વરિયાળી લઇને આ બધા છોડ તમે પણ વાવો આ રીતે ઘરે, સાંધાના દુખાવાથી લઈને કોલેસ્ટેરોલ જેવી બીમારીઓમાંથી મળશે છૂટકારો

મિત્રો, મસાલા એ ફક્ત તમારા ભોજનના સ્વાદને જ નથી વધારતા પરંતુ, તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામા પણ સહાયરૂપ સાબિત થાય છે. આદુ એ તમને શરદી અને ઉધરસની સમસ્યા સામે રક્ષણ આપે છે તો હળદર એ ઈમ્યુનિટીમા વૃદ્ધિ લાવે છે તથા મેથી એ કોલેસ્ટેરોલને નિયંત્રણમા લાવે છે અને અજમો એ હરસની સમસ્યામા રાહત આપે છે. આજે આ લેખમા આપણે આ ઔષધીય ગુણતત્વો મસાલાના છોડને ઘરે કેવી રીતે રોપવો અને તેનાથી કેવા લાભ મળશે? તે જાણીએ.

મેથી :

image source

મેથીના સૂકા દાણા એ તુરંત જ અંકુરિત થાય છે. આ મસાલાના છોડને તમે તમારા ઘરની આસપાસ બગીચા અથવા તો કૂંડામા વાવો. ત્યારબાદ તેને માટીથી યોગ્ય રીતે દબાવી દો. ત્યારબાદ તેમા થોડુ પાણી ઉમેરો, જેથી માટીમા ભેજ રહે અને થોડા દિવસમા જ આ છોડ ઉગતો જોવા મળશે.

મેથીના દાણામા પુષ્કળ માત્રામા એન્ટિઓક્સિડન્ટ્સ સમાવિષ્ટ હોય છે, જે હૃદય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે અને તમારા શરીરમા બ્લડસર્ક્યુલેશનના સ્તરને પણ યોગ્ય રાખે છે. આ સિવાય જો તમે મેથીને ક્રશ કરીને તેનો પાવડર તૈયાર કરીને ખાવાથી કોલેસ્ટેરોલનુ લેવલ ઘટી જાય છે અને સંધિવાની સમસ્યામા પણ રાહત મળે છે.

આદુ :

image source

જે આદુમા કળી નીકળી હોય તેવા આદુની અમુક ગાંઠો લઈને અને તેને કૂંડામા ખોદીને લગાવો. આ સમયે એ વાતની વિશેષ સાવચેતી રાખવી કે, આદુનો છોડ લગાવતી વખતે ગાંઠની કળી ઉપરની તરફ રહે અને તેના પર થોડી માટી નાખી દો અને સ્પ્રેથી પાણી પણ છાંટો. આદુમાં પુષ્કળ માત્રામા કેલ્શિયમ, આયર્ન, કોપર, મેગ્નેશિયમ, અને ઝિંક સમાવિષ્ટ હોય છે, જે તમને ઉધરસ, ગળામા બળતરા વગેરે જેવી સમસ્યાઓ સામે રાહત આપે છે.

અજમા :

image source

આ છોડને તમે દાંડીથી કાપી લો અને તેને કૂંડામા માટી ઉમેરીને સરળતાથી લગાવી લો. અજમાનુ સેવન કરવાથી પેટમા દુ:ખાવો અને મોઢાની દુર્ગંધ પણ દૂર થાય છે. આ ઉપરાંત જો તમને ભૂખ ના લાગતી હોય તો પણ આ મસાલાનુ સેવન તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય માંસપેશીઓ જકડાઈ ગઈ હોય અથવા તો પેટમા ગેસની સમસ્યા થાય તો તેમા પણ રાહત મળે છે.

વરીયાળી :

image source

જો તમે વરિયાળીના દાણાને હાથથી ઘસીને કૂંડામા નાખી ત્યારબાદ ઉપરથી માટી અને થોડુ પાણી ઉમેરી દો. વરીયાળીનુ સેવન તમારી યાદશક્તિમા વધારો કરવાની સાથે પેટદર્દમા પણ રાહત આપે છે. તેમા પુષ્કળ માત્રામા વિટામિન્સ, કેલ્શિયમ અને ફાઈબર સમાવિષ્ટ હોય છે, જે આંખની રોશની વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેના સેવનથી લિવરમા દુ:ખાવો, મોઢામા છાલામા પણ રાહત મળે છે.

કોથમીર :

image source

જો તમે સૂકી કોથમીરને હાથથી પીસી લો અને કૂંડામા નાખી દો તેની ઉપર માટીનુ એક લેયર બનાવી દો અને તેમા થોડુ પાણી ઉમેરો તો ૮-૧૦ દિવસમા પાંદડા આવવાનુ શરૂ થઇ જશે. આ વસ્તુના સેવનથી તમને પેટદર્દની સમસ્યામા પણ રાહત મળે છે અને તમારી પાચનશક્તિ પણ મજબુત બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત