કરીના કપૂરનો આ ફિટનેસ મંત્ર ફોલો કરીને તમે પણ બનાવી દો તમારી ઝીરો ફિગર

કરીના કપૂરનું ફિટનેસ સિક્રેટ

image source

પોતાના ફેવરેટ યોગા પોશ્ચર વિષે જણાવતા કરીના કહે છે કે તે રોજ સવારે સૂર્ય નમસ્કાર કરે છે. ફિલ્મ ‘ટશન’ના સમયે કરીના કપૂર એકવારમાં ૧૦૮ સૂર્યનમસ્કાર કરતી હતી. તૈમુરના જન્મ પછી તેની ગણતરી ૫૦ થઈ ગઈ છે.

એક સમયમાં બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનને જોઇને છોકરીઓમાં સાઈઝ ઝીરોનો ક્રેઝ થયા કરતો હતો. મેરેજથી પહેલા, મેરેજ પછી અને પછી દીકરા તૈમુરના જન્મ પછી જેવી રીતે કરીના કપૂર ખાને પોતાની ફિટનેસ મેન્ટેઇન કરી છે, તે ખરેખર વખાણવા લાયક છે.

image source

અમ તો કરીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નથી પરંતુ કરીના કપૂરના ફ્રેન્ડસ, ફેમીલી અને ફિટનેસ ટ્રેનર સમયે સમયે કરીના કપૂરના વર્કઆઉટ સેશન્સ શેર કરતા રહે છે. છેલ્લા કેટલાક દિવસોમાં એક ઈન્ટરવ્યુંમાં કરીના કપૂર ખાને પોતાના ફિટનેસ મંત્રનો પણ ખુલાસો કર્યો.

યુટ્યુબના પ્રીટી ફીટના સીજન ફીનાલેમાં કરીના કપૂરે ફિટનેસ સીક્રેટ્સ જણાવ્યા. કરીના કપૂર જણાવે છે કે ફિલ્મ ‘ડોન’ પછી તેને પોતાની ડેલી રૂટીનમાં એકસરસાઈઝની જરૂરિયાત અનુભવી. કરીના કપૂર ખાનએ પણ જણાવ્યું કે તેમને વોક કરવાનું પસંદ છે પરંતુ ફંકશનલ ટ્રેનીંગ અને યોગા તેમના અલ્ટીમેટ ફિટનેસ મંત્ર છે.

 

View this post on Instagram

 

A post shared by Amrita Arora (@amuaroraofficial) on

કરીના કપૂર પોતાના ફેવરેટ યોગા પોશ્ચર વિષે જણાવતા કહે છે કે તે રોજ સવારે સૂર્યનમસ્કાર કરે છે. ફિલ્મ ‘ટશન’ના સમયે એકવારમાં ૧૦૮ સૂર્યનમસ્કાર કરતી હતી. હવે તૈમુરના જન્મ પછી આની ગણતરી ૫૦ થઈ ગઈ છે. આપને જણાવીએ કે ફીમ ‘ટશન’માં કરીનાના સાઈઝ-ઝીરો ફિગર ખુબ જ પોપ્યુલર થયું હતું.

જીમમાં કરે છે આ એકસરસાઈઝ:

image source

વર્કઆઉટની વાત કરીએ તો કરીના કપૂર વર્કઆઉટ સેશનમાં વધારે પ્લાટે કરે છે. આના સિવાય વે રોપ એકસરસાઈઝ, કેટલ-બેલ સ્ક્વોટ્સ અને બોક્સિંગ કરે છે. સાઈઝ- ઝીરો ફિગર વિષે જણાવતા કરીના કપૂર ખાન કહે છે કે તે આ ફરીથી નહી કરવા ઈચ્છે. કરીના કપૂરનું કહેવું છે કે લોકોને યોગ્ય બોડી ફોર્મ ટાર્ગેટ કરવાની જરૂરિયાત છે જેના પર તેમણે કામ કરવું જોઈએ.

આ છે કરીના કપૂર ખાનનું પસંદનું ભોજન:

image source

ખાવાની બાબતમાં કરીના દરેક અવસર પર ભોજન પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવતી જોવા મળી આવે છે. કરીના કપૂર બહારના જંકફૂડ ખાવાની જગ્યાએ ઘરનું જ ભોજન ખાવાનું વધારે પસંદ કરે છે. કરીના કપૂર રાતનું ભોજન લગભગ ૮ વાગ્યાની આસપાસ કરી લે છે. કરીના કપૂરે નવ વર્ષ પહેલા જ નોન-વેજ ખાવાનું છોડી દીધું હતું. કરીના કપૂરનું ફેવરેટ ભોજન છે દાળ-ભાત અને ખીચડી છે.

image source

કરીના કપૂર ખાનના વર્ક ફ્રંટની વાત કરીએ તો કરીના કપૂર જલ્દી જ ઈરફાન ખાનની સાથે ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’માં જોવા મળી શકે છે. આના સિવાય કરીના કપૂર કરણ જૌહરની મેગા સ્ટારર ફિલ્મ ‘તખ્ત’માં પણ કામ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ