કોરોના ઇફેક્ટ: આ રીતે કરો હેન્ડવોશ તેમજ હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ, અને ખાસ રાખો ધ્યાન

સંક્રમણથી બચવા માટે હેન્ડવોશ તેમજ હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ આ રીતે કરો અને જનહીતમાં આ લેખને શેર પણ કરો

image source

કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં ભય વ્યાપિ ગયો છે અને ગણતરીના દિવસોમાં હજારો લોકો આ વાયરસની જપેટમાં આવીને મૃત્યુ પણ પામ્યા છે. ઘણા દેશોમા આખાને આખા શહેર તેમજ રાજ્યોને લૉક ડાઉન કરી દેવામાં આવ્યા છે એટલે કે જરૂર વગર કોઈ પણ નાગરીકે ઘરની બહાર નહીં નીકળવાના કડક સૂચન આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 130 ઉપરાંત દેશોમાં આ વાયરસનું સંક્રમણ ફેલાઈ ચુક્યું છે.

image source

આજે તમે જ્યારે કોઈને પણ ફોન લગાવો કે તરત જ સામેવાળાને રીંગ વાગવાની જગ્યાએ તમને કોરોનાવાયરસના ચેપથી કેવી રીતે દૂર રહેવું તેના સુચનો આપવામાં આવી રહ્યા છે. જેથી કરીને લોકોમાં તે બાબતે જાગૃતિ ફેલાય. આ સૂચનોમાં સૌથી પહેલું અને મહત્ત્વનું સુચન નાગરિકોને તેમના હાથને વારંવાર ધોવાનું સૂચન છે.

અને તેના કારણે આખાએ દેશમાં હેન્ડ વોશ તેમજ હેન્ડ સેનીટાઇઝરની ડીમાન્ટ પણ વધી છે. પણ જો તમને એ ખબર નહીં હોય કે તમારે હેન્ડ વોશ કે હેન્ડ સેનેટાઇઝર દ્વારા કેવી રીતે હાથ ધોવા તો તમે કેવી રીતે જીવલેણ વાયરસના સંક્રમણથી દૂર રહેશો ? તો ચાલો જાણીએ તે વિષે વિગતે.

image source

હાથ ક્યારે ધોવા જરૂરી છે.

– બહારથી આવ્યા બાદ

– જમવાનું બનાવતા પહેલાં અને બાદમાં

– જમતાં પહેલાં અને જમ્યા બાદ

– કોઈ ઘા પર અડ્યા બાદ

image source

– ટોઈલેટનો ઉપયોગ કર્યા બાદ

– પ્રાણીઓના સંપર્કમાં આવ્યા બાદ.

– ઘરની ગંદકી સાફ કર્યા બાદ, કચરો વિગેરે અડક્યા બાદ

– ઉધરસ કે છીંક આવ્યા બાદ જો તમે તમારા નાક કે મોઢાને અડ્યા હોવ તો ત્યાર બાદ

image source

– બાળકોના ડાયપર કે નેપી બદલ્યા બાદ.

– કોઈ બીમાર વ્યક્તિને મળવા ગયા હોવ અથવા તો તેની સંભાળ લેતા હોવ તો ત્યાર બાદ

હાથને ધોવાની યોગ્ય રીત

– સૌ પ્રથમ તો તમારા હાથને વહેતા પાણી નીચે બરાબર પલાળી લો ત્યાર બાદ હાથમાં થોડા પ્રમાણમાં હેન્ડવોશ લીક્વીડ લો અથવા તો સાબુને સારી રીતે હાથમાં લગાવી લો.

– સાબુ અથવા તો હેન્ડવોશને બન્ને હાથમાં બરાબર લગાવી લો. ત્યાર બાદ તમારી આંગળીની વચ્ચે, હાથની પાછળના ભાગે, આંગળીઓના નખ વિગેરે બધે જ સાબુ કે હેન્ડ વોશને બરાબર ઘસો.

– આવી રીતે તમારે ઓછામાં ઓછું 2 મિનિટ સુધી તમારા હાથને સાબુથી ઘસવાના છે.

– ત્યાર બાદ હાથને વહેતા પાણી નીચે રાખીને હાથમાંથી બધો જ સાબુ દૂર કરી લો.

image source

– હવે ભીના હાથને રુમાલ કે ટીશ્યુ પેપરથી લૂછવાની જગ્યાએ તેને જાતે જ સુકાવા દો.

જો તમારી પાસે સાબુ અને પાણી ન હોય તો આ રીતે હાથને રાખો સ્વચ્છ

image source

સામાન્ય રીતે હાથ સાબુ અથવા તો હેન્ડવોશથી જ સૌથી વધારે સ્વચ્છ થાય છે પણ કેટલાક સંજોગોમાં તમારી પાસે આ બન્ને વસ્તુઓ ન પણ હોય તો તેવા સંજોગોમાં તમારે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરીને હાથને સ્વચ્છ રાખવા જોઈએ. આ પ્રકારના હેન્ડ સેનેટાઇઝરમાં ઓછામાં ઓછું 60 % આલ્કોહોલ હોવું જરૂરી છે. આવા સેનેટાઇઝરથી હાથપરના જીવાણુઓ નાશ પામે છે.

image source

જો તમારા હાથ માટીવાળા હોય તો તેમાં હેન્ડ સેનેટાઇઝર તમારી મદદ નથી કરી શકતું પણ તમારે તેમાં સાબુ અને પાણીનો જ ઉપયોગ કરવો પડે છે. પણ હાલ જે સંજોગો સમગ્ર વિશ્વમાં ઉભા થયા છે તેને જોતાં તમારે તમારા પર્સ કે ખીસ્સામાં એક નાનું હેન્ડ સેનીટાઇઝર તો રાખવું જ જોઈએ. જેથી કરીને તમે જરૂર પડ્યે તમારા હાથને બેક્ટેરિયા મુક્ત કરી શકો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ