પ્રોટીનની માત્રાને વધારવા ખાઓ આ ફળ, અને મેળવો તંદુરસ્તી…

ભરપુર પ્રોટીન ધરાવતા ફળ.

image source

આપણે સૌ જાણીએ છીએ કે આપણા શરીરને ઊર્જા મેળવવા માટે કાર્બોહાઈડ્રેટ ફેક પ્રોટીન વિટામિન્સ અને મિનરલ્સ ની જરૂર છે. અનાજ ગીત તેલ માખણ અને ગોળ માંથી મોટેભાગે શરીરને કાર્બોહાઈડ્રેટ ,ફેટ મળે છે.

સામાન્ય રીતે દૂધ, દૂધની બનાવટો, ચીઝ ,પનીર, એગ, દાળ, કઠોળ અને માંસાહાર માંથી પ્રોટીન તત્વ મળી રહે છે. જોકે ખાસ ઉલ્લેખનીય છે કે રેડ મીટ પ્રોટીન થી ભરપૂર હોવા છતાં પણ સેચ્યુરેટેડ ફેટ ધરાવતું હોવાથી તે પ્રોટીન માટે સારો સોર્સ ગણાતું નથી.

image source

પ્રોટીનના ઉત્તમ સ્રોત ગણાતા આહારમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોવું જોઈએતેથી જ હાલ ની ચર્ચા મુજબ લોકો પ્રોટીન માટે માંસાહાર ને બદલે શાકાહાર તરફ વળી રહ્યા છે.

શાકભાજી અને ફ્રુટમાંથી વિટામીન્સ ,મીનરલ્સ અને ફાઇબર ઉપલબ્ધ થાય છે ફળને વિટામિનનો મેઘધનુષ કહેવામાં આવે છે.શરીરને જરૂરી માત્રામાં શર્કરા અને ફાઇબર્સ ફળમાંથી પ્રાપ્ત થાય છે.

image source

સામાન્ય રીતે ફળને પ્રોટીન રીચ આહાર ગણવામાં આવતા નથી પરંતુ અન્ય lean protein rich diet સાથેના કોમ્બિનેશનને કારણે પ્રોટીન મેળવવા માટે અમુક ફળનો આરડીઆઇમાં એટલે કે રિકમેન્ડેડ ડેઇલી ઇનટેકમાં સમાવેશ પામ્યા છે.

ચાર પ્રકારના ફળ એવા છે ,જેમાંથી આપણને ભરપૂર માત્રામાં પ્રોટીન પણ મળી રહે છે.

કિસમિસ

image source

કિસમિસ એટલે સૂકી દ્રાક્ષ .સો ગ્રામ કિસમિસ માં ત્રણ ગ્રામ પ્રોટીન રહેલું છે.

જામફળ

image source

જામફળમાં ભરપૂર માત્રામાં વિટામિન સી રહ્યું છે.જામફળનું વિવિધ રીતે વપરાશ કરી શકાય છે.કાચા અને પાકા બંને પ્રકારના જામફળ ગુણકારી છે.સલાડમાં પણ જામફળ નો વપરાશ કરી શકાય છે અને જામફળનો જ્યુસ પણ સ્વાદવર્ધક અને સ્વાસ્થ્યવર્ધક છે.

જામફળ બળ આપનારો આહાર છે.અમેરિકન એગ્રીકલ્ચરલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે સો ગ્રામ જામફળમાં થી 5 ગ્રામ પ્રોટીન મળે છે.

ખજૂર

image source

ખજૂર ગરીબોનું વસાણું કહેવાય છે.સ્વાદમાં અતિ મીઠી ખજૂર બળવર્ધક હોય છે.મધ્ય પૂર્વીય દેશોમાં ખજૂરનું ઉત્પાદન બહોળી માત્રામાં થાય છે.ખજૂર પણ વિવિધ રીતે ઉપયોગમાં લઇ શકાય છે.

ખજૂર ફાઈબર ઉપરાંત આયર્નનો પણ ઉત્તમ સોર્સ માનવામાં આવે છે.ખજૂરના લાડુ,ખજૂર પાક, ખજૂર શેક જે વિવિધ વાનગી ખજૂર માંથી બનાવવામાં આવે છે.

image source

અમેરિકન એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ યાદી મુજબ સો ગ્રામ ખજૂર માં ૨.૪૫ ગ્રામ પ્રોટીન અને ૮ ગ્રામ ફાઈબર રહેલું છે.

પ્રુન્સ

Image result for prunes
image source

પાક પ્લમ ને સૂકવીને તેમાંથી પ્રુન્સ બનાવવામાં આવે છે.પ્રોન્સ જરૂરી macronutrients સાથે ભરપૂર માત્રામાં વિટામિન્સ – મિનરલ્સ ધરાવે છે.સો ગ્રામ પ્રુન્સમાંથી 2 .18 ગ્રામ પ્રોટીન અને 7 ગ્રામ ફાઈબર મળી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ