1 મેથી ગેસ સિલિન્ડરથી લઈ બેકિંગના નિયમોમાં થશે મોટા ફેરફારો, જાણી લો તમારા ખિસ્સા પર કેટલો પડશે ભાર

એપ્રિલ માસનો આજે છેલ્લો દિવસ છે અને આવતી કાલે ગુજરાતના સ્થાપના દિવસ સાથે મે માસનો પ્રારંભ થશે. આ સાથે જ સામાન્ય પ્રજા માટે કેટલાક નિયમો પણ લાગૂ થશે. જી હાં 1લી મેથી સામાન્ય લોકોને લાગૂ થાય તેવા મહત્વના 5 નિયમોમાં મોટા ફેરફાર થવાના છે. આ ફેરફાર એવા છે કે જેના વિશે જાણવું ખૂબ જ જરૂરી પણ છે.

1લી મેથી બેંકિંગ, ગેસ સિલિન્ડર, કોરોના વેકસીનેશન સાથે જોડેલા નિયમોમાં ફેરફાર થવાના છે. આ તમામ ફેરફારની અસર સામાન્ય જનતા પર થવાની છે. તેથી જ જાણવું જરૂરી છે કે કયા નિયમમાં શું ફેરફાર થયો છે.

1. એક્સિસ બેન્કનો ફેરફાર

image source

એક્સિસ બેંક 1 મેથી બચત ખાતામાં ન્યૂનતમ બેલેન્સ રાખવાનો નિયમ બદલી રહી છે. 1 મેથી ફ્રી લિમિટ પછી એટીએમમાંથી કેશ ઉપાડવા પર પણ હાલના સમય કરતાં બમણો ચાર્જ ચુકવવો પડશે. આ ઉપરાંત બેન્ક સર્વિસ ચાર્જ પણ વધારી દીધો છે. જણાવી દઈએ કે એક્સિસ બેન્ક 1 મે 2021થી ઓછામાં ઓછી એવરેજ બેલેન્સ લિમિટ વધારી રહી છે. એક્સિસ બેન્કના ઈઝ સેવિંગ્સ સ્કીમના અકાઉન્ટ માટે ઓછામાં ઓછું બેલેન્સ 10,000 રૂપિયાથી વધારી 15,000 કરવામાં આવશે.

2. 18 વર્ષથી વધુની વયના લોકોને રસી

image source

કોરોના મહામારીનો કહેર વધવાની સાથે સરકારે રસીકરણ પણ ઝડપી કર્યું છે. 1લી મેથી રસીકરણનો ત્રીજો તબક્કો શરુ થશે. જેમાં 18 વર્ષથી વધુની વયના લોકોને રસી આપવામાં આવશે. ત્રીજા ચરણના રસીકરણમાં સરકારે કેટલાક નિયમ પણ બદલ્યા છે. જેમાં આ વખતે ઓનલાઈન નોંધણી ફરજિયાત કરવામાં આવી છે.

3. પોલિસી કરવની રાશિ બમણી થશે

image source

કોરોનાની બીજી લહેર વચ્ચે ઈરડાએ આરોગ્ય સંજીવની પોલિસીની કવર રાશિને બમણી કરવા આદેશ કર્યો છે. વીમા કંપનીઓને 1 મે સુધી 10 લાખ રૂપિયા સુધીના કવરવાળી પોલિસી રજૂ કરવી પડશે. આ ઉપરાંત ગત વર્ષે 1 એપ્રિલથી શરુ થયેલી આરોગ્ય સંજીવની સ્ટેંડર્ડ પોલિસીના વધુમાં વધુ કવરેજની મર્યાદા 5 લાખ રૂપિયા હતા.

4. ગેસ સિલિન્ડરના રેટમાં થશે ફેરફાર

image source

સરકારી તેલ કંપનીઓ દર મહિને પહેલી તારીખે ગેસ સિલિન્જરના ભાવમાં ફેરફાર કરે છે. 1 મેના રોજ પણ સિલિન્ડરના નવા ભાવ નક્કી કરી જાહેર કરવામાં આવશે. આવતી કાલે જાણી શકાશે કે આ મહિને ભાવમાં વધારો થયો છે કે ઘટાડો.

5. મે મહિનામાં 12 દિવસ બેન્ક રહેશે બંધ

image source

જણાવી દઈએ કે મે માસમાં બેન્ક 12 દિવસ બંધ રહેશે. આમાંથી કેટલીક રજા એવી છે જ્યારે દેશભરમાં બેન્ક બંધ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!