દિવ્યાંગ કૂતરાને માણસોથી લાગતો હતો ડર, તો યુવાને તેની દેખભાળ કરવા બનાવી દીધો આવો જોરદાર રોબોટ

આપણે કૂતરાની માણસ પ્રત્યેની વફાદારી જોઈ હશે અને તેના અનેક કિસ્સાઓ પણ સાંભળ્યા હશે પરંતુ શું તમે ક્યારેય કૂતરા માટે માણસની વફાદારીનો કિસ્સો જાણ્યો છે ? નહીં ને ? ત્યારે જાણો આવો જ એક કિસ્સો.

image source

ઉત્તર પ્રદેશના લખનઉ શહેરમાં રહેતા એક યુવાને તેના વિકલાંગ ડોગી સાથે વફાદારીનો એક લાજવાબ અને નોંધપાત્ર દાખલો પૂરો પાડ્યો છે. આ વિકલાંગ ડોગીને માણસો પાસે આવવું પસંદ ન હતી અને તે માનસિક રીતે પણ બીમાર થઈ ગયું હતું જેને કારણે યુવાને ડોગીની મદદ માટે એક રોબોટ તૈયાર કર્યો હતો.

image soucre

બનાવની વિસ્તૃત વિગત મુજબ ઉત્તર પ્રદેશ રાજ્યની રાજધાની એવા લખનઉ શહેરનો આ કિસ્સો છે. અહીંના ગોમતી નગર ખાતે રહેતા એક યુવક મિલિંદ રાજને લોકડાઉનના સમયગાળા દરમિયાન એક એવું શેરી શ્વાન જોવા મળ્યું જેની હાલત બહુ ખરાબ અને દયનિય હતી. તે ડોગીને આંખો વડે પણ ઓછું દેખાઈ રહ્યું હતું અને સાંભળવામાં પણ મુશ્કેલી થતી હતી. મિલિંદ રાજના કહેવા મુજબ આ ડોગી આટલી ખરાબ હાલતમાં એટલા માટે હતું કારણ કે કોઈ વિકૃત માનવીને તેને બેરહેમી પૂર્વક માર માર્યો હતો.

image source

” દ્રોણ મેન ” ના ઉપનામથી ઓળખાતા મિલિંદ રાજે આ ડોગીને લઈ જઈ ડોક્ટરને પણ બતાવ્યું અને ડોકટરે જ તેને માહિતી આપી કે આ ડોગી સાંભળી નથી શકતું કે જોઈ નથી શકતું. અને તે હાલ ફક્ત તેની સૂંઘવાની ક્ષમતા અને શક્તિના કારણે જ જાણી શકે છે કે તેની આસપાસ કોઈ માણસ ઉભું છે. અને જેવું તે અનુભવે છે કે તે કોઈ માણસ આસપાસ છે તો તે તરત ત્યાંથી દૂર ભાગવા લાગે છે. જેના કારણે એવું લાગે છે કે કોઈ વિકૃત માનસિકતા ધરાવતા માણસોએ તેને માર માર્યો હશે અને તેના કારણે તેની આ હાલત થઈ હશે.

image soucre

ત્યારબાદ મિલિંદ રાજે આ ડોગીને રાખવા માટે એક રોબોટ તૈયાર કર્યો જે ડોગીને ટાઇમ ટુ ટાઇમ જમવાનું આપી દે છે. મિલિંદ રાજે ડોગીને ખાવા માટે બિસ્કિટ, ટોસ્ટ, દૂધ અને અન્ય વસ્તુઓ રાખી છે જે તેને રોબોટ આપી દે છે. મિલિંદ રાજના કહેવા મુજબ રોબોટ તેના ડોગીની આસપાસ જ રહે છે અને હવે તો ડોગીને પણ રોબોટ પાસે રહેવાનું પસંદ આવી રહ્યું છે.

image soucre

મિલિંદ રાજે વધુમાં કહ્યું કે આ ડોગી તેની પાસે આવ્યો તેને લગભગ સાત મહિના વીતી ગયા છે અને પહેલાની સરખામણીએ હવે ડોગીની તબિયતમાં પણ સુધારો થવા પામ્યો છે. મિલિંદ એમ પણ કહે છે કે આ ડોગીને જોઈને મને પ્રેરણા મળી કે મારે કઇંક કરવું જોઈએ અને ત્યારબાદ મેં ટેકનોલોજીની મદદથી આ રોબોટ તૈયાર કર્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ