલીના ૫૦ વર્ષના લગ્ન જીવનનો અંત આવી રીતે થશે આવું તેણે ક્યારેય વિચાર્યું હતું નહી. જિંદગીની છેલ્લી ક્ષણોમાં તેઓ બન્ને એકબીજાની સાથે નહી હોય આવું તેણે ક્યારેય વિચાર્યું ના હોતું. ૭૦ વર્ષીય ફ્રેંકા સ્ટેફનલી આગળ કહે છે કે, આ અત્યંત વિચિત્ર છે. જે હું શબ્દોમાં નથી કહી શકતી કે મારી અંતર મનની સ્થિતી શું છે. આ ગુસ્સો નથી. કોરોના વાયરસ સામે આપણી મજબુરી છે.

યુરોપના ઇટાલી દેશની સ્થિતી કોરોના વાયરસના લીધે અત્યંત દયનીય બની ગઈ છે. ઇટાલીના રસ્તાઓ ખાલીખમ છે, દુકાનો બધી બંધ છે. ઉપરાંત ૬ કરોડથી વધારે લોકો લોકડાઉનની પરિસ્થિતિમાં પોતાના ઘરોમાં પુરાઈ રહ્યા છે. ઉપરાંત ઇટાલીના ડોક્ટર્સ અને નર્સીસ રાત-દિવસ જોયા વગર દર્દીઓની સેવામાં કરવામાં લાગ્યા રહ્યા છે.

image source

તેઓને થાક પણ લાગે છે પણ તેઓની ફરજ તેમને આગળ વધવાનો જુસ્સો પૂરો પાડે છે. ઇટાલી દેશની આવી લોકડાઉનની સ્થિતિમાં બાળકો ઘરમાં રહીને બારી પર અને અન્ય જગ્યાઓ પર પેઈન્ટીંગ બનાવે છે, જયારે ઘરમાં પુરાયેલા યુવાનો અને અન્ય વ્યક્તિઓ પોતાનો સમય વિતાવવા માટે બાલ્કની કે અન્ય જગ્યાઓ પર આવીને ગીતો ગાઈને પરિવાર અને આસપાસના લોકો સાથે સારો સમય વિતાવી રહ્યા છે.

ઈટાલીમાં સૌથી વધારે દયનીય સ્થિતી કોરોના વાયરસના લીધે પોતાનો જીવ ગુમાવનાર વ્યક્તિઓના મૃતદેહની છે. કોરોના વાયરસના લીધે મૃત્યુ પામેલ લોકોના મૃતદેહ અંતિમ સંસ્કાર વગર રઝળતા થઈ ગયા છે.

image source

યુરોપના ઇટાલી દેશમાં વૃદ્ધોની સંખ્યા ખુબ વધારે છે જેના કારણે ઈટાલીમાં કોરોના વાયરસ વૃધ્ધોને અત્યંત સરળતાથી ફેલાઈ રહ્યો છે. ઇટાલી દેશમાં કોરોના વાયરસના લીધે અત્યાર સુધીમાં ૨૧૦૦ લોકોએ પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. ફક્ત સોમવારના દિવસે જ ૩૦૦ થી વધારે લોકોના મૃત્યુ કોરોના વાયરસના લીધે જીવ ગુમાવી દીધા હતા.

image source

ઇટાલીની હોસ્પીટલના શબગૃહ મૃતદેહોથી ભરાઈ ગયા છે. બર્ગેમોના મેયર Giorgio Goriને આ સપ્તાહએ સ્થાનીય સ્મશાનોને બંધ કરી દેવાનો હુકુમ આપવો પડ્યો હતો. બીજા વિશ્વ યુદ્ધ પછી પ્રથમ વખત આવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે કબ્રસ્તાન બંધ કરવા પડ્યા છે.

image source

તેમ છતાં, મેયર Giorgio Goriએ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે શબઘરોમાં મૃતદેહ કોફીનમાં સ્વીકારવામાં આવશે. કેટલાક મૃતદેહોને બર્ગેમોના ચર્ચ ઓફ ઓલ સેન્ટ્સમાં મોકલવામાં આવશે. આ ચર્ચ એક બંધ કબ્રસ્તાનમાં આવેલ છે. આ ચર્ચમાં પહેલેથી જ લાકડાના કોફીનમાં સંખ્યાબંધ મૃતદેહોને રાખવામાં આવ્યા છે.

આ ચર્ચના પાદરી માર્કો બર્ગેમીલીએ જણાવે છે કે, “બદનસીબી એ છે કે આ મૃતદેહોને ક્યાં રાખવા તેની કઈ જ ખબર નથી પડી રહી. કારણકે રોજ ઘણા બધા લોકોના કોરોના વાયરસના કારણે મૃત્યુ થઈ રહ્યા છે. એક મૃતદેહને અંતિમ સંસ્કાર માટે આશરે એક કલાકથી વધારે સમય લાગે છે.

image source

આવામાં ઈટાલીમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે કે એક તરફ અંતિમ સંસ્કાર કરવા માટે વધારે સમય લાગે છે. ત્યાં જ બીજી બાજુ કોરોના વાયરસથી લોકો ટપોટપ મરી રહ્યા છે.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ