આ દેશમાં કુંવારા લોકો પાસેથી લેવામાં આવતો “બેચરલ ટેક્સ”, જાણો શું તેની પાછળના કારણો

કોઈપણ દેશની સરકાર પોતાની આવક વધારવા માટે નાગરિકો પાસેથી વિવિધ પ્રકારના ટેક્સ વસુલતી હોય છે અને સરકાર આ ટેક્સની રકમ અનેક જીવન જરૂરી સેવાઓ પાછળ ખર્ચતી પણ હોય છે.

image source

લગભગ દરેક દેશની ટેક્સ પ્રણાલી જે તે દેશને આધીન અને જરૂર મુજબની હોય છે. પરંતુ અમુક દેશો એવા પણ છે જ્યાં ટેક્સ વસૂલવા માટે સરકારે અજબ ગજબ પ્રકારના નિયમો અમલમાં મુક્યા છે.

આવો જ એક ટેક્સ છે બેચલર ટેક્સ. આ એક એવો ટેક્સ છે જે સામાન્ય રીતે દરેક જગ્યાએ નથી હોતો. બેચરલ ટેક્સ એટલે એક એવો ટેક્સ જે ફક્ત કુંવારા લોકોએ જ સરકારને ચૂકવવાનો હોય છે અને તે પણ ફરજીયાત.

image source

1821 માં અમેરિકાના મિસૂરી રાજ્યમાં આ બેચરલ ટેક્સ લાદવામાં આવ્યો હતો આ ટેક્સના નિયમો અંતર્ગત રાજ્યમાં રહેતા કુંવારા એટલે કે અપરિણીત લોકોએ સરકારને ટેક્સ રૂપે 1 ડોલર આપવાનો રહેતો. એવું કહેવાય છે કે જે તે સમયે સરકારનો આ ટેક્સ વસૂલવા પાછળનો હેતુ એ હતો કે લોકોને લગ્ન કરવા માટે પ્રેરિત કરી શકે.

રોમ દેશમાં પણ વસુલાતો હતો આ ટેક્સ

image source

ફક્ત અમેરિકામાં જ નહિ પરંતુ 9 મી સદીના તત્કાલીન સમ્રાટ ઓગસ્ટસએ પણ પોતાની પ્રજા પર બેચલર ટેક્સ લાગુ કર્યો હતો.

પરંતુ તે થોડો વધુ વિચિત્ર હતો કારણ કે તે સમયે આ ટેક્સ ફક્ત કુંવારા લોકો પાસેથી જ નહોતો વસુલવામાં આવતો પરંતુ એવા પરિણીત લોકો પાસેથી પણ વસુલવામાં આવતો હતો જેઓ લગ્ન બાદ નિઃસંતાન હતા. આવું કરવા પાછળ સમ્રાટનો હેતુ એ હતો કે લોકોને સંતાનોને જન્મ આપવા પ્રોત્સાહિત કરવામાં આવે. આ રીતે ટેક્સ પછી રાજ્યની તિજોરીઓ પણ ભરાઈ ગઈ હતી.

1927 માં મુસોલિનીએ પણ લાગુ કર્યો હતો આ ટેક્સ

image source

એ ઉપરાંત મુસોલિનીએ પણ વર્ષ 1927 માં ઇટાલીમાં આ બેચલર ટેક્સ લાગુ કર્યો હતો. અને આ માધ્યમથી પૈસા પણ ભેગા કર્યા હતા. તેનો તર્ક એવો હતો કે આ ટેક્સના કારણે લોકોને લગ્ન કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

ઇંગ્લેન્ડમાં પણ બોલે છે આ ટેક્સનો ઇતિહાસ

image source

1695 માં જયારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું તે દરમિયાન જ આ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. આ ટેક્સ તે સમયની સરકારી ખજાનામાં આવક વધારવા કારગર અને ફાયદારૂપ પણ બન્યો. એ સિવાય 1934 માં કેલિફોર્નિયામાં પણ આ ટેક્સ લાગુ કરવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.

image source

25 ડોલરનો બેચલર ટેક્સ લગાવવા પાછળ તે સમયની સરકારનો હેતુ ઓછી થતી જનસંખ્યાને નિયંત્રણમાં લાવવાનો હતો. જો કે કેલિફોર્નિયામાં છેલ્લે આ ટેક્સ અમલમાં મુકવામાં નહોતો આવ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ